ફેટી લીવર થી પરેશાન લોકો એ કયાં ફૂડ આઈટમ થી દુર રહેવું જોઈએ

હેલ્થ એક્સપટ નાં કહેવા મુજબ ફેટી લીવર થી પીડિત લોકોને લીવરમાં સોજો આવી જાય છે જેનાં કારણે દરદીને ખૂબ જ દુખાવો અને બળતરા સહન કરવી પડે છે. જાણકારોનું કહેવું છે કે ફેટી લીવર નાં રોગીઓએ કેટલીક ફૂડ આઈટમ નું સેવન કરવું જોઇએ નહીં.ફેટી લીવર ની બીમારી થી પીડિત લોકોનાં લીવર ની આસપાસ ફેટ નું મોટું થર જામી જાય છે. જેનાં કારણે લીવર પોતાનું કાર્ય સારી રીતે કરી શકતું નથી. આ બીમારીથી પરેશાન લોકોને ભોજન પચાવવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે સાથે જ આ બીમારીથી પરેશાન લોકોએ ખાવા-પીવામાં પણ તકલીફ થાય છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે ફેટી લીવર થી પરેશાન લોકોએ ખૂબ જ દુખાવો સહન કરવો પડે છે. માટે તે લોકોએ આ ફૂડનું સેવન કરવું જોઇએ નહીં.
ઓઈલી ફુડ
ફેટી લીવર ની સમસ્યા લીવર પર ચરબી નું થર જામી જવાના કારણે થાય છે. એવામાં એ જરૂરી છે કે ફેટી લીવર થી પરેશાન લોકોએ વધારે પડતા ઓઈલી ફૂડનું સેવન ન કરવું કારણ કે એવા ફૂડ નું સેવન કરવાથી લીવર પર ફેટ નું વધારે મોટું થર જામી જાય છે. જેનાં કારણે વધારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
શરાબનું સેવન ન કરવું
ફેટી લીવર ની બીમારી થવાનું એક મોટું કારણ શરાબનું સેવન છે. જણવામાં આવે છે કે શરાબ નું સેવન કરનાર લોકોનાં લીવર પર ફેટ જમા થઈ જાય છે જેનાં કારણે તેનાં લીવર પર સોજો વધવા લાગે છે. લાંબો સમય સુધી લીવર અસ્વસ્થ રહેવાથી સોજો ઉતરતો નથી અને લીવર ડેમેજ થઈ શકે છે.
જંક ફુડ
જાણકારોના મત મુજબ જંક ફૂડનું સેવન કરવાથી લીવર પર દબાણ પડે છે કારણ કે જંક ફૂડમાં ખૂબ જ ઘી, તેલ અને મેંદા નો ઉપયોગ કરવામાં આવે છે. જે લીવર માટે નુકશાનદાયક સાબિત થાય છે તેથી કોશિશ કરવી કે જંકફૂડનું સેવન ન કરવું. કારણ કે તેનાથી તમને હેપેટાઇટિસ બી ની બીમારી પણ થઈ શકે છે.
હાઈ ફાઈબર ફુડ
ફેટી લીવર ની પરેશાની વાળા લોકો નું લીવર કમજોર હોય છે એવામાં જરૂરી છે કે ફેટી લીવર વાળા લોકો હાઈ ફાઈબર ફૂડને પોતાની ડાયટમાં સામેલ ના કરે કહેવામાં આવે છે કે, હાઈ ફાઈબર ફૂડ લેવાથી લિવર પર દબાણ વધે છે.