ગરુડ પુરાણ અનુસાર ક્યારેય ન કરવી આ ૫ ભૂલો જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ

મનુષ્ય હંમેશા પોતાના જીવનને ઉત્તમ બનાવવા માટે ઘણા પ્રયાસો કરે છે. પરંતુ હંમેશા વ્યક્તિનાં જીવનમાં કોઇ ને કોઇ પ્રકારની પરેશાનીઓ આવી રહે છે. લાખ પ્રયત્નો કરવા છતાં પણ વ્યક્તિને જીવનમાં પરેશાનીથી છુટકારો મળતો નથી. તમને જણાવી દઈએ કે, શાસ્ત્રો અને પુરાણોમાં એવી ઘણી બાબતો જણાવવામાં આવે છે. જેના પર વ્યક્તિ ધ્યાન આપે તો વ્યક્તિ નું જીવન ખુશહાલ બની શકેછે. ગરુડ પુરાણ માં મનુષ્ય નાં જીવનમાં આવનારી પરેશાનીઓ અને સુખી જીવન જીવવા માટે ઘણી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલ નીતિઓ પર અમલ કરવાથી માણસ નો સમય હંમેશા બનવા બળવાન બની રહે છે. એટલું જ નહીં ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ પણ હંમેશા બની રહે છે. જો તમે ઇચ્છતા હો કે, સમાજમાં તમારું માન-સન્માન અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તો ગરુડ પુરાણમાં જણાવેલ આ ભૂલો જીવનમાં ક્યારેય ન કરવી.
दाता दरिद्र: कृपणोर्थयुक्त: पुत्रोविधेय: कुजनस्य सेवा।
परापकारेषु नरस्य मृत्यु: प्रजायते दुश्चरितानि पञ्च।।
ઉપરોક્ત શ્વલોક અનુસાર જો કોઈ વ્યક્તિની આવક ઓછી હોય અને ઘરમાં પૈસાની મુશ્કેલી હોય તો એવી સ્થિતિમાં વ્યક્તિ એ સમજી-વિચારીને દાન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાના સામર્થ્ય કરતાં વધારે દાન કરે છે તો તે વ્યક્તિ જીવનમાં હંમેશાં દુઃખી રહે છે.
ધન હોવા છતાં પણ કંજૂસ હોય તેવા લોકોને નથી મળતું માન સન્માન
ગરુડ પુરાણ મુજબ જો કોઈ વ્યક્તિ ધનવાન છે. અને તેને પૈસાની કમી ન હોવા છતાં પણ તે દાન કરવામાં કંજૂસી કરેછે અને જરૂરિયાતમંદ લોકોને દાન દેવાને બદલે ધન બચાવા વિશે વિચારી રહ્યું હોય તો તેવા વ્યક્તિઓને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થતી નથી. એટલું જ નહીં તેના પરિવારને પણ માન સન્માન મળતું નથી.
સંસ્કારી સંતાન ન હોયતો સમાજમાં બને અપમાન નું કારણ
ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિની સંતાન સારા સંસ્કારવાળી હોયતો તે વ્યક્તિને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં પરંતુ આખા કુંટુંબ નું નામ રોશન થાય છે. પરંતુ જે વ્યક્તિની સંતાન સારા સંસ્કારવાળી ન હોય તે વ્યક્તિ માટે અપમાન નું કારણ બની શકે છે. માટે હમેશા સંતાનને સારા સંસ્કાર આપવા જોઈએ.
ખરાબ લોકોની સંગત થી માન-સન્માન થાય છે ઓછું
ગરુડ પુરાણ અનુસાર જો કોઈ ખરાબ વ્યક્તિ ની સંગત માં રહે છે તો તેનો પ્રભાવ તેના પર પડે છે. ખરાબ સંગત નાં કારણે માન સમ્માન માં પણ કમી આવે છે. માટે અધર્મી અને ખરાબ લોકો સાથે મનુષ્ય એ ક્યારેય ના રહેવું જોઇએ. અને ખરાબ લોકો ને કોઈ પણ કામમાં સાથ આપવો જોઈએ નહીં.
બીજાને નુકસાન પહોંચાડવું
જેમ કે, આપણે બધા જાણીએ છીએ સંસારમાં ઘણા લોકો એવા હોય છે કે પોતાના ફાયદા માટે બીજાને નુકસાન પહોંચાડે છે. પરંતુ તેના કારણે સમાજમાં તેનું માન ઘટે છે એટલું જ નહીં પરંતુ તેના પરિવારને પણ હાનિ પહોંચી શકે છે. ક્યારેય પોતાના ફાયદા માટે બીજાને નુકસાન પહોંચાડવું નહીં.