ફક્ત ૧૧૨ લોકો જ કરી રહ્યા છે આ કામ, આ છે દુનિયા ની સૌથી ખાસ નોકરી

માનવજીવન માં કામનું ખૂબ જ મહત્વ પૂર્ણ સ્થાન છે. કામ વગર કોઈપણ માનવજીવન ની કલ્પના કરી શકાતી નથી. કોઈપણ વ્યક્તિ ને પોતાનાં જીવન ને સારી રીતે ચલાવવા માટે કંઈને કંઈ કામ કરવું પડે છે. પછી તે નોકરી હોય કે પોતાનો વેપાર દરેક વ્યક્તિએ પોતાના લેવલથી કામ કરવું પડે છે. દરેકે પોતાના ભરણ પોષણ માટે કાર્ય કરવું જરૂરી છે.આજે વિશ્વમાં ઘણા પ્રકારના કામ મોજુદ છે. જ્યારે પહેલાં નાં સમય માં કામ મળવું મુશ્કેલ હતું. આજે લોકો પાસે કરવા માટે અનેક પ્રકારના કામો છે. ઘણા કામ તો એવા છે કે જેના વિશે ઘણા લોકોને ખ્યાલ પણ નથી. એવા જ એક કામ કે નોકરી વિશે આજે અમે તમને જણાવીશું.
તમને જણાવી દઇએ કે આ કામ છે પાણી ટેસ્ટિંગ કરવાનું તમે ભોજન નું ટેસ્ટિંગ અને વાઇન નું ટેસ્ટિંગ નાં કામ વિશે સાંભળ્યું હશે. પરંતુ પાણીના ટેસ્ટિંગ વિશે લગભગ ઓછા લોકોએ સાંભળ્યું હશે. ભારતમાં ફક્ત ગણેશ અય્યર નામના વ્યક્તિ જ આ કાર્ય કરે છે.તેઓનું કહેવું છે કે, આગામી પાંચ દસ વરસ ની અંદર આ કામમાં નોકરી માટેની સારી તકો પ્રાપ્ત થશે. આ કામ કરવા વાળા ને વોટર ટેસ્ટર કહેવામાં આવે છે.પાણી નાં ટેસ્ટિંગ માં હલકુ ,ભારે , ફ્રુટી વગેરે પ્રકાર નાં ટેસ્ટ કરવામાં આવે છે. ભારત નાં એક માત્ર પ્રમાણિત વોટર ટેસ્ટર જણાવે છે કે, તેનાં કામ વિશે જાણીને લોકો તેમની ખૂબ જ મજાક કરે છે. અને વોટર ટેસ્ટર હોવાને લીધે તેને કોઈ ખાસ અહેમિયત આપતું નથી.
ગણેશજી જણાવે છે કે, તેઓએ આ કામ માટે આજથી ૧૦ વર્ષ પહેલાં ૨૦૧૦ માં સાંભળ્યું હતું. ત્યારબાદ તેઓએ આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કરી લીધો. અને તેમણે જર્મની ની ડોમેન્સ એકેડમી ઇન ગ્રાફ્લીફનગ ઈન્સ્ટીટયૂટમાં થી સર્ટિફિકેટ કોર્સ કર્યો.આ કામ વિશે વિસ્તારપૂર્વક જણાવતા ગણેશજી જણાવે છે કે, પાણી ની અલગ અલગ ઓળખ હોય છે. ગણેશજી એ આ કામને ખૂબ જ ખાસ બતાવ્યું છે. પાણી ના ફાયદાઓ પણ અલગ હોય છે. પાણી નો ઘણા પ્રકારે ટેસ્ટ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, આજે ગણેશ અય્યર આ કામ બેવરેજીસ કંપની વિન માં ભારત અને ભારતીય ઉપમહાદ્વીપ ના ઓપરેશન નિર્દેશક નાં રૂપમાં કરી રહ્યા છે.