એક ચપટી હિંગ માં હોય છે ખૂબ જ તાકાત, નવશેકા પાણી સાથે લેવાથી થાય છે આ ફાયદાઓ

હિંગ ફ્ક્ત ખાવામાં જ સ્વાદ વધારતી નથી પરંતુ તેમાં રહેલ એન્ટીવાયરલ અને એન્ટીઈફલેમેટરી અને એન્ટી બેક્ટેરીયલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક હોય છે. ખાસ ખાસ કરીને હિંગ નું પાણી પીવાથી તમને વિશેષ લાભ મળી શકે છે. તેનું પાણી બનાવું ખૂબ જ આસાન છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચપટી હિંગ પાવડર મેળવી અને સારી રીતે હલાવી લેવું. આ પાણી ખૂબજ લાભકારી હોય છે. ચાલો જાણીએ તેનાં ફાયદાઓ વિશે
વજન નિયંત્રણ કરવામાં
હીંગ નું પાણી પીવાથી શરીર મેટાબોલીઝમ વધી જાય છે. તમારા શરીરમાં એક્સ્ટ્રા ફૅટ જમા થતી નથી. આમ તમને તમારા વજન ને ઘટાડવામાં મદદ મળે છે. તેમજ શરીર માં બેડ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવાનું કામ પણ કરે છે. આ ઉપરાંત હિંગ નું પાણી પેટનાં પી એચ લેવલ ને પણ કંટ્રોલ કરે છે.
કબજિયાત માં રાહત
જો તમને પેટ સારી રીતે સાફ ન આવતું હોય. અને તમને કબજીયાત ની તકલીફ હોય તો રાત્રે સુતા પહેલા હીંગ નું પાણી પીવાથી સવારે પેટ સારી રીતે સાફ થઈ જાય છે.
ભૂખ લાગે છે
જો તમે એ લોકોમાં થી છો જેને ભૂખ ઓછી લાગે છે, તો ભોજન ની પહેલા હિંગ અને ઘી માં આદુ સાથે માખણ ભેળવી ને તેનું સેવન કરો. આમ કરવાથી તમને ભૂખ ન લાગવાની તકલીફમાં થી રાહત થશે.
કાચ વાગવાથી આરામ
જો તમને ક્યાંય પણ કાંટો કે કાચ કે કોઈ ધારદાર વસ્તુ વાગી ગઈ હોય તો ત્યાં પાણી સાથે હિંગ ભેળવી લેપ બનાવી લગાવવાથી લાગેલી વસ્તુ તેની જાતે જ બહાર આવી જાય છે.
કાન નાં દુ:ખાવામાં આરામ
જો તમને કાનમાં દુ:ખાવા ની તકલીફ રહેતી હોય તો, હિંગ ને તલ નાં તેલ સાથે ગરમ કરી આ તેલ નાં ૧ થી ૨ ટીપાં કાનમાં નાખવાથી કાન નાં દુ:ખાવામાં આરામ મળે છે.
ડાયાબિટીસ પર નિયંત્રણ
જે લોકોને ડાયાબિટીસ ની સમસ્યા છે તેઓએ દરરોજ નવશેકા પાણીમાં એક ચમચી હિંગ નાખીને પીવું જોઈએ. તેનાથી તેનાં શરીરમાં સુગર નું લેવલ નિયંત્રણ માં રહે છે.
દાંતની કેવિટી થી છુટકારો
જો તમને દાંત માં દુખાવાની કે કેવિટી ની સમસ્યા છે, તો રાતનાં મોઢામાં હિંગ દબાવી રાખીને સૂવાથી આરામ મળે છે.
પીરિયડ્સ નાં દુ:ખાવામાં રાહત
પીરિયડ્સ માં હંમેશા છોકરીઓ ને ખૂબ જ દુ:ખાવા નો સામનો કરવો પડે છે. એવામાં હિંગ નું પાણી પીવાથી ફાયદો થાય છે.