દવા લેતી વખતે કે મુસાફરી દરમ્યાન ભગવાન વિષ્ણુ નાં આ નામ લેવાથી થશે ચમત્કારી લાભ

દવા લેતી વખતે કે મુસાફરી દરમ્યાન ભગવાન વિષ્ણુ નાં આ નામ લેવાથી થશે ચમત્કારી લાભ

આ સંસારમાં ત્રણ લોકો ને સૌથી શક્તિશાળી ગણવામાં આવે છે તેઓના નામ છે, બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ આજે અમે તમને વિષ્ણુ ભગવાન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. શું તમે જાણો છો કે, જો તમે ભગવાન વિષ્ણુને સાચા સમયે સાચા નામથી યાદ કરો તો તે તમારી સમસ્યા અવશ્ય દૂર કરે છે આ વાતનું વર્ણન એક સ્તુતિ માં કરવામાં આવ્યું છે જે આ પ્રકારે છે.

औषधे चिंतयते विष्णुं, भोजन जनार्दनम, शयने पद्मनाभं विवाहे प्रजपतिं, युद्धे चक्रधरं देवं प्रवासे त्रिविक्रमं, नारायणं तनु त्यागे, श्रीधरं प्रिय संगमे, दु:स्वप्ने स्मर गोविन्दं संकटे मधुसूदनम्, कानने नारसिंहं पावके जलशायिनाम, जल मध्ये वराहं पर्वते रघुनन्दनम्, गमने वामनं चैव सर्व कार्येषु माधवम्, षोडश एतानि नामानि प्रातरुत्थाय : पठेत, सर्व पाप विनिर्मुक्ते, विष्णुलोके महियते।

સ્તુતિ  નો  અર્થ

 • જ્યારે તમે ઓષધી કે દવા લઈ રહ્યા હોય ત્યારે ભગવાન ‘વિષ્ણુ” નામનું સ્મરણ નું કરવું. તેનાથી તમને બિમારી માંથી જલ્દી રાહત મળે છે અને દવાની તમને સારી રીતે અસર થશે
 • ભોજન કરતી વખતે જનાર્દન નામનું સ્મરણ કરવું. તેનાથી તમારા ઘરમાં અનાજ ની કમી રહેશે નહિ અને તમારા ઘરે કોઈ ભૂખ્યું ઉઘશે નહીં.
 • સૂતી વખતે ‘પ્ર્ભ્નાભ’ નામ નું સ્મરણ કરવું. જેનાથી તમને સારી ઊંઘ આવશે ને રાત ના ખરાબ સપનાઓ આવશે નહીં.
 • લગ્ન સમયે ‘પ્રજાપતિ’ નામનું સ્મરણ કરવું જેનાથી તમારૂ વૈવાહિક જીવન સુખી થશે અને તમારા વચ્ચે લડાઈ ઝઘડા થશે નહીં.
 • યુદ્ધ સમયે ‘ચક્રધારી’ નામનું સ્મરણ કરવું તેનાથી તમારી વિજય નિશ્ચિત થશે.
 • યાત્રા દરમિયાન ત્રીવિક્રમ નામનું સ્મરણ કરવાથી યાત્રા સુખમય રહે છે અને યાત્રા દરમિયાન કોઈ કષ્ટ કે દુર્ઘટના થતી નથી.

 • શરીર નો ત્યાગ કરતી વખતે નારાયણ નામ નું સ્મરણ કરવાથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે. અને ભૂલચૂક માફ થાય છે અને શરીરનો ત્યાગ સરળતાથી થઈ શકે છે.
 • પત્ની સાથે હોય ત્યારે ‘શ્રીધર’ નામનું સ્મરણ કરવું. તેનાથી તમારા દાંપત્ય જીવનમાંથી  મતભેદ દૂર થાય છે. અને દાંપત્યજીવન માં મધુરતા રહે છે અને પ્રેમમાં વધારો થાય છે.
 • ઊંઘમાં ખરાબ સપના આવે તો ‘ગોવિંદ’ નામનું સ્મરણ કરવાથી ખરાબ સપના દૂર થઈ જશે.
 • મુશ્કેલ પરિસ્થિતિમાં ‘મધુસુદન’ નામનું સ્મરણ કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને તમે સુરક્ષિત રહો છો.
 • જંગલમાં સંકટ આવે ત્યારે ‘નરસિંહ’ નામનું સ્મરણ કરવાથી તમે સુરક્ષિત રહો છો.
 • અગ્નિ જન્ય સંકટની પરિસ્થિતિ માં ‘જ્લાશયી’ નામનું સ્મરણ કરવાથી અગ્નિ જન્ય સંકટનું જોખમ ઘટે છે.
 • જળમાં સંકટ આવે ત્યારે ‘વરાહ’ નામનું સ્મરણ કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે.
 • પહાડ પર સંકટ આવે ત્યારે ‘ધુનંદન’ નામનું સ્મરણ કરવાથી જીવ બચી જાય છે.
 • ગમન કરતી વખતે ‘વામન’ નામનું સ્મરણ કરવાથી લાભકારી રહે છે.
 • દરેક કાર્યો કરતી વખતે ‘માધવ’ નામનું સ્મરણ કરવાથી તમારા દરેક કાર્ય સરળતાથી વિધ્ન વગર પૂર્ણ થઇ શકે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *