એક કુંભારે “જાદુઈ દીપક”બનાવ્યો,આ દીવો ૨૪ કલાક સુધી સતત ચાલતો રહે છે, તેલ પણ જાતે જ પુરાઈ જાય છે

દિવાળી નો તહેવાર દીવા વગર અધૂરો છે. આ પાવન પર્વ માં આપણે દીવા પ્રગટાવી એ છીએ. એમાં ઘણાં દિપક એવા પણ હોય છે કે જે ૨૪ કલાક સુધી સતત ચાલ્યા કરે છે. જેમકે, માં લક્ષ્મી સામે પ્રગટાવવા માં આવતો દીવો. આવામાં આ દીવા ને સતત ચાલુ રાખવા માટે તેમાં વારે વારે તેલ નાખવું પડે છે. તેમાં ઘણો સમય જાય છે, અને ક્યારેક ભૂલી જવાય તો દિપક બુજાઈ જાય છે. હવે આ સમસ્યા નો હલ કરતા એક કુંભારે અલગ જ દીવો બનાવ્યો છે.
છત્તીસગઢ નાં કોંડા ગામ માં રહેતા અશોક ચક્ર ધારી એ એવો દીવો બનાવ્યો છે કે જે ૨૪ થી ૪૮ કલાક સુધી સતત ચાલુ રહે છે. સૌથી ખાસ વાત એ છે કે આ દીવા માં તેલ પોતાની જાતે જ ભરાઈ જાય છે. તેઓ એ પોતાનાં આ અલગ દીવા ને “જાદુઈ દીપક” નામ આપ્યું છે. આ દીવા નો આકાર ગુંબજ જેવો છે. જેમાં તેલ સ્ટોર થાય છે. દીવા માં એક ટ્યુબ જેવી રચના કરવામાં આવી છે. જેના દ્વારા દિપક માં તેલ ભરાય જાય છે.
અશોક ને આ વિચાર એક યુ ટ્યુબ વિડીયો જોઈને આવ્યો હતો. તેઓ એ એક ન્યૂઝ પોર્ટલ માં વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારી કળા માં વધારે સારું કરવા માટે સતત નવા વિચારો શોધતો રહું છું. મારો હંમેશા એ જ પ્રયત્ન હોય છે કે, કંઈ ખાસ કામ ની વસ્તુ બનાવું. આગળ જણાવે છે કે, ૨૦૧૯ ની દીવાળી પહેલા હું દિપક બનાવવા માટે નવી ડિઝાઈન ગોતી રહ્યો હતો. ત્યારે મારી નજર એક એવા દીવા પણ પડી કે જેમાં ગુંબજ ની આકૃતિ બની હતી. જેમાં તેલ સ્ટોર થતું હતું. અને દીવો તેની જાતે જ વારંવાર ભરાઇ જતો હતો. મને આ ખૂબ જ ગમ્યું અને મેં તેને બનાવવાનો નિર્ણય કર્યો કે હું આ જરૂર બનાવીશ. અશોક નો આ જાદુઈ દીવો સોશિયલ મીડિયા પર જેવો જ વાયરલ થયો કે તેને તેનાં માટે ઘણા ઓર્ડર મળ્યા. તે જણાવે છે કે, મેં આ દીવો બનાવવા ની ટેકનીક ઓનલાઇન ઘણા વિડીયો જોઈને શીખી છે. મને આવા દિપક બનાવવા માટે ઘણા ઓર્ડર આવ્યા છે. તમને આ દીવો કેવો લાગ્યો જરૂર થી જણાવજો.