ઘરની છત પર થયા હતા અજય દેવગન અને કાજલ નાં લગ્ન, જાણો બોલિવૂડ એક્ટર ની પ્રેમ કહાની

દિગ્ગજ અભિનેતા અજય દેવગન અને ફેમસ અભિનેત્રી કાજોલની જોડીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બન્ને કલાકાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. બંને નાં લગ્ન ને ૨૨ વર્ષ થઇ ગયા છે. બન્ને વચ્ચે હમેશાં સ્ટ્રોંગ બોન્ડિંગ જોવા મળે છે. જેમ ફિલ્મી પડદા પર બન્નેની જોડીએ ખૂબ જ ધમાલ મચાવી હતી તેમજ રિયલ લાઈફમાં પણ બંનેની જોડી ખૂબ જ હિટ છે. જણાવી દઈએ કે હાલમાં, જતેમ્ના લગ્ન ને ૨૨ વર્ષ પુરા થયા છે. આ ખાસ અવસર પર અભિનેતા અજય દેવગણે એક ફોટો શેયર કરી હતી. અને પોતાની પત્ની લગ્ન દિવસ ની શુભેચ્છા પાઠવી હતી. અજય દેવગન અને કાજલ ની પહેલી મુલાકાત કઈ રીતે થઈ હતી. અને તેમની વચ્ચે કઈ રીતે પ્રેમ થયો હતો. અને તેમનો પ્રેમ લગ્ન સુધી કઈ રીતે પહોંચ્યો હતો. ચાલો જાણીએ તેના વિશે.
તમને જણાવી દઈએ કે, અજય દેવગણ ની પહેલી ફિલ્મ ‘ફુલ ઓર કાટે’ ખૂબ જ હિટ રહી હતી. પોતાની પહેલી ફિલ્મથી અજય દેવગણ પોતાના દર્શકોનાં દિલ પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહ્યા હતા. જ્યારે કાજોલ ૯૦નાં દશકની ફેમસ અભિનેત્રી હતી. પહેલી વાર ફિલ્મ ‘ગુંડારાજ’ નાં સેટ પર બન્નેની મુલાકાત થઈ હતી. ૧૯૯૫ માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં બન્નેએ સાથે કામ કર્યું હતું. જાણવા મળે છે કે, પોતાની કારકિર્દીની શરૂઆતનાં દિવસોમાં અજય દેવગણ ખૂબ જ ઓછું બોલવાનું પસંદ કરતા હતા. તે કોઈ સાથે વધારે વાતચીત કરતા નહોતા. તેજ કારણે ઘણીવાર તેમને અભિમાની સમજી લેવામાં આવતા હતા. જોકે અભિનેત્રી કાજોલ સાથે તેનું સારૂ બોન્ડીંગ હતું. બંને ફિલ્મ નાં સેટ પર વાતો કરવા લાગ્યા હતા.
આ દરમ્યાન બન્ને વચ્ચે મુલાકાતો શરૂ થઈ હતી. અને બન્નેએ એક બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અજય દેવગન અને કાજોલ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. તેમજ બંને એ તે સમયની ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું. એવામાં બંને વચ્ચે પ્રેમ થઈ ગયો વર્ષ ૧૯૯૯ માં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બંને તે સમય માં બોલિવૂડમાં મોટું નામ મેળવી ચૂક્યા હતા. બંનેએ પોતાની કારકિર્દીમાં સફળતાનાં શિખરો સર કર્યા હતા. લગ્ન માટેના નિર્ણય લઈને કાજોલ નાં પિતા તેનાથી ગુસ્સે હતા. તે ઈચ્છતા નહતા કે કાજલ પોતાના કરિયરમાં ટોપ પર હોવા છતાં અજય દેવગણ સાથે લગ્ન કરે. આ વાતને લઈને કાજોલનાં પિતાએ તેની સાથે એક અઠવાડિયા સુધી વાતચીત પણ કરી નહતી. પરંતુ આગળ જઈને કાજોલ અને અજય દેવગણે તેમને મનાવી લીધા હતા. અને બંને હંમેશા માટે એકબીજાનાં થઈ ગયા હતા.
ઘરની છત પર થયા હતા લગ્ન
અજય દેવગણે એક ઇન્ટરવ્યૂમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેમના અને કાજોલ નાં લગ્ન ખૂબ જ સાધારણ રીતે ઘરની છત પર થયા હતા. આજે બે બાળકો નાં તેઓ માતાપિતા છે.વર્કફન્ટ ની વાત કરીએ તો, કાજોલ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. તેમજ અજય દેવગણ જલ્દીથી ફિલ્મ ‘મૈદાન’ માં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગણ એક દમદાર ભૂમિકા નિભાવતા જોવા મળશે. ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની સંભાવના છે.