ગાયનું દૂધ, ભેંસનું દૂધ કે બદામ નું દૂધ જાણો, કયું દૂધ સ્વાસ્થ્ય માટે રહેશે ફાયદાકારક

ગાયનું દૂધ, ભેંસનું દૂધ કે બદામ નું દૂધ જાણો, કયું દૂધ સ્વાસ્થ્ય માટે રહેશે ફાયદાકારક

દૂધ બધા માટે કેટલું ફાયદાકારક છે તે આપણે બધા જાણીએ છીએ. નાના બાળકોથી લઇ ને મોટા લોકોને પણ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. દૂધ તમારા શરીરમાં કેલ્શિયમની માત્રાને પૂર્ણ કરવામાં મદદ કરે છે. શરીરમાં કેલ્શિયમ ની માત્રા ભરપૂર હશે તો વ્યક્તિ નાં હાડકાઓ મજબૂત રહેશે. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી તમારી તંદુરસ્તી સારી રહેશે. દૂધની વાત થતાં તમને ગાય અને ભેંસ ના દૂધ વિશે વિચાર આવશે. પરંતુ તમને જણાવી દઈએ કે માર્કેટમાં હવે ઘણા પ્રકારના દૂધ મળે છે. માર્કેટમાં સોયા અને બદામ નું દૂધ પણ મળે છે. એવામાં દરેકના મનમાં એક પ્રશ્ન આવે છે કે, આ બધામાં કયું દૂધ સૌથી શ્રેષ્ઠ ગણાય. કયું દૂધ પીવાથી શરીરને ફાયદો થશે. આમ તો દરેક પ્રકારના દૂધ નાં અલગ અલગ ફાયદાઓ હોય છે. પરંતુ કયું દૂધ સૌથી સારું રહેશે ચાલો જાણીએ તેનાં વિશે

બદામ નું દૂધ

વિદેશો માં બદામ નાં દૂધનું સેવન વધારે કરવામાં આવે છે. તેમાં કેલરીની માત્રા ઓછી અને પ્રોટીનની માત્રા વધારે હોય છે. જે બાળકો માટે ઉત્તમ ગણાય છે. દૂધને સ્વાદિષ્ટ બનાવવા માટે ઘણી કંપનીઓ બદામ નાં દૂધમાં સાકર અને ઘણા કેલ્શિયમ પણ ભેળવે છે.જે લોકોને ગાયનું દૂધ પચતું નથી તેનાં માટે બદામનું દૂધ ઉત્તમ રહેશે. જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય તેનાં માટે પણ બદામ નું દૂધ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે.

સોયાબીન નું દૂધ

સોયાબીન નાં દૂધમાં વધારે માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. જો તમે ગાયનાં દૂધનો બીજો વિકલ્પ શોધતા હોય તો સોયામિલ્ક બેસ્ટ રહેશે. સોયામિલ્ક માં ઘણી કંપનીઓ કેલ્શિયમ અને વિટામિન મેળવે છે. જે લોકોને ગાયનાં દૂધથી એલર્જી હોય તેવા લોકોને ડોક્ટર સોયામિલ્ક થી પણ દૂર રહેવાની સલાહ આપે છે. આ ઉપરાંત નાના બાળકો એ સોયામિલ્ક નું સેવન ન કરવું જોઈએ. કારણ કે તે તેમની તન્દુરસ્તી ને નુકસાન પહોંચાડી શકે છે.  ખેતી કરતી વખતે ખેડૂત તેમાં ઘણા પ્રકાર ની  જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે. જેથી બાળકોની તંદુરસ્તી પર તેની ખરાબ અસર પડે છે.

ગાય નું દૂધ

પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન, મિનરલ અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વ ની માત્રા ગાયનાં દૂધમાં સૌથી વધારે જોવા મળે છે. જો કે ગાયનું દૂધ માર્કેટમાં ઘણા પ્રકારે મળે છે.  માર્કેટ માં તમને ગાયનું દૂધ ફુલ ક્રીમ, ટોન્ડ અને લેક્ટોઝ ફ્રી વગેરે પ્રકારે મળે છે. તેમાં ઘણા દૂધમાંથી ફેટ નીકાળી દેવામાં આવે છે. તો ઘણા દૂધ ને ફેટ સાથે જ વહેંચવામાં આવે છે.ગાયનાં દૂધમાં કેલ્શિયમની માત્રા પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે તમારા હાડકાઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. આમ, ગાયનું દૂધ બાળકોથી લઇને યુવાઓ અને વડીલો માટે ખૂબ જ સારું ગણાય છે. તેમાં દરેક પોષક તત્વ હોય છે જેનાથી તંદુરસ્તીને ફાયદો થાય છે.

ભેંસ નું દૂધ

ભેંસ નું દૂધ ગાયનાં દૂધ નાં પ્રમાણમાં વધારે જાડું હોય છે. કારણ કે તેમાં ફેટ વધારે હોય છે. ગાયનાં દૂધમાં ૩ થી ૪ પ્રતિશત ફેટ હોય છે જ્યારે ભેંસનાં દૂધમાં ૭ થી ૮ પ્રતિશત ફેટ હોય છે. ભારે હોવાને કારણે ભેંસનું દૂધ પચવામાં સમય લાગે છે. જો તમે વધારે ફેટ  ન લેવા ઈચ્છતા હોતો ગાયનું દૂધ પી શકો છો. ભેંસનાં દૂધમાં ગાયના દૂધ કરતા ૧૦ થી ૧૧ ટકા વધારે પ્રોટીન હોય છે. જેથી તે પચવામાં ભારે પડે છે. તેથી વડીલો અને નવજાત બાળકોને ભેંસનું દૂધ આપવાની સલાહ દેવામાં આવતી નથી.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *