ગરમ પાણી ફક્ત ફાયદો જ નથી કરતું, તેના ધણા નુકસાન પણ છે, જાણો તેને પીવાની સાચી પદ્ધતિ

ગરમ પાણી ફક્ત ફાયદો જ નથી કરતું, તેના ધણા નુકસાન પણ છે, જાણો તેને પીવાની સાચી પદ્ધતિ

આ દિવસોમાં સવારે સવારે ઉઠીને ખાલી પેટ ગરમ પાણી પીવાનો ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ વસ્તુ એટલી બધી હાઈલાઈટ થઈ રહી છે કે, ફક્ત ઉમર લાયક લોકો જ નહિ પરંતુ યંગ લોકોએ પણ ગરમ પાણી પીવાનું શરૂ કરી દીધું છે. એ વાતમાં કોઈ શંકા નથી કે ગરમ પાણીથી ઘણા ફાયદાઓ થાય છે. જેમ કે, વજન ઓછું થવું,પેટ સારી રીતે સાફ થવું., સ્કિન અને વાળ સ્વસ્થ રહેછે. પરંતુ કોઈ પણ વસ્તુનો વધારે પ્રમાણમાં સેવન નુકસાનદાયક થઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમને તે વસ્તુ નાં સેવન ની સાચી પદ્ધતિ નો ખ્યાલ ના હોય ત્યારે ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. ગરમ પાણીની સાથે પણ એવું જ છે. જો તમે વર્ષોથી સતત ગરમ પાણી પીતા હોવ તો તેને ખોટી રીતે પીઈ રહ્યા હોવ તો તમને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી રહ્યું છે, આજે આ આર્ટીકલ દ્વારા ગરમ પાણી પીવા ની સાચી પદ્ધતિ અને તેનાં નુકશાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ

ગરમ પાણી નાં નુકસાન

જો તમે વધારે ગરમ પાણી પીવો છો તો તમારા મોઢામાં ચાંદા પડવાની સમસ્યા થાય છે આ ઉપરાંત જીભ બળી જવાના ચાન્સ પણ વધી જાય છે. વિશેષજ્ઞો જણાવે છે કે, વધારે ગરમ પાણી પીવાથી કિડની પર નકારાત્મક પ્રભાવ પડે છે. જ્યારે તમે વધારે ગરમ પાણી પીવો છો તો મોઢાની અંદર નો ભાગ બળવા નાં ચાન્સ રહે છે. સતત ગરમ પાણી પીવાથી શરીરની એકાગ્રતા અસંતુલિત થઇ શકે છે. વધારે ગરમ પાણી પીવાથી મસ્તિકની કોશિકાઓમાં સોજો આવી શકે છે.

ગરમ પાણી પીવાની સાચી પદ્ધતિ

ખૂબ વધારે ગરમ પાણી પીવાથી બચવું. તેની જગ્યાએ નવશેકું ગરમ પાણી પીવું. જો પાણી વધારે ગરમ હોય તો તેને ઠંડુ થવા દેવું ત્યારબાદ તેને પીવું. રોજ ગરમ પાણી પીવાથી બચવું વચ્ચે-વચ્ચે થોડો ગેપ આપતા રહેવું જેમકે અઠવાડિયામાં એક-બે દિવસ ગરમ પાણી પીવું જોઈએ નહીં તેની જગ્યાએ સાધારણ પાણી જ પીવું અથવા તો ઓછું ગરમ પાણી પીવું.ગરમ પાણીમાં લીંબુ, હળદર અને મધ જેવી વસ્તુઓ મેળવીને પીવાથી ફાયદો થાય છે.

ડોક્ટર પાસે ચેકઅપ કરાવી અને તેમની સલાહ બાદ જ ગરમ પાણી પીવાનું શરૂ કરવું ગરમ પાણીની યોગ્ય માત્રા નક્કી કરવી. કેટલાક લોકોને આદત હોય છે કે, ઠંડી નાં ચક્કરમાં તે આખો દિવસ ગરમ પાણી પીતા રહે છે. એવું શરદી ઉધરસ હોય ત્યારે કરવું જોઈએ પરંતુ સામાન્ય સ્થિતિમાં એવું કરવું જોઈએ નહીં.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *