ફક્ત આ લોકોએ ધારણ જ કરવું જોઈએ મૂંગા રત્ન, અન્ય લોકોને થઈ શકે છે નુકસાન

જ્યોતિષશાસ્ત્ર આપણા જીવનમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. કોઈને કોઈ ઉપાય જણાવી આપણા જીવનની દરેક સમસ્યા દૂર કરી શકે છે. જેમ કે જો આપણી કુંડળી માં ગ્રહની સ્થિતિ ખરાબ હોય તો હીરા, પન્ના, નીલમ, રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવામાં આજે અમે તમને મંગળ ગ્રહ નાં રત્ન મૂંગા વિશે અગત્યની વાતો જણાવા જણાવવા જઈ રહ્યા છીએ. મંગળ ગ્રહો ને સેનાપતિ ગ્રહ ગણવામાં આવે છે. તેનો રત્ન મૂંગા પહેરવાથી ઘણી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. જોકે મૂંગા રત્ન દરેક વ્યક્તિ ધારણ કરી શકતી નથી એવામાં જ્યોતિષની સલાહ બાદ તે પહેરવો જોઈએ. જો અયોગ્ય વ્યક્તિ તે મૂંગા રત્ન પહેરે છે તો લાભને બદલે નુકસાન થઇ શકે છે. તેથી નીચે જણાવેલ વાતો ને ધ્યાનથી સમજવી અને તે અનુસાર મૂંગા રત્ન ધારણ કરવો.
- મૂંગા રત્ન ધારણ કરતા પહેલા તમારી કુંડળી કોઈ સારા જ્યોતિષ ને બતાવી જોકે મંગળની બે રાશિઓ મેષ અને વૃશ્ચિક હોય છે. મેષ રાશિ નો સંબંધ અગ્નિ તત્વ સાથે છે અને જ્યારે વૃશ્ચિક જળ તત્વ પ્રધાન રાશિ છે.
- મંગળ ગ્રહ તમારી કુંડળીમાં ૧ ,૬ કે ૮ માં ભાવમાં હોય ત્યારે જ્યોતિષ ની સલાહ વિના મૂંગા રત્ન ધારણ કરવો નહિ. આવી સ્થિતિ માં મૂંગા પહેરવાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે.
- જે લોકોની રાશિ મેષ,વૃશ્ચિક, સિંહ, ધન, મીન અને લગ્ન મેષ વૃશ્ચિક રાશિ હોય તેવા લોકોએ મૂંગા પહેરી શકે છે. તેવા લોકો ને આ રત્ન પહેરવાથી પૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે.
- મૂંગા રત્ન ની સાથે પોખરાજ મોતી જેવા રત્ન પહેરી શકો છો. આ ઉપરાંત મંગળ નાં મિત્ર સૂર્ય હોવાને કારણે સાથે માણિક પણ પહેરી શકો છો.
- મૂંગા, માણિક, પોખરાજ અને મોતી નું સંયુક્ત લોકેટ બનાવીને ધારણ કરવામાં આવે તો તે વધારે લાભકારી સિદ્ધ થાય છે.
- મૂંગા રત્ન એ લોકો એ ધારણ કરવો વધારે યોગ્ય રહેશે જેનામાં બહાદુરી અને આત્મવિશ્વાસની કમી હોય. ઉપરાંત રક્ત વિકાર, સુસ્તી, ખરાબ સપના આવવા પોતાની કુંડળી જ્યોતિષ ને બતાવીને મૂંગા રત્ન ધારણ કરી શકે છે.
- તમે જ્યારે પણ આ રત્ન ધારણ કરો ત્યારે ચાંદી, તાંબા કે સોનાની ધાતુમાં ધારણ કરવો તેને હાથ ની તર્જની, મધ્ય કે અનામિકા આંગળી પર ધારણ કરી શકાય છે.
- કુંડલી માં મંગલ દોષ હોય ત્યારે મૂંગા રત્ન ધારણ કરવો જોઈએ તેનાથી મંગળ દોષ દૂર થાય છે