એકાદશી નાં દિવસે ચોખા ખાવા જોઈએ નહીં, જાણો તેની સાથે જોડાયેલી કથા

એકાદશી નાં દિવસે ચોખા ખાવા જોઈએ નહીં, જાણો તેની સાથે જોડાયેલી કથા

દર વર્ષે કુલ ૨૪ એકાદશી આવે છે. દર મહિનામાં બે એકાદશી આવે છે અને આ દિવસેવિષ્ણુની પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો એકાદશીનું વ્રત પણ રાખે છે. એકાદશીનું વ્રત રાખવા માટેનાં ઘણા નિયમો હોય છે. જો તેનું પાલન કરીને વ્રત કરવામાં આવે તો વ્રત નું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તેમનો એક નિયમ એ છે કે, તે દિવસે ચોખા ખાવા વર્જિત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એકાદશી નાં દિવસે ચોખા ખાવાથી પાપ લાગે છે. તેથી એકાદશી નાં દિવસે ચોખા અને ચોખાથી બનેલી કોઈપણ વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે. જોકે એકાદશી નાં દિવસે ચોખા શા માટે ખાવા જોઈએ નહી તેની સાથે જોડાયેલી એક કથા આ પ્રકારે છે.

પોરાણિક કથા અનુસાર મેઘા નામના એક ઋષિ હતા જેમણે માં શક્તિ નાં ક્રોધથી બચવા માટે પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો તેમનું શરીર નાં અંશ ધરતી પર આવીને પડયા  હતા. જે જગ્યાએ તેમના શરીર નો અંશ પણ પડ્યો હતો ત્યાં ચોખાની અને જવની ઉત્પતિ થઈ ગઈ. કહેવામાં આવે છે કે, જે દિવસે તેમને શરીરનો ત્યાગ કર્યો હતો તે દિવસે એકાદશી હતી. તેથી એકાદશીના દિવસે જવ અને ચોખા ખાવા અશુભ ગણાય છે.

માનવામાં આવે છે કે, જે લોકો તે દિવસે ચોખાનું સેવન કરે છે તે ઋષિ મેઘ નાં  રક્ત અ ને માસનું સેવન કરે છે. એવી માન્યતા પણ છે કે જે લોકો એકાદશી નાં દિવસે ચોખાનું સેવન કરે છે તે વ્યક્તિ ભૂમિજન્ય જીવ ની યોનિમાં જાય છે. આ ઉપરાંત એકાદશીની તિથિ નાં દિવસે ચોખા ન ખાવાની બાબત પર એક તર્ક પણ આપવામાં આવ્યું છે કે, ચોખાનું સેવન કરવાથી શરીરમાં જળ ની માત્રા વધે છે તેનાથી વ્રત કરનાર નું મન વિચલિત અને ચંચળ બને છે. જેનાં કારણે વ્રત નાં નિયમો નું પાલન કરવામાં વિધ્ન આવે છે તેથી પણ એકાદશી નાં દિવસે ચોખા ખાવાનું વર્જિત ગણવામાં આવે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *