એક જ રાશિમાં જોવા મળશે આ ૬ ગ્રહો, ૫૯ વર્ષ બાદ બને છે આ દુર્લભ સંયોગ, જાણો તમારા પર શું પડશે અસર

ગ્રહોની દ્રષ્ટિ એ ફેબ્રુઆરી મહિના નું ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયમાં એકીસાથે મકર રાશિમાં ૬ ગ્રહો જોવા મળશે જેનાથી ષડગ્રહી યોગ બનશે જ્યોતિષ અનુસાર આ યોગ ૫૯ વર્ષો બાદ બનવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ૧૦ ફેબ્રુઆરી નાં રાતનાં લગભગ ૮.૩૦ કલાકે ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યાંજ આ રાશિમાં શુક્ર, બુધ શનિ, ગુરુ અને સૂર્ય પહેલેથી જ મોજૂદ હશે. એવામાં આ સમય દરમિયાન ૯ ગ્રહોમાંથી ૬ ગ્રહ મકર રાશિમાં હોવાને કારણે ગ્રહો ની યુતિ બનશે આ પહેલા ૧૯૬૨ માં મકર રાશિમાં ૬ ગ્રહોની યુતિ જોવા મળી હતી. ચાલો જાણીએ આ વર્ષે તેનો પ્રભાવ કેવો રહેશે.
પૌરાણિક ગ્રંથોમાં એ વાતનું વર્ણન જોવા મળે છે કે કોઈ રાશિમાં જયારે પાંચથી વધારે ગ્રહો હોય ત્યારે દેશ અને દુનિયામાં ઘણા પ્રકાર નાં પરિવર્તન આવવાનું શરૂ થઈ જાય છે તેના પ્રભાવથી વાતાવરણમાં પરિવર્તન જોવા મળેછે સાથે જ લોકો નાં સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસર પડી શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે, ખેતી અને વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય સંઘર્ષશીલ રહેશે જ્યારે શિક્ષણ અને અધ્યાત્મ સાથે જોડાયેલા લોકો માટે સમય સારો રહેશે.
થઈ શકે છે દુર્ધટના
જ્યોતિષશાસ્ત્ર મુજબ મકર રાશિમાં શનિ અને ગુરુ હોવાની સાથે તેના કેન્દ્રમાં મેષ રાશિમાં મંગળ હોવાને કારણે ભૂકંપ જેવી સ્થિતિ બની શકે છે. આ યુતિ નાં પ્રભાવથી માનવામાં આવે છે કે, ભૂકંપ આવવાના યોગ બની રહે છે. જ્યોતિષ અનુસાર પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં ભૂકંપ નાં હળવા આંચકા મહેસૂસ કરી શકાશે એટલું જ નહીં ઘણી જગ્યા વરસાદ થવાની સંભાવના પણ જોવા મળી રહી છે.
ગંભીર બની શકે છે ખેડૂત આંદોલન
માનવામાં આવે છે કે, પ્રાકૃતિક વિપત્તિઓ ઉપરાંત રાજનૈતિક ઉથલપાથલ પણ થઇ શકેછે. તેનાથી હિંસામાં વધારો થવાની સંભાવના છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગથી ખેડૂત આંદોલન વધારે તેજ અને ઉગ્ર થવાની સંભાવના જોવા મળી રહી છે.
આ યોગમાં જન્મ લેનાર બાળક
વિદ્વાનો જણાવે છે કે આ યોગ દરમ્યાન જન્મ લેનાર જાતકો સ્વભાવના ધુની હોય છે અને માનસિક ચંચળતા નાં કારણે ધ્યાન કેન્દ્રિત કરવું તે લોકો માટે સરળ રહેતું નથી માનવામાં આવે છે કે, તેઓને વિદેશમાં અથવા તો પોતાના જન્મ સ્થળથી દૂર જઈને જ સફળતા પ્રાપ્ત થાય છે.