બાલિકા વધુમાં આનંદી બની દર્શકોનાં હ્રદયમાં ખાસ જગ્યા બનાવી હતી, ફક્ત ૨૪ વર્ષની ઉમરમાં પોતાનું જીવન ટુંકાવી નાખ્યું

બાલિકા વધુમાં આનંદી બની દર્શકોનાં હ્રદયમાં ખાસ જગ્યા બનાવી હતી, ફક્ત ૨૪ વર્ષની ઉમરમાં પોતાનું જીવન ટુંકાવી નાખ્યું

ટીવી ઇન્ડસ્ટ્રી માં ફેમસ રહી ચૂકેલ અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી ફક્ત ચાલી ૨૪ વર્ષની ઉંમરમાં જ દુનિયાને છોડીને ચાલ્યા ગયા. પોતાના નિધન કારણ પ્રત્યુષા પોતે જ બન્યા હતા. તેમણેપોતાનું જીવન ટુકાવી નાખ્યું હતું. ૨૪ વર્ષની ખૂબ નાની ઉંમરમાં આ રીતે દુનિયા છોડીને ચાલી જતાં તેમનાં ફેન્સને ઝટકો લાગ્યો હતો. ૧૦ ઓગ્ષ્ટ ૧૯૯૧ માં ઝારખંડ નાં જમશેદપુરમાં પ્રત્યુષાનો જન્મ થયો હતો. અને ૧ એપ્રિલ ૨૦૧૫ માં ૨૪ વર્ષની ઉંમરમાં જ તે આ દુનિયા છોડી ચાલી ગયા હતા. પ્રત્યુષા બેનર્જી ને ટીવી સિરિયલ બાલિકા વધુ થી ખુબજ સફળતા મળી હતી. આ શોના કારણે જ તે દરેક ઘરમાં ખૂબ જ ફેમસ થયા હતા. પરંતુ પ્રત્યુષા બેનર્જી નો ટીવી ઈન્ડસ્ટ્રી નાં એ સ્ટાર્સ નાં લીસ્ટ માં સમાવેશ થઈ ગયો  જેમણે પોતાનું જીવન ટુકાવી નાખ્યું  હતું.

આજે પણ તેમના ફ્રેન્સ તેમને ખૂબ જ યાદ કરે છે. પ્રત્યુષા બેનર્જી બાલિકા વધુમાં કામ કરી ને દરેક દર્શકનાં હૃદયમાં પોતાની ખાસ જગ્યા બનાવી હતી. આ શોમાં કામ કરવાથી તેને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત થઇ હતી. પરંતુ તેમના માટે આ શો માં કામ કરીને સફળતા મેળવવાનું કામ કોઈ સરળ કામ ન હતું. તમને જણાવી દઈએ કે, બાલિકા વધુ માં આનંદી નું પાત્ર પહેલા અવિકા ગોર નિભાવી રહ્યા હતા. તેમણે આ પાત્રને સફળતા સુધી પહોંચડયું હતું અને લોકોના હ્રદય પર આનંદી નાં પાત્ર ની અલગ જ છાપ છોડી હતી. માટે જ્યારે આ રોલ પ્રત્યુષા ને આપવામાં આવ્યો હતો. ત્યારે આનંદીનું પાત્ર  પહેલાથી જ લોકપ્રિય હોવાના કારણે પ્રત્યુષા પર વધારે જવાબદારી હતી. તેમણે આનંદી નાં પાત્રને લોકપ્રિય બનાવી રાખવાની સાથે જ પોતાને પણ ઓળખ બનવાની હતી.

પ્રત્યુષા આ પાત્રને પોતાની એકટીગ થી સફળતા નાં શિખર પર પહોંચાડ્યું. સાથે જ તેમણે પોતાની પણ આઇડેન્ટિટી સાબિત કરી. પ્રત્યુષા ની પસંદગી જયારે આનંદી નાં પાત્ર માટે થઈ હતી ત્યારે તેમને ખુબ જ આંનદ થયો હતો. અને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રત્યુષા એ જણાવ્યું હતું કે, તે આનંદીનાં પાત્રમાં પોતાને પૂરી રીતે ઢાળશે. તે આ પાત્ર માટે પોતાને પૂરી રીતે તૈયાર કરશે. પરંતુ તેમની કોશિશ રહેશે કે, તે અવિકા ની નકલ નહીં કરે. ત્યારબાદ પ્રત્યુષા આનંદી નાં રોલમાં જોવા મળ્યા હતા. અને થોડા દિવસોમાં તેમણે પોતાના અભિનય થી દર્શકોનાં હૃદય પર પોતાની ખાસ જગ્યા બનાવી હતી.

પ્રત્યુષા ફક્ત બાલિકા વધુ સુધી જ સીમિત નહતા. તેમણે બિગ બોશ, પ્યાર તુને ક્યાં કિયા, સાવધાન ઈન્ડિયા, સ્વરાગિનિ, જેવી સિરિયલોમાં પણ પોતાની ઓળખ બનાવી હતી. એકબાજુ પ્રત્યુષા આમ પોતાની કારકિર્દીમાં સફળતા ના શિખરો સર કરી રહી હતી. ત્યાં બીજી બાજુ તેમનાં અંગત જીવનમાં ખૂબ જ ડિસ્ટર્બ હતી. પ્રત્યુષા ૨૦૧૫ માંજ વેપારી મકરંદ મલ્હોત્રા સાથે પોતાનો સંબંધ પૂરો કર્યો હતો. ત્યારબાદ નિર્માતા રાહુલ રાજ સિંહ નાં પ્રેમમાં પડ્યા હતા. પ્રત્યુષા એ ૧ એપ્રિલ ૨૦૧૬ નાં દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમના બોયફ્રેન્ડ રાહુલ રાજ પર શંકા કરવામાં આવી હતી.

પ્રત્યુષા નાં નિધનનાં ઘણા કારણો સામે આવ્યા હતા. એમાંથી એક કારણ પ્રત્યુષા અને રાહુલ વચ્ચેનાં ખરાબ સંબંધો હતું. રાહુલ પર પ્રત્યુષાનો મોબાઇલ લઇને ગાયબ થવાનો આરોપ પણ લાગ્યો હતો. પ્રત્યુષા બેનર્જીના નિધનની બાબત માં રાહુલ રાજ ની ધરપકડ પણ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસને પોતાનું નિવેદન આપતા રાહુલે જણાવ્યું હતું કે, પ્રત્યુષા છેલ્લા એક મહિનાથી તણાવમાં હતી. રાહુલે જણાવ્યું હતું કે ‘હું ડરી ગયો હતો’ તેથી મેં પોલીસને જાણકારી આપી ન હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં રાહુલ રાજને પ્રત્યુષાનાં નિધન માટે જવાબદાર ગણવામાં આવે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *