ગર્ભવતી મહિલાઓએ શિયાળાની સિઝનમાં જરૂર રાખવું જોઈએ આ વાતોનું ધ્યાન

ગર્ભાવસ્થાની શરૂઆત શિયાળાની સિઝનમાં થતી હોય તો મહિલાઓએ આ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે એનું કારણ છે કે, કેટલીક મહિલાઓ જે પહેલી વાર માં બનવાની હોય છે તેને ઓછી જાણકારી હોય છે કે તેને ઠંડીની સિઝનમાં કફ અને ઇન્ફેક્શન ની તકલીફ થઈ શકે છે તો ચાલો જાણીએ ગર્ભાવસ્થામાં મહિલાઓએ કઇ વાતોનું ધ્યાન શિયાળાની સિઝનમાં રાખવું જોઈએ.
પાણી પીવું જરૂરી
અન્ય સિઝન કરતાં શિયાળાની સિઝનમાં પાણી તરસ ઓછી લાગે છે પરંતુ ગર્ભવતી મહિલાઓ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભલે તરસ ના હોય છતાં પણ શિયાળાની ઋતુમાં પર્યાપ્ત માત્રામાં પાણી પીતા રહેવું જોઈએ જેના કારણે શરીર હાઇડ્રેટેડ બની રહે સાથે જ પર્યાપ્ત માત્રામાં તરલ પદાર્થો નું સેવન કરતા રહેવું જોઈએ
શરદી થી બચવું
શિયાળા ની ઋતુઓમાં સ્ટાઇલીસ દેખાવા માટે જેકેટ નો ઉપયોગ કરી શકીએ છીએ માટે સારી રીતે કપડા પહેરવા તેમાં બેદરકારી રાખવી નહીં. શિયાળાની સિઝનમાં સામાન્ય લોકો ની જેમ પ્રેગ્નન્ટ મહિલાઓ ની સ્કિન સુકી થઈ જાય છે અને સાથે જ સ્કીન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ પરેશાન કરી શકે છે. એવામાં સ્કિનને પ્રાકૃતિક રૂપથી મોઈશ્ચરાઈઝ રાખવા માટે હંમેશા વિટામીન સી યુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઇએ જેમ કે સંતરા સંતરાનું જ્યુસ આ ઉપરાંત રાતના સૂતા પહેલા કેસરવાળું દૂધ પીવું જોઈએ જેનાથી શરીરમાં ગરમી રહે છે અને ઊંઘ પણ સારી આવે છે.
શિયાળાની સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં શાકભાજીઓ અને ફળો મળે છે તો આ સિઝનમાં ગર્ભવતી મહિલાઓએ વધારે પ્રમાણમાં શાકભાજી અને ફળોનો નું સેવન કરવું જોઈએ જેનાથી તેની તંદુરસ્તી સારી રહે અને આવનાર બાળકનો વિકાસ પણ સારી રીતે થી શકે.સાથે જ શિયાળાની સિઝન માં ગર્ભવતી મહિલાઓએ બહાર નીકળતી વખતે ગરમ કપડા પહેરવા જોઈએ સાથે જ કાનમાં પવન ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ ઠંડા પદાર્થોનું સેવન કરવાથી બચવું બચવું જોઈએ ફ્રિઝમાં રાખેલો ખોરાક કે ફ્રીજનું પાણી પીવું જોઈએ નહિ. ફ્રેશ અને ગરમ ખોરાકનું સેવન કરવું જોઈએ. સાથે જ બહાર નાં ખોરાક થી દુર રહેવું જોઈએ તેમજ વધારે પડતા તૈલીય ખોરાક નું સેવન પણ ના કરવું જોઈએ.