ઘરમાં રહેતી હોય હમેંશા પરેશાની, તો અજમાવો કપૂર નાં આ ટોટકા

ઘરમાં દરેક વસ્તુ જો યોગ્ય વાસ્તુ પ્રમાણે હોયતો પરિવાર નાં સભ્યો નાં ભાગ્ય ની વૃદ્ધિ થાય છે. તેમજ જો વાસ્તુ દોષ હોય તો ઘર નાં લોકો ને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે વાસ્તુ દોષ થવાથી ઘરમાં ધનની કમી થઈ જાય છે કાર્યોમાં પરેશાની રહે છે પ્રગતિમાં વિધ્ન આવેછે અને પરિવાર નાં સદસ્યો વચ્ચે લડાઈ થાય છે. જો કોઈ દોષ હોય તો તેનું સમાધાન પણ છે. આજે અમે તમને વાસ્તુદોષ દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ અમે કપૂરથી વાસ્તુદોષ દૂર કરવાના કેટલાક અસરકારક ઉપાયો વિશે જણાવીશું ચાલો જાણીએ તે ઉપાયો વિશે
દરેક ઘરમાં જોવા મળતું કપૂર ખૂબ જ લાભકારી છે તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે સાથે જ વાસ્તુદોષ પણ દૂર થાય છે. કપૂર નાં આ પ્રયોગથી વાસ્તુ દોષ દુર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જો તમે ઈચ્છતા હોવ તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય અને સુખ-સમૃદ્ધિ રહે. તો દરરોજ સવારે અને સાંજે કપૂર જરૂર કરવું. ધ્યાન રહે કે કપૂર કરતાં પહેલાં તેને દેશી ઘી માં ડુબાડવું તેનાથી કપૂર ની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જશે. માનવામાં આવે છે કે, તેનાથી વાયુમાં રહેલ બેક્ટેરિયા દૂર થાય છે. અને ઘરમાં જો ક્યાંય પણ નેગેટિવિટી હોય તો તે પણ પૂરી રીતે નષ્ટ થાય છે. એટલું જ નહીં પરંતુ ઘરમાં કોઈ સભ્યને ખરાબ સપના આવતા હોય તો આ ઉપાયથી તે ખરાબ સપનાઓથી પણ છુટકારો મળે છે.
જો તમારા ઘરમાં કોઈ સ્થાન પર વાસ્તુદોષો હોય તો તે સ્થાન પર કપૂરની ૨ ગોટી રાખીને ધૂપ કરવો જ્યારે તે ખલાસ થઈ જાય ત્યારે ફરીથી ૨ કપૂરની ગોટી કરવી આ કાર્યને વારંવાર કરતા રહેવું. માનવામાં આવે છે કે, એવું કરવાથી ઘર નાં તે સ્થાનનો વાસ્તુદોષ દૂર થાય છે. ન્હાવાના પાણીમાં કપૂર નાં તેલ નાં થોડા ટીપા નાખી સ્નાન કરવાથી શરીરમાં નવી સ્ફૂર્તિ આવે છે સાથે જ ભાગ્યે જ ચમકે છે અને રોકાયેલા દરેક કાર્ય પૂર્ણ થાય છે. કપૂર નાં તેલ નાં ટીપા ની સાથે જ ચમેલીનું તેલ ઉમેરવામાં આવે તો તેનાથી રાહુ, કેતુ અને શનિ દોષ પણ દૂર થાય છે. ધ્યાન રહે કે આ ઉપાય ફક્ત શનિવાર નાં દિવસે જ કરવો.
જો તમે આર્થિક તંગીથી પરેશાન હોવ અને ઘરમાંથી આ સમસ્યાને દૂર કરવા ઈચ્છતા હોવ તો કપૂર નો આ ઉપાય ખૂબ જ લાભકારી સિદ્ધ થાય છે તેનાં માટે રાત નાં રસોઇનું કામ પૂર્ણ થયા બાદ રસોઈ ઘરની સારી રીતે સફાઈ કરીને ચાંદી નાં વાટકામાં લવિંગ અને કપૂર કરવું. તે ખૂબ જ લાભકારી છે. આ ઉપાય રોજ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને તમને આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે.