ફક્ત બે લાખમાં શરું કરો વાંસની બોટલો નો ઉદ્યોગ, સરકાર દ્વારા મળશે તાલીમ તેમજ લોન

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય બેરોજગાર યુવાનો તથા લઘુ ઉદ્યોગો ને પ્રોત્સાહન મળશે.સરકારે સિંગલ યૂઝડ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો. આનાથી વાંસ ઇન્ડસ્ટ્રીઝ ને મળશે નવી તાકાત કોરોના મહામારી નાં સમયમાં નોકરી કેટલી સુરક્ષિત છે એ દરેક વ્યક્તિ જાણે છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને બેરોજગારી ડામવા તથા પ્રદુષણને નિયંત્રણમાં રાખવા માટે નિતિવીષયક નિર્ણય કર્યો છે. એ મુજબ માત્ર બે લાખની રકમ રોકીને કોઈપણ વ્યક્તિ કે મંડળ વાંસની બોટલ બનાવવાનો વ્યવસાય શરૂ કરી શકશે. આનાં કારણે લઘુ ઉધોગો ને પ્રોત્સાહન મળશે. સરકારે સિંગલ યુઝડ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જેનાં પગલે વાંસ ઉદ્યોગને નવું બળ મળશે. તેથી વાંસની બોટલ,કપ પ્લેટ વિગેરેની માંગમાં વધારો થશે.વર્તમાન સમયમાં ધંધા રોજગાર પર કોરોના ને લઇને માઠી દશા બેઠી છે. સરકારે બેરોજગારી દુર કરવાં માટે મક્કમ નિર્ધાર કર્યો છે. વધતાં જતાં પ્રદુષણ ને લીધે વિશ્વભરમાં ચિંતાનો માહોલ છવાઇ ગયો છે. વાંસના નવાં ઉદ્યોગનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. તે ઉદ્યોગ બાબતે આપણે અહીં વિસ્તૃત જાણકારી મેળવીશું.
વાંસમાંથી ઘણી બધી ચીજો બની શકે છે. જેમ કે, જ્વેલરી, હેન્ડીક્રાફટ ની વસ્તુઓ, ટેબલ લેમ્પ વગેરેની માર્કેટમાં જબરદસ્ત ડીમાન્ડ છે. અગર જો તમે વાંસની બોટલોનો ઉદ્યોગ નાનાં પાયે શરૂ કરવા ઇચ્છતા હોય તો ફક્ત બે લાખમાં વ્યવસાય શરૂ કરી શકો છો. એ માટે ખાદી ગ્રામોદ્યોગનો પ્રોજેક્ટ રિપોર્ટ પ્રમાણે પ્રોડક્ટ બનાવવાં અને બિઝનેસ શરૂ કરવા માટે ૧,૭૦,૦૦૦ નો કાચો માલ ખરીદવો પડેછે. વાં વ્યવસાય માટે તમારી પાસે ૫૦૦ સ્ક્વેર ફૂટની જગ્યા હોવી જોઈએ. એ જગ્યામાં ૧ લાખ રૂપિયામાં શેડ, ૧૫ હજારમાં સાધનો જેવા કે, ચપ્પુ, વાંસ કાપવાનાં ઓજાર, હથોડા, ડ્રીલ વગેરેનો સમાવેશ થાય છે. અને વર્કિંગ કેપીટલ માટે ૮૦,૦૦૦ રૂપિયા ની જરૂર પડશે. આ બધાં મળીને કુલ રૂપિયા ૧.૯૫ લાખનું રોકાણ કરવું પડે.
ખાદી ગ્રામોદ્યોગ વિભાગનાં જણાવ્યા મુજબ ૭૫૦ એમએલ ની વાંસની બોટલ ની માર્કેટ વેલ્યુ ૩૦૦ રૂપિયા હોય છે. જો તમે આ તાલીમ લેવા ઇચ્છતા હોય તો નેશનલ બામ્બુ પરથી જાણકારી મેળવી શકશો. તેમની વેબસાઇટ દ્વારા સંપર્ક કરવાથી ફી તથા સંસ્થાની પુરી જાણકારી મળી રહેશે. જે તાલીમ પણ આપશે. એ માટે ખાદી ગ્રામોદ્યોગની વેબસાઇટ પરથી વધુ માહિતી મળી શકશે.