ઘરમાં આ જગ્યા પર ન રાખવી જોઈએ પૂર્વજોની ફોટો, થઈ શકે છે પરેશાની

ઘરમાં આ જગ્યા પર ન રાખવી જોઈએ પૂર્વજોની ફોટો, થઈ શકે છે પરેશાની

જે લોકો આ સંસારમાંથી વિદાય લઈ ચૂક્યાં છે તેને આપણા પૂર્વજો કહેવાય છે. હંમેશા હંમેશા લોકો યાદ અને સન્માન માટે પોતાના ઘરમાં પોતાના પૂર્વજોની ફોટો લગાવે છે. પરંતુ તે ફોટો ઘરમાં કોઈ પણ જગ્યા એ લગાવે છે જે યોગ્ય નથી, ઘરમાં પૂર્વજો ની ફોટો ગમે ત્યાં લગાવવી જોઈએ નહિ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કોઈ પણ જગ્યાએ પૂર્વજોની ફોટો લગાવવો યોગ્ય રહેતું નથી જો પૂર્વજોની ફોટા ખોટા સ્થાન પર લગાવવામાં આવે તો તેનાથી જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. માટે ઘરમાં પૂર્વજોની ફોટો લગાવતા પહેલા થોડી સાવધાની રાખવી જોઈએ. તો ચાલો જાણીએ વાસ્તુ અનુસાર ઘરમાં પૂર્વજો ની ફોટો ક્યાં લગાવવાથી નુકસાન થઈ શકે છે અને પૂર્વજોને ફોટો લગાવવા માટે કયું સ્થાન યોગ્ય રહેશે.

  • કેટલાક લોકો ઘરમાં ઘર નાં મંદિરમાં દેવી દેવતાઓની સાથે પૂર્વજો ની ફોટો રાખે છે ક્યારેય પણ પૂર્વજોની ફોટો દેવી દેવતાઓ સાથે રાખવી જોઈએ નહીં તેનાથી દોષ લાગે છે જેના કારણે તમારા જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ પૂર્વજોની ફોટો શયન કક્ષમાં અને રસોઇ ઘરમાં રાખવી જોઈએ નહીં તેનાથી તમારા ઘર પરિવારમાં કલેશ વધી શકે છે.
  • ઘર નાં બ્રહ્મસ્થાન ક્યારેય પૂર્વજોની ફોટો લગાવી જોઈએ નહીં. તેનાથી ઘરનાં સભ્યોનાં સ્વાસ્થ્ય પર અસર પડેછે.
  • મોટે ભાગે લોકો દિવાલ પર ખીલી નાં આધારે લટકતી અવસ્થામાં પૂર્વજોની ફોટો લગાવે છે તે યોગ્ય નથી. પૂર્વજોની ફોટો લગાવવા માટે એક સ્ટેન્ડ બનાવવું જોઈએ અથવા તો કોઈ અન્ય સ્થાન પર સારી રીતે આધાર આપીને પૂર્વજો ની ફોટો રાખવી જોઈએ.

  • ક્યારેય પણ જીવિત વ્યક્તિ ની ફોટો સાથે પૂર્વજોની ફોટો લગાવી જોઈએ નહીં તેનાથી જીવિત વ્યક્તિ પર નકારાત્મક પ્રભાવ પડે છે.

ઘરમાં આ સ્થાન પર પૂર્વજોની ફોટો લગાવી યોગ્ય રહે છે

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ઉત્તર ભાગમાં બનેલ કક્ષમાં પૂર્વજોની ફોટો લગાવી જોઈએ. જો ત્યાં સંભવ ન હોય તો ઉત્તરની તરફ દિવાલ હોય ત્યાં પૂર્વજોની ફોટો લગાવી તેથી જેથી તેમનું મુખ દક્ષિણ દિશા તરફ રહે આમ આ દિશામાં પૂર્વજો ની ફોટો લગાવવી યોગ્ય રહે છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *