ફિલ્મો ઉપરાંત આ વસ્તુઓ માંથી પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે અક્ષય કુમાર, ૨૦૨૦ માં કમાયા હતા ૩૫૬ કરોડ રૂપિયા

હિન્દી સિનેમા નાં દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર પોતાના શાનદાર કામની સાથે ખૂબ જ કમાઈ કરવા માટે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ ધરાવે છે. અક્ષય કુમાર બોલીવુડ નાં એક એવા અભિનેતા છે જે સરળતાથી વર્ષ માં 3 થી ૪ ફિલ્મ કરે છે. ૫૩ વર્ષની ઉંમરમાં પણ અક્ષય કુમાર એક એક પછી એક હિટ ફિલ્મ આપી રહ્યા છે. અક્ષય કુમાર પોતાના કામની સાથે તેમની આવક માટે પણ હંમેશા ચર્ચામાં હોય છે. અક્ષયકુમાર ની ૨૦૨૦ નાં વર્ષ ની કમાણી ની વાત કરીએ તો, તેઓએ તે સમય દરમ્યાન અરબો રૂપિયાની કમાણી કરી હતી.
હાલમાં એક રિપોર્ટ સામે આવી છે જેમાં અક્ષય કુમાર ની ૨૦૨૦ ની કમાણી વિશે જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ કે, હાલમાં ફોર્બ્સ એ દુનિયામાં સૌથી વધારે કમાણી કરનાર ટોપ સેલિબ્રિટી નું એક લિસ્ટ જણાવ્યું હતું. તે સૂચિમાં હિન્દી સિનેમા નાં સુપરસ્ટાર અક્ષય કુમાર નો પણ સમાવેશ થાય છે. જણાવી દઈએ કે ફોર્બ્સની લિસ્ટમાં અક્ષય કુમાર ૫૨ માં સ્થાન પર છે. ૨૦૨૦ ફોબર્સ નાં રીપોટ મુજબ ખિલાડી કુમારે વર્ષ ૨૦૨૦ માં કુલ ચાર ૪૮.૫ મિલિયન ડોલરની કમાણી કરી હતી. ભારતીય મુદ્રા માં આ રકમ ૩૫૬ કરોડ રૂપિયા થાય છે. મહત્વની વાત છે કે, અક્ષય કુમાર ફિલ્મોની સાથે સાથે જાહેરાત વગેરેમાંથી પણ ભારી કમાણી કરે છે. તે બોલિવૂડ નાં સૌથી વધુ ફી લેનાર અભિનેતાઓમાં આ એક છે.
અતરંગી માટે ૧૨૦ કરોડ રૂપિયા ફી
અક્ષય કુમાર ને હીટ મશીન નાં રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આજના સમયનાં દરેક ફિલ્મ મેકર તેને પોતાની ફિલ્મમાં લેવા ઇચ્છે છે. કારણ કે, અક્ષય કુમાર જે ફિલ્મમાં હોય છે તે ફિલ્મની સફળતાની ગેરેંટી હોય છે. તમને જણાવી દઈએ કે, આ સમયે અક્ષયકુમાર પોતાની આગામી ફિલ્મ અતરંગી રે ની શૂટિંગમાં વ્યસ્ત છે. ખાસ વાત એ છે કે, અક્ષય કુમાર આ ફિલ્મ માટે ૧૨૦ કરોડ રૂપિયા જેવી ફી લઈ રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે મહત્વ ની ભૂમિકામાં સારા અલી ખાન અને અભિનેતા ધનુષ પણ જોવા મળશે.
અક્ષય કુમારની ગણતરી હિન્દી ફિલ્મોમાં ખૂબ જ અનુશાસિત અને વ્યસ્ત કલાકારોમાં કરવામાં આવે છે. અક્ષય કુમાર ની પાસે અતરંગી ની સાથે જ ઘણા મોટા પ્રોજેક્ટ પણ છે. અક્ષયકુમાર છેલ્લી વાર ફિલ્મ લક્ષ્મી માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ નવેમ્બર ૨૦૨૦ દિવાળી નાં ટાઈમ પર ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. અક્ષય કુમાર તેમાં એક ટ્રાસ જેન્ડર નાં રોલમાં જોવા મળ્યા હતા. તેની સાથે મહત્વ નાં રોલમાં એક્ટર કિયારા અડવાણી એ કામ કર્યું હતું.
જણાવી દઈએ કે, અક્ષય કુમાર જલ્દી જ રિલીઝ થનારી ફિલ્મો માં સૂર્યવંશી પણ સામેલ છે. માર્ચ ૨૦૨૦ માં સૂર્યવંશી નું ટ્રેલર રજુ કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મ કોરોના ને કારણે હજી સુધી રિલીઝ થઈ શકી નથી. અક્ષય કુમારની આ ફિલ્મ ખૂબ જ પ્રતિષ્ઠિત બતાવવામાં આવી રહી છે. જેમાં તેમની સાથે મહત્વ નાં રોલ માં કેટરીના કેફ જોવા મળશે.
અક્ષય કુમારની આવનારી ફિલ્મમાં બચ્ચન પાંડે, બેલબોટમ, રામસેતુ, રક્ષા બંધન પૃથ્વીરાજ ચૌહાણ નો પણ સમાવેશ થાય છે. તેમાંથી બેલબોટમ ની શૂટિંગ પૂરૂ થઈ ગયું છે. જ્યારે બચ્ચન પાંડે ની શૂટિંગ હજી સુધી ચાલુ છે. આશા છે કે, આ વર્ષે અક્ષયકુમાર ૩ થી ૪ ફિલ્મોમાં જોવા મળશે.