એક સમયે ૫૦ રૂપિયા માં મજુરી કરતા હતા આ પ્રખ્યાત ટીવી અભિનેતા, આ રીતે સપનાઓ થયા પુરા

છેલ્લા ૧૨ વર્ષ થી દેશના દરેક ઘર માં જોવાઈ રહ્યો છે તે શો કોઈ બીજો નહીં પણ “તારક મહેતા નાં ઉલ્ટા ચશ્મા” છે. જે આજે બાર વર્ષ પહેલા ૨૦૦૮ માં શરૂ થયો હતો. આજે પણ તેનાં કલાકારો ને કારણે દર્શકો ની પહેલી પસંદ છે. શો માં દરેક કલાકારોએ પોતાનાં સારા કામ થી દર્શકો નાં દિલ માં ખાસ જગ્યા બનાવી છે. શો માં જેઠાલાલ નું પાત્ર ભજવનાર અભિનેતા દિલીપ જોશી ને લોકો સૌથી વધારે પસંદ કરે છે. જેઠાલાલ ને દરેક વ્યક્તિ સારી રીતે ઓળખે છે. ઘણા લોકો શો ને જેઠાલાલ નાં નામથી જ ઓળખે છે. અને તેનાં લીધે જ જુએ છે. આજે જેઠાલાલ એક એપિસોડ નાં લાખો રૂપિયા ચાર્જ લેછે. જોકે ફિલ્મ અને ટીવી જગત માં આવ્યા પહેલા તે પણ સામાન્ય જીવન જીવતા હતા. દિલીપ જોશી બૉલીવુડ ની ઘણી ફિલ્મો માં પણ કામ કરી ચૂક્યા છે. તેઓએ અભિનેતા સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા સાથે પણ કામ કર્યું છે. આજે તે ઇન્ડસ્ટ્રી માં સારી ઓળખ ધરાવે છે. જો કે એક સમય એવો હતો કે તે આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરતા હતા.
અભિનેતા દિલીપ જોષી એ પોતાનાં એક ઇન્ટરવ્યૂ માં પોતાની જિંદગી નાં ઉતાર-ચડાવ વિશે ચર્ચા કરી હતી. તે ઇન્ટરવ્યૂ માં દિલીપ જોષી એ જણાવ્યું હતું કે તેમણે તેની કારકિર્દી ની શરૂઆત એક બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કરી હતી. ત્યારે તેને દરેક રોલ માટે ફક્ત ૫૦ રૂપિયા જ મળતા હતા. સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે ત્યારે તેને કોઈ કામ આપવા માટે પણ તૈયાર ન હતું. પરંતુ થિયેટર પ્રત્યે હંમેશા તેને લગાવ હતો તેથી તેની સાથે જોડાયેલા રહ્યા.
જનતા તરફ થી મળતા પ્રેમ ને પ્રાથમિકતા
જેઠાલાલ એટલે કે દિલીપ જોષી એ એક ઈન્ટરવ્યૂ માં જણાવ્યું કે મને બેકસ્ટેજ કામ કરવામાં પણ કોઈ તકલીફ નહતી. મારે બસ થિયેટર સાથે જોડાઈ ને રહેવું હતું જનતા નું લાઈવ રિએક્શન અમૂલ્ય છે. તમારા જોક્સ પર ૮૦૦ થી ૧૦૦૦ લોકો એકીસાથે તાલી પાડે અને હસી શકે તે ખૂબ અનમોલ છે. જ્યાર થી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયો દિલીપ જોશી ત્યારથી જ તેની સાથે સંકળાયેલા છે. અને આજે પણ તે દર્શકો ની સૌથી પહેલી પસંદ છે.
સલમાન અને પ્રિયંકા સાથે કામ કર્યું
તમને જણાવી દઈએ કે દિલીપ જોશી એ સૌ પ્રથમ બોલિવુડ માં “મેને પ્યાર કિયા હૈ” ફિલ્મ થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ખાસ વાત એ છે કે, આ ફિલ્મ લીડ એક્ટર તરીકે સલમાન ખાન ની પણ પહેલી ફિલ્મ હતી. દિલીપ જોશી મેને પ્યાર કિયા હૈ માં રામુ નામ નાં નોકર ની ભૂમિકામા જોવા મળે છે. તેની પણ આ પહેલી ફિલ્મ હતી.ઘણા વર્ષો પછી ફરી એકવાર સલમાન ખાન અને દિલીપ જોષી એ ફિલ્મ હમ આપકે હે કોન માં સાથે કામ કર્યું. દિલીપ જોષી એ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ વ્હાટસ યોર રાશિ માં પણ કામ કર્યું છે. આ ફિલ્મો ઉપરાંત અભિનેતા દિલીપ જોષી દિલ હે હિન્દુસ્તાની, ખેલાડી ૪૨૦ અને હમ રાજ માં પણ જોવા મળ્યા હતા. આજે તે સંપૂર્ણ રીતે તારક મહેતા નાં ઉલ્ટા ચશ્મા માં વ્યસ્ત છે. તેનાં દ્વારા નિભાવવા માં આવતી ભૂમિકા જેઠાલાલ ટીવી ઇન્ડસ્ટ્રી નાં યાદગાર કલાકારો માં થી એક છે.