ઘરમાં આજે જ રાખો આ ૪ વસ્તુઓ,પરેશાનીઓ માંથી મુક્તિ મળશે અને દુર થશે બધાજ દુઃખ

ઘરમાં આજે જ રાખો આ ૪ વસ્તુઓ,પરેશાનીઓ માંથી મુક્તિ મળશે અને દુર થશે બધાજ દુઃખ

જ્યોતિષશાસ્ત્રમાં જીવન ની દરેક સમસ્યાઓનું સમાધાન છે, જેમકે આ ૪ વસ્તુઓ ઘર માં રાખવામાં આવે તો, તમારા જીવનમાંથી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ આ ૪ વસ્તુઓ વિશે

ચંદન

હિન્દુ ધર્મમાં ચંદન ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને દેવી-દેવતાઓ નાં મસ્તક પર લગાવવામાં આવે છે. તેની સુગંધ અત્યંત મનમોહક હોય છે એવું કહેવામાં આવે છે કે ચંદન ની સુગંધ થી વાતાવરણમાં રહેલ નેગેટિવ એનર્જીને સમાપ્ત થી જાય છે. ચંદન નું તિલક કરવાથી મન શાંત રહે છે અને પોઝીટીવ વિચારસશણી બને છે. જે ચંદન નું તિલક કરે છે તેના મનમાં ફક્ત પોઝિટિવ વિચારો જ આવી શકે છે. તેથી જ્યારે પણ તમે ચંદન ને ઘરમાં રાખો છો ત્યારે દેવી-દેવતાઓ ખુશ રહે છે અને સાથે જ તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે.

વીણા

જ્યારે કોઈ બુદ્ધિમાન વ્યક્તિ હોય છે તે પરિવારનું સારી રીતે સંચાલન કરે છે અને ખૂબ જ પ્રગતિ કરે છે તેથી જ્યોતિષશાસ્ત્ર મુજબ તમારા ઘરમાં દેવી સરસ્વતીનું પ્રિય યંત્ર વીણા રાખવી જોઈએ. સરસ્વતીજી ને બુદ્ધિ અને શિક્ષા નાં દેવી ગણવામાં આવે છે. વીણા ઘરમાં રાખવાથી પરિવાર નાં લોકોની બુદ્ધિનો વિકાસ થાય છે. તે પોતાના કાર્ય પર સારી રીતે ફોકસ કરી શકે છે. વિદ્યાર્થીઓ નું મન અભ્યાસમાં લાગી રહે છે અને તેઓ મોટા થઈને ઘરની પ્રગતિમાં સહયોગ આપી શકે છે. વીણા માંથી નીકળેલ પોઝિટિવ ઊર્જા ગુસ્સાને શાંત કરે છે અને ધીરજ રાખવાનું શીખવે છે.

ઘી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઘી રાખવું ખૂબ શુભ ગણાય છે. તે તમારા શરીર માટે ખૂબ સારું છે સાથે જ ભગવાનને સવાર અને સાંજ ઘીનો દીવો કરવામાં આવે તો તે જલ્દીથી પ્રસન્ન થાય છે. પૂજા પાઠ અને યજ્ઞમાં ઘી નું અલગ જ મહત્વ હોય છે. ઘી તમારા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ફાયદાકારક હોય છે. તે તમને સ્વસ્થ રાખે છે અને દેવી-દેવતાને પ્રસન્ન રાખવાનું કાર્ય પણ કરે છે.

મધ

જ્યોતિષશાસ્ત્ર મુજબ મધ ને ઘરમાં રાખવાથી ઘણા પ્રકારનાં વાસ્તુ દોષ શાંત થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કરવાથી દેવી-દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. ભગવાન ને મધ ચઢાવવામાં પણ આવે છે તેથી પૂજાપાઠ વાળા ઘરમાં મધ હોવું જરૂરી છે તેનાથી તમારા ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે અને જ્યારે ભગવાન નાં હાથ તમારા પર હશે તો જીવન માં કોઈ પ્રકારની મુશ્કેલીઓ રહેશે નહીં.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *