ફક્ત વજન વધવાના લીધે નહીં પરંતુ આ કારણે પણ વધી શકે છે, પેટ પરની ચરબી થઈ શકે છે આ ગંભીર બીમારી

આજકાલ ના સમયમાં વજન વધવું એ ગંભીર સમસ્યા બની રહી છે. વધારે વજન વાળા લોકોની વાત કરવામાં આવે તો ભારત બીજા સ્થાન પર આવે છે. જ્યાં ૪૭ ટકા લોકો વજન વધવાનાં કારણે પરેશાન છે. વધારે વજન એ ઘણીવાર લોકો માટે ડિપ્રેશન નું કારણ બની રહે છે.સમય નો અભાવ અને વ્યસ્ત લાઈફ સ્ટાઈલ નાં લીધે આજકાલ લોકો પોતાની તંદુરસ્તી પર ધ્યાન આપી શકતા નથી. તેથી તેમનું વજન વધતું જાય છે અને લોકોને પેટ પરની ચરબી વધવાની સમસ્યા થાય છે. તેમનું પેટ બહાર નિકળવા અને ફૂલવા લાગે છે. ઘણા લોકો એવા પણ હોય છે જેનું શરીર પતલુ હોય છે પરંતુ પેટ બહાર નીકળેલું હોય છે. જો કે તમને જણાવી દઈએ કે દર વખતે પેટ બહાર નીકળવા નું કે ફૂલવાનું કારણ વધારે વજન હોતું નથી. ઘણીવાર ગંભીર કારણોના લીધે પણ પેટ ફૂલી જાય છે. તમને જણાવી દઈએ કે ઘણા કારણો હોય છે જેનાથી પેટ પરની ચરબી વધે છે.
હોર્મોન્સ માં બદલાવ
શરીરમાં જ્યારે હોર્મોનલ બદલાવ આવે છે. ત્યારે તેની અસર તમારા મૂડની સાથે તમારા પાચનતંત્ર પર પણ પડે છે. ખાસ કરીને જ્યારે તમારું ઊઠવાનું-સુવાનું, ખાવા-પીવાનો સમય અનિશ્ચિત હોય ત્યારે સૌથી વધારે હોર્મોનલ ડીસબેલેન્સ થાય છે. તેનાં કારણે પણ વ્યક્તિ નાં પેટ પરની ચરબી માં વધારો થાય છે. જો તમને પેટ વધવાની સમસ્યા હોય તો એકવાર અવશ્ય હોર્મોનલ ટેસ્ટ કરાવો.
અંડાશય માં કેન્સર
જો તમારું પેટ વારંવાર ફૂલેલું રહે તો તેનું એક કારણ તમારા અંડાશય માં કેન્સર નું પણ હોય છે. હકીકતમાં જ્યારે અંડાશયમાં કેન્સર વિકસિત થઈ રહ્યું હોય છે ત્યારે તમારી પાચનશક્તિ પર ખરાબ અસર કરે છે. જો કે દુઃખની વાત એ છે કે અંડાશય માં કેન્સર વિશે ખૂબ જ પાછળથી ખ્યાલ આવે છે. તેને ડાયગ્નોસીસ કરવું ખૂબ મુશ્કેલ હોય છે.
ઓટો ઇમ્યુન ડિસઓર્ડર
ઓટો ઇમ્યુન ડિસઓર્ડર હોવાને કારણે શરીર ની કોશિકાઓ શરીર ની બીજી સ્વસ્થ કોશિકાઓ ને નુકસાન પહોંચાડે છે. સીલીઅક ડિસીઝ નામની એક બીમારી ને કારણે હંમેશા વ્યક્તિને પેટમાં દુખાવાની સમસ્યા રહે છે. આ બીમારીમાં વ્યક્તિ હંમેશા થાક અનુભવે છે. કોઈપણ પ્રકારની મહેનત કે પ્રયાસ વગર જ તેમનું વજન ઘટવા લાગે છે. આ સમસ્યા મોટાભાગે એવા લોકોને થાય છે કે જેને ઘઉ માં રહેલ ગ્લુટન ની એલર્જી હોય છે. ઘઉં અને તેનાથી બનેલી વસ્તુઓ નું સેવન કરવાથી તેવા લોકોને પેટ ફુલવાની સમસ્યા રહે છે. આ સમસ્યાનું સમાધાન તમારી ઉંમર અનુસાર ડોક્ટર જ આપી શકે છે.
ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ
ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ ને આઈબીએસ પણ કહેવામાં આવે છે. જોકે આ સમસ્યા માં તમને પાચન ની કોઈ પરેશાની થતી નથી. પરંતુ તમારા આંતરડા માં બેક્ટેરિયા ખૂબ જ સેન્સિટિવ થઈ જાય છે. જેનાં કારણે પેટ ફુલવાની સમસ્યા થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, તેનાં અન્ય બીજા લક્ષણ અને કારણ પણ હોઈ શકે છે.