ઘી ખાવું વધારે સારું કે પછી માખણ, જાણો બંને વચ્ચે શું કહે છે સ્ટડી

આપણામાંથી ઘણા લોકો રોજ ભોજન માં ઘી ખાઈ છે. ડોક્ટરના કહેવા મુજબ રોજ એક ચમચી ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમ જ ઘણા લોકો માખણ ખાનારા લોકો માને છે કે, માખણ ઘી કરતાં વધારે સારું હોય છે. એવામાં આ બન્ને વસ્તુ ચિકાસ અને કેલરી માં વધારો કરે છે. ઘી માખણ ને પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. જો આ બંને વિશે વાત કરીએ તો, ઘી સ્વચ્છ માખણ નું જ રૂપ છે. ભારતના દરેક ઘરમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ઘણા પ્રકારની મીઠાઈઓ અને હલવો બનાવવામાં થાય છે. ભારતના દરેક ઘરમાં ઘી ને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે, ઘી ને વધારે હેલ્ધી અને સારું ગણવામાં આવે છે. આપણા ઘરમાં બંને વિશે કહેવામાં આવે છે કે પોષણ સંબંધિત બાબતમાં તે બન્ને બરાબર જ છે. પરંતુ કેટલીક બાબતમાં આ બંને ડેરી પ્રોડક્ટ એકબીજાથી અલગ છે. આજે તમને તેના અલગ અલગ ગુણો વિશે જણાવીશું.
જ્યારે આપણા ઘરમાં કોઈ પકવાન તૈયાર કરવામાં આવે છે આવે છે ત્યારે ઘી ની ઘણી બધી ડીશ તૈયાર થઈ શકે છે. તેમજ માખણ નો ઉપયોગ સબ્જીમાં અને માંસ માં તેમજ ઘણા પ્રકારનાં સોસમાં કરવામાં આવે છે. ઘી અને માખણ બંને ડેરી પ્રોડક્ટ છે. બંનેને રાખવાની વાત કરીએ તો ઘીને સરળતાથી સ્ટોર કરી શકાય છે. તેને સામાન્ય તાપમાન પર બે થી ત્રણ મહિના સુધી રાખી શકાય છે. ત્યારે માખણ ફ્રિજમાં રાખવું પડે છે. સાથે જ તેને પેપર લગાવીને રાખવું પડે છે. ફેટ ની દ્રષ્ટિએ માખણ કરતા ઘીમાં વધારે ફેટ હોય છે. ઘી મા ૬૦ ટકા સેચ્યુરેટેડ ફેટ હોય છે અને ૧૦ ગ્રામમાં ૯૦૦ કેલરી મળે છે. તેમજ માખણ ની વાત કરીએ તો તેમાં ટ્રાન્સ ફેટ નાં ૩ ગ્રામ સેચ્યુરેટેડ ફેટ નાં ૫૧ ટકા અને ૧૦૦ ગ્રામ માં ૭૧૭ કેલરી મળે છે.
તમને જણાવી દઈએ કે, દૂધથી બનેલ પ્રોડક્ટ માં રહેલ લેકટોજ શુગર થી ખાલી હોય છે. માખણ માં લેકટોજ શુગર અને કેસીન હોય છે ઘીમાં માખણની તુલનામાં ડેરી પ્રોટીન ની માત્રા ઓછી હોય છે બંનેમાં પોષણ સંબંધી સંરચના અને ફેટની માત્રા એક બરાબર હોય છે. ઘી લેકટોજ અને પ્રોટીન કેસીન થી ખાલી હોય છે તેથી એલર્જી વાળા લોકો માટે ઘી સારૂ ઓપ્શન છે.