ફક્ત કુંડળી નાં કારણે જ નહીં પરંતુ આ કારણો થી પણ લગ્નમાં વિલંબ થાય છે, જાણો તમે તો નથી કરી રહ્યા ને આ ભુલો

એકલા જીવન જીવવું કોઈને પસંદ હોતું નથી. જીવન માં એક સમય એ દરેક વ્યક્તિ ને સાચા પાર્ટનર ની જરૂર હોય છે. આજ કારણે આપણે લગ્ન કરીએ છીએ. જોકે ઘણા લોકો એવા પણ હોય છે કે જેમનાં લગ્ન લાખો કોશિશ કરવા છતાં પણ જલદીથી થતા નથી. અને તેને તેમની પસંદગી ના જીવન સાથી મળતા નથી. એવામાં તમે વિચાર્યું છે કે, આવું કેમ થાય છે તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે ચાલો જાણીએ તે કારણો વિશે
લગ્ન માટે મેન્ટલી તૈયાર ન હોવું
પહેલા તમારી જાતને એ સવાલ પૂછવો કે તમે લગ્ન માટે માનસિક રૂપથી તૈયાર છો? ઘણીવાર બ્રેકઅપ થવાના કે કોઈ તરફથી મળેલ દગા નાં કારણે લોકો લગ્ન ને મલમની જેમ ઉપયોગ કરે છે. તે લોકો બસ એટલા માટે જ લગ્ન કરે છે કે, તેમને મળેલ દુઃખ ઓછું થાય અને તે એકલા ના થઈ જાય. આવું કરવાથી જ્યારે તમે નવા પાર્ટનર ને શોધશો ત્યારે તમે તેની સાથે કનેક્ટ થઈ શકશો નહીં. અને તેનાંમાં તમારી રુચિ રહેશે નહી.
સુંદર વ્યક્તિ ની શોધ
વ્યક્તિનો સ્વભાવ જોવો તેનો દેખાવ નહીં આ વાત લોકો ભલે કહે છે. પરંતુ રિયલ લાઇફમાં કોઈ તેને ફોલો કરતું નથી. આજે પણ લોકો પોતાનાં માટે સુંદર અને રૂપાળી વ્યક્તિ જ પસંદ કરે છે. તેવામાં આમ, વધારે પડતા નખરાનાં લીધે પણ લોકો કુંવારા રહી જાય છે.
વધારે રિજેક્શન
તમે લગ્ન માટે વારંવાર પ્રયત્ન કરો છો. પરંતુ કોઈને કોઈ કારણ નાં લીધે તમને દરેક વાર રિજેક્ટ કરવામાં આવે છે. આ વાત તમારા આત્મવિશ્વાસ ને કમજોર બનાવે છે. અને તમે ડિપ્રેશનમાં ચાલ્યા જાઓ છો. અને હાર માની લો છો. અને માનસિક નક્કી કરી લો છો કે લગ્ન જ નહીં કરું. રિજેક્શન નાં કારણે તમારો આત્મવિશ્વાસ ઓછો ન થવા દેવો અને પોતાને સુધારી અને પ્રયત્ન કરતા રહેવું.
પૈસા
પૈસા પણ ઘણીવાર લગ્નમાં અડચણ બને છે. ક્યારેક છોકરી વાળાઓ ફક્ત સરકારી નોકરી કરતા છોકરાઓ જ પસંદ કરે છે. છોકરી કંઈજ ન કરતી હોય છતાં પણ છોકરો તેને સારી સેલરી વાળો જ જોઈએ છે. તેમજ છોકરા વાળાઓ ઘણીવાર દહેજની લાલચ માં ગરીબ ઘરની છોકરી ઓને રિજેકટ કરે છે. આ બંને પ્રકારની વિચારસરણીમાં પરિવર્તન લાવવું જોઈએ.
વ્યવહાર
એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ નાં લગ્નમાં કુંડળી નાં કારણે જ વિલંબ થઈ રહ્યો હોય. ઘણીવાર તમારા ખરાબ વર્તનને કારણે પણ આવું થતું હોય છે. તમે છોકરો કે છોકરી ની શોધ કરતા સમયે તેની સાથે કઈ રીતે વાત કરો છો. અને તેને કઈ રીતે ટ્રીટ કરો છો તે પણ ખૂબ જ મહત્વનું છે.