ઘરમાં શિવજી ની પ્રતિમા રાખતી વખતે ભૂલથી પણ ન કરવી જોઈએ આ ભૂલો, કુટુંબ થઈ શકે છે બરબાદ

વસ્તુ શાસ્ત્ર ને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ઘરની દરેક વસ્તુઓ સાથે જ દેવી – દેવતાની મૂર્તિ ને લગાવવામાં પણ વાસ્તુ શાસ્ત્ર નું વિશેષ ધ્યાનમાં રાખવામાં આવે છે. જો તમે આ સાચા નિયમો સાથે ભગવાનની મૂર્તિની સ્થાપના કરતા નથી તો તમને લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે. એવામાં આજે અમે તમને ભગવાન શિવજી ની મૂર્તિ રાખવા સાથે જોડાયેલ આ વાસ્તુ નાં નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.ભગવાન શિવજી તાંડવ અને સૌમ્ય બન્ને મુદ્રામાં જોવા મળે છે. એવામાં જ્યારે તમે તમારા ઘરમાં શિવજી ની પ્રતિમા લગાવો તો આ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ક્રોધિત કે તાંડવ મુદ્રાવાળી મૂર્તિ હોવી જોઈએ નહિ તેનું કારણ છે કે શિવજીની તાંડવ મુદ્રા વિનાશનું પ્રતીક છે. આજ કારણે વાસ્તુશાસ્ત્ર માં ભગવાન ભોળેનાથની નટરાજ ની પ્રતિમા કે ફોટો ઘરમાં લગાવવા ની મનાઈ કરવામાં આવે છે. તમે શિવજીની સૌમ્ય અને પ્રસન્નચિત્ત મુદ્રાવાળી પ્રતિમા ઘરમાં રાખો છો તો ઘરમાં ખુશીઓનું આગમન થાય છે.
ઘરમાં જ્યારે ભોળાનાથની પ્રતિમા ને બિરાજમાન કરવાની કોશિશ કરો ત્યારે તેને ઉત્તર દિશામાં લગાવો એ જ કારણ છે કે, ઉત્તર દિશામાં ભગવાન શિવ નું નિવાસ સ્થળ એટલે કે કૈલાસ પર્વત છે. આ ઉપરાંત ઘરમાં શિવજીની પ્રતિમા એવા સ્થાન પર રાખવી જોઈએ જેના પર તમારી આવતા જતા નજર પડી રહે તેનાથી ઘરનાં દરેક સભ્યો ને તેનાં આશીર્વાદ મળતા રહે અને કોઈ વ્યક્તિને નેગેટિવ ઊર્જા પ્રભાવિત કરી શકતી નથી.
ઘરમાં શિવજી ની એવી ફોટો લગાવી જોઈએ છે પૂર્ણ પરિવાર સાથે એટલે કે, પત્ની પાર્વતી ગણેશજી કાર્તિક અને નંદીની સાથે બિરાજમાન હોય આ પ્રકારની પ્રતિમા ને વાસ્તુમાં અત્યંત શુભ માનવામાં આવે છે. એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે, ભગવાન શિવજી નંદી વગર અધૂરા છે તેથી તેની મૂર્તિ લગાવતી વખતે પૂર્ણ પરિવારની મૂર્તિ રાખવી. પૂર્ણ પરિવાર ની મૂર્તિ રાખવાથી બાળકો આજ્ઞાકારી બને છે અને પરિવાર માં પ્રેમ વધે છે.
પૂજા સ્થળ ઉપરાંત કોઈ બીજી જગ્યાએ શિવજી ની પ્રતિમા બિરાજમાન કરવા ઈચ્છતા હો તો આ સ્થળ ની સાફ-સફાઈ નું વિશેષ ધ્યાન રાખવું. આ સ્થળ દૂષિત થવાથી ધનની તંગી અને ઘણી પરેશાનીઓ આવી શકે છે. ઘરમાં કે કાર્યસ્થળ પર શિવજી ની ઉભી મુદ્રાવાળી પ્રતિમા લગાવવી જોઈએ નહીં.