એક દીવો અને ૧૪ કોડીઓ, મકરસંક્રાંતિ નો આ ઉપાય કરી દેશે તમને માલામાલ

મકરસંક્રાંતિ નો શુભ તહેવાર ૧૪ જાન્યુઆરી નાં દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે અનેક પ્રકાર નાં ઉપાયો કરવામાં આવે છે. આ આર્ટિકલમાં અમે આપને ધન, ધાન્ય, માં લક્ષ્મી અને સફળતા માટે કરવામાં આવતા આ અચૂક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.આ વર્ષે મકરસંક્રાંતિ નાં દિવસે પંચગ્રહી શુભ યોગ બની રહ્યો છે . જેમાં પવિત્ર નદીમાં સ્નાન, દાન અને પૂજાનું ખુબજ મહત્વ છે. આ દિવસે જરૂરિયાતમંદો ને દાન જરૂર કરવું.પૂજા અને દાન ની સાથે સાથે એક ખાસ પ્રયોગ પણ કરવો જે અમે આજે આપને જાણવા જઈ રહ્યા છીએ.
- સંક્રાંતિની સવારે શુભ મુહૂર્તમાં ૧૪ કોડીઓ લેવી અને તેને કેસર મિશ્રિત દૂધથી સ્નાન કરાવો. હવે તેને ગંગાજળથી શુદ્ધ કરી થાળી માં અથવા પુજાનાં વાસણમાં રાખો.
- માં લક્ષ્મીની સામે બે દીવા કરો એક શુદ્ધ ઘી નો અને બીજો તલનાં તેલ નો
- તલનાં તેલનો દીવો ડાબી બાજુ અને ઘીનો દીવો જમણી બાજુ મુકો.
- કોડીઓ “ ૐ સંક્રાત્યાયનમઃ ” નો ૧૪ વાર મંત્ર બોલીને સિદ્ધ કરો.
- બીજી કોઈ સૂર્ય કે સંક્રાંતિ ની પૂજા કરવાની હોય તો તે પણ કરી લો અને સમગ્ર દાન સામગ્રીને અર્પિત કરો.
- બરાબર બાર વાગ્યે કોડિઓ લઈ લો અને તેમને શુદ્ધ અને બરકત ની જગ્યાઓ પર અલગ-અલગ રાખો. જેમ કે પર્સ, કબાટ, દેવસ્થાન,રસોડું,પલંગની નીચે, વર્કિંગ ટેબલ પર કોઠાર રૂમ માં વગેરે.
- આ કામ તમારે સંક્રાંતિ નાં દિવસે જ કરવાનો. કોડીઓ મુક્યા પછી દિવાની સ્થિતિ બદલવી પડશે એટલે કે, જે પહેલા જમણી બાજુ દીવો હતો તેને ડાબી બાજુ રાખો અને જે ડાબી બાજુ જે દીવો હતો તેને જમણી બાજુ મૂકો. જો જ્યોત ઓછી થઈ રહી હોય તો તેને ફરીથી પ્રકાશિત કરો.
- તલ નાં તેલનો દીવો સાંજે ઘર આંગણે અને ઘીનો દીવો તુલસી ક્યારે રાખી દો.
- આ પ્રયોગ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ધન-ધાન્ય, લક્ષ્મી અને સફળતા માટે અચૂક માનવામાં આવે છે. તો આ વર્ષે મકરસંક્રાંતિ નાં દિવસે તમે પણ તમારા ઘરમાં આ પૂજા જરૂર કરો અને જુઓ ચમત્કાર. તમારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ થશે. ઘરમાં શાંતિ બની રહેશે. આખું વર્ષ તમારા ઘર માં અન્ન અને ધન ની કોઈ કમી નહિ રહે અને તમને દરેક સારા કામમાં સફળતા પ્રાપ્ત થશે.