ફેબ્રુઆરી મહિનામાં આ ૩ ગ્રહ કરી રહ્યા છે ગોચર, આ રાશિનાં જાતકોને થશે જબરજસ્ત લાભ

ગ્રહોની બદલતી ચાલ આપણા જીવનમાં ખૂબ જ અસર કરે છે. કેટલાક લોકોનાં જીવનમાં તેની શુભ અસર જોવા મળે છે તો ઘણા લોકોને માટે રાશિ પરિવર્તનથી કષ્ટદાયક દિવસોની શરૂઆત થાય છે. ફેબ્રુઆરી મહિનામાં ૩ ગ્રહો પોતાની રાશિ બદલી રહ્યા છે આ ત્રણેય ગ્રહોનાં રાશિ પરિવર્તનની તમારા જીવન પર અસર જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં સૂર્ય શુક્ર અને મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરશે આ રાશિ પરિવર્તન ની અસર ૧૨ રાશિઓ પર થશે આ ગ્રહો ક્યારે ગોચર કરી રહ્યા છે અને તેનો શુભ પ્રભાવ કઈ રાશિઓ પર જોવા મળશે તેની જાણકારી આ પ્રકારે છે
સૂર્યનું કુંભ રાશિમાં ગોચર
જ્યોતિષ અનુસાર ફેબ્રુઆરીમાં પહેલા સૂર્ય ગ્રહણ ગોચર થવાનું છે ૧૨ ફેબ્રુઆરી નાં સૂર્યદેવ મકર રાશિ માંથી નીકળી અને કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને ૧૪ માર્ચ ૨૦૨૧ સુધી તે જ રાશિમાં રહેશે સૂર્ય ગ્રહ ને સૌર્ય ગ્રહને દરેક ગ્રહ નાં પ્રધાન ગણવામાં આવે છે. અને સૂર્ય ગ્રહ સ્વાસ્થ્ય, યશ, માન-સન્માન નાં કારક પણ છે. સૂર્ય નો કુંભ રાશિમાં પ્રવેશ થવાથી આ રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થશે. આ રાશિના લોકોનાં માન સન્માનમાં વધારો થશે. ધનલાભ પ્રાપ્ત થશે. સૂર્યદેવ નાં ગોચરથી કુંભ રાશિવાળા લોકોનું ભાગ્ય ખૂલી જશે અને સરકારી કામકાજમાં પણ સફળતા પ્રાપ્ત થશે.
શુક્ર દેવ નું કુંભ રાશિમાં ગોચર
ફેબ્રુઆરી મહિનામાં બીજા ગ્રહ રાશિ પરિવર્તન કરવાનો છે તે ગ્રહ શુક્ર ગ્રહ છે ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ મકર રાશિમાંથી નીકળી અને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં આ ગ્રહ ૧૭ માર્ચ ૨૦૨૧ સુધી રહેશે. શુક્ર ગ્રહ ને કલા, ધન, ભૌતિક સુખનો કારક ગણવામાં આવે છે શુક્ર ગ્રહ નાં ગોચરથી કુંભ રાશિ વાળા ને ફક્ત લાભ લાભ મળશે આ સમય દરમ્યાન કુંભ રાશિના જાતકોને ધન કમાવવાના સારા અવસર પ્રાપ્ત થશે નોકરી અને કારકિર્દીમાં માટે આ ગોચર ઉત્તમ સાબિત થશે.
મંગળ ગ્રહ નું વૃષભ રાશિમાં ગોચર
મંગળ ગ્રહ વૃષભ રાશિમાં ફેબ્રુઆરી મહિનામાં ગોચર કરશે. જ્યોતિષ અનુસાર આ ગ્રહ આ મહિનાની ૨૨ તારીખે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે મંગળ ગ્રહને ગ્રહોનાં સેનાપતિ ગણવામાં આવે છે તે ક્રોધ, ઊર્જાશક્તિ, યુદ્ધ નાં કારક ગણવામાં આવે છે. આ રાશિમાં મંગળનું ગોચર ઘણી બાબત માટે શુભ ફળ પ્રદાન કરશે જ્યારે ઘણી બાબતો માટે થોડું અશુભ પણ પ્રાપ્ત થશે. મંગળ નાંઆ ગોચર નાં કારણે વૃષભ રાશિનાં જાતકો માં સાહસમાં વૃદ્ધિ જોવા મળશે સાથે જ કારકિર્દી નાં ક્ષેત્રમાં અનુકૂળ પ્રભાવ પડશે. ધનલાભ થશે. પરંતુ વૈવાહિક જીવનમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું અને કોઈ સાથે લડાઈ કરવાથી બચવું.
કરો આ ઉપાય
- અન્ય રાશિના લોકોને નીચે જણાવેલ ઉપાયો કરવા આ ઉપાયો કરવાથી ગ્રહ અનુકૂળ થઈ અને સારું ફળ પ્રદાન કરેછે.
- સૂર્યગ્રહ ને અનુકુળ કરવા માટે દરરોજ સૂર્યદેવ ની પૂજા કરવી અને અર્ધ્ય આપવું.
- શુક્ર ગ્રહ ને તમારી અનુકૂળ બનાવવા માટે સફેદ રંગની વસ્તુઓનું દાન શુક્રવાર નાં દિવસે કરવું
- મંગળ ગ્રહનાં ખરાબ પ્રભાવથી બચવા માટે મંગળવાર નાં દિવસે હનુમાનજીનું પૂજન કરવું સાથે જ હનુમાનજીને લાલ રંગની વસ્તુઓ અર્પણ કરવી.