એક રાક્ષસ સાથે લગ્ન થયા હોવા છતાં પણ ભગવાન વિષ્ણુ ની સાથે કરાવામાં આવે છે, તુલસીજી નાં વિવાહ ખૂબ જ અદભુત છે આ કથા

એક રાક્ષસ સાથે લગ્ન થયા હોવા છતાં પણ ભગવાન વિષ્ણુ ની સાથે કરાવામાં આવે છે, તુલસીજી નાં વિવાહ ખૂબ જ અદભુત છે આ કથા

દર વર્ષે તુલસી વિવાહ કારતક માસની શુક્લ પક્ષની એકાદશી નાં દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે તે ૨૬ નવેમ્બર નાં રોજ આવે છે. તુલસી વિવાહ નાં દિવસે તુલસીજી અને  ભગવાન વિષ્ણુનાં શાલીગ્રામ સ્વરૂપ નાં લગ્ન કરાવવામાં આવેછે. ભારતમાં ઘણી જગ્યાઓ પર તુલસી વિવાહ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને તુલસી વિવાહ ની સાથે જ રોકાયેલા શુભ કાર્યો નો એકવાર ફરીથી પ્રારંભ કરવામાં આવે છે.તુલસી વિવાહ ની સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. કથા અનુસાર જલંધર નામનો એક રાક્ષસ હતો. એ રાક્ષસ ખૂબ જ ક્રૂર હતો. જેણે પોતાનો ઉત્પાત મચાવી રાખ્યો હતો. જલંધર ખૂબ જ વીર હતો જેથી તેને કોઇ હરાવી શકતું ન હતું. હકીકતમાં જલંધર ની પત્ની વૃંદા નું પતિવ્રત ધર્મ તેની વીરતાનું રહસ્ય હતું. જલંધર થી દેવતાઓ ખૂબ જ પરેશાન રહેતા હતા. જલંધર થી દુઃખી થઇને એકવાર તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને  જલંધર થી તેમની રક્ષા કરવા માટે વિનંતી કરી.

ભગવાન વિષ્ણુ જાણતા હતા કે વૃંદા નાં પતિવ્રત ધર્મ ને લીધે જલંધર આટલો વીર છે. એવામાં ભગવાન વિષ્ણુએ વૃંદા નાં પતિવ્રત ધર્મનું ભંગ કરવાનો નિર્ણય કર્યો. ભગવાન વિષ્ણુ એ જલંધરનું રૂપ ધારણ કરીને વૃંદા નો સ્પર્શ કર્યો. વૃંદા નો પતિ જલંધર દેવતાઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો. પરંતુ વૃંદાનું સતીત્વ નષ્ટ થવાથી તે તરત જ મરી ગયો. વૃંદા નું સતીત્વ ભંગ થવાથી જલંધર નું માથું તેના આંગણામાં આવીને પડ્યું. વૃંદા આ જોઈ ને ગુસ્સે થયા. તેમને ખ્યાલ આવ્યો કે, જલંધર ની જગ્યાએ ભગવાન વિષ્ણુએ તેમનો સ્પર્શ કર્યો છે. તેમણે ભગવાન વિષ્ણુને શાપ આપ્યો અને કહ્યું કે જે રીતે તેણે દગાથી તેનો તેનાં  પતિ થી વિયોગ કરાવ્યો છે. એ જ રીતે તમારી પત્ની નું પણ છળ કપટ પૂર્વક હરણ થશે. અને તમારે સ્ત્રી વિયોગ સહન કરવો પડશે. સ્ત્રી વિયોગ સહન કરવા માટે તમે પણ મૃત્યુલોકમાં જન્મ લેશો. આમ કહીને વૃંદા તેનાં પતિની સાથે સતી થઈ ગઈ. જે જગ્યાએ વૃંદાજી સતી થયા ત્યાં તુલસી નો છોડ ઉત્પન્ન થયો. આમ વૃંદા નાં શ્રાપ નાં કારણે જ ભગવાન વિષ્ણુ એ પ્રભુ શ્રીરામ નાં સ્વરૂપે અયોધ્યામાં જન્મ લીધો. અને સીતાજી નો વિયોગ સહન ક્યોં.

એક અન્ય કથા અનુસાર વૃંદાજી એ ભગવાન વિષ્ણુ ને શાપ આપ્યો કે તમે મારુ સતીત્વ ભંગ કર્યું છે, તેથી તમે પથ્થર બની જશો. આ સાંભળતા જ ભગવાન વિષ્ણુ પથ્થર બની ગયા હતા. અને તે પથ્થર ને શાલીગ્રામ નામ આપવામાં આવ્યું હતું. ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે એ હું તમારા સતીત્વનો આદર કરું છું. તેથી તમે તુલસી બનીને કાયમ મારી સાથે રહેશો. જે મનુષ્ય કાર્તિક એકાદશી નાં  દિવસે તમારી સાથે મારા લગ્ન કરાવશે તેની દરેક મનોકામના પૂર્ણ થશે. ત્યારથી શાલીગ્રામ અને તુલસીજી નાં વિવાહ ની પ્રથા શરૂ થઈ. માન્યતા છે કે જે લોકો કાર્તિક એકાદશી નાં દિવસે શાલીગ્રામ અને તુલસીજી નાં લગ્ન કરાવે છે. તેની દરેક મનોકામના ભગવાન વિષ્ણુ પૂર્ણ કરે છે. સાથે જ જે લોકોનાં લગ્ન થઈ રહ્યા નથી તે જો તુલસીજી અને શાલીગ્રામ નાં લગ્ન કરાવે તો તેમનાં લગ્ન પણ જલદીથી થાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *