ઘરમાં ભૂલથી પણ ના રાખવી જોઈએ આ ૫ વસ્તુઓ, થઈ શકે છે આર્થિક નુકસાન

ઘરમાં ભૂલથી પણ ના રાખવી જોઈએ આ ૫ વસ્તુઓ, થઈ શકે છે આર્થિક નુકસાન

મનુષ્ય નાં જીવનમાં હમેશાં કોઇને કોઇ પરેશાની આવતી રહે છે. ક્યારેક-ક્યારેક કામકાજ સારી રીતે નથી ચાલતું. તો કયારેક ઘરમાં કોઇને કોઇ વાતને લઇને તણાવ રહે છે. તમે જણાવી દઈએ કે, જો ઘરમાં વાસ્તુદોષ હોય તો તેના કારણે ઘરમાં રહેનાર વ્યક્તિઓને જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત એવી વસ્તુઓ ઘરમાં જેના કારણે ઘરમાં નકારાત્મક પ્રભાવ પડે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવી જોઈએ. જો વસ્તુઓ ગોઠવીને રાખેલી હશે તો તે જોવામાં તો સારી જ લાગશે. આ ઉપરાંત ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ બની રહેશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જરૂરતથી વધારે કે ફાલતું સમાન ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે જેનો પ્રભાવ તમારા જીવન પર પડી શકે છે.વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ નું વર્ણન કરવામાં આવ્યું છે જેને ઘરમાં રાખવામાં આવે તો તેનાં કારણે ઘરમાં રહેનારા સભ્યોની પ્રગતિ અને સમૃદ્ધિ માં વધારો થાય છે. ચાલો જાણીએ આ કઈ વસ્તુઓ છે જેને ઘરમાં રાખવી જોઈએ નહીં.

દેવી દેવતાની ખંડિત મૂર્તિ

 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય પણ દેવી-દેવતાઓની જૂની ખંડિત મૂર્તિ રાખવી જોઈએ નહીં. તેનાં કારણે ઘરમાં નકારાત્મકતા વધવા લાગે છે. તેના જો ઘરમાં ભગવાનની તૂટેલી મૂર્તિ હોય તો તેને માટી ની અંદર અથવા તો નદીમાં પ્રવાહિત કરી દેવી. તેને ઘરમાં રાખવી શુભ ગણવામાં આવતી નથી.

જૂનાં કે ખરાબ બુટ ચંપલ ઘરમાં રાખવા જોઈએ નહિ

ઘર ની અંદર જરૂરિયાતથી વધારે કે જુના અને ખરાબ ચંપલ રાખવા શુભ ગણવામાં આવતું નથી કારણ કે તેના કારણે નકારાત્મક ઊર્જા વધવા લાગે છે. ખરાબ અને જૂના ચંપલ ને કારણે તમારા જીવનમાં વધારે સંઘર્ષ કરવો પડે છે. તેથી ઘરમાં જે ચંપલ નો ઉપયોગ ન કરતા હોય તેને ઘરની બહાર નીકાળી દેવા જોઇએ.

બંધ તાળું

હંમેશા જોવામાં આવે છે કે, ઘરનાં દરવાજા પર તાળું બંધ કરીને રાખવામાં આવે છે અથવા ઘરનાં કોઈ ખૂણામાં ખરાબ તાળું રાખવામાં આવે છે પરંતુ તમારી આદત બિલકુલ યોગ્ય નથી. તેનાં કારણે તમારા જીવનમાં પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે. જો તમારા ઘરમાં એવું તાળું હોય જે ખરાબ થઈ ગયેલ હોય તો તેને તરત જ ઘરની બહાર કરી દેવું. અન્યથા તમારી પ્રગતિમાં રુકાવટ આવી શકે છે એટલું જ નહીં પરંતુ વિવાહ થવામાં પણ પરેશાની ઉભી થઇ શકે છે.

બંધ ઘડિયાળ

 

ઘડિયાળ ને સમય નું સૂચક ગણવામાં આવે છે. ઘડિયાળ હંમેશા ચાલતી અને સાચો સમય બતાવતી હોવી જોઈએ. વાસ્તુ અનુસાર ઘડિયાળ ને પ્રગતિનું સૂચક ગણવામાં આવે છે. જો ઘડિયાળ સાચો સમય ન બતાવતી હોય કે ખરાબ હોય તો તેનાથી તમારા જીવનમાં આગળ વધવા ના માર્ગો બંધ થઇ શકે છે. વિના કારણે તમારી પ્રગતિમાં વિઘ્નો આવી શકે છે. માટે તમારા ઘરમાં બંધ ઘડિયાળ રાખવી જોઇએ નહિં. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને અશુભ ગણવામાં આવે છે. માન્યતા છે કે, બંધ ઘડીયાળ નાં કારણે ભાગ્ય ખરાબ થઈ શકે છે.

ફાટેલા કપડાં ઘરમાં રાખવા જોઇએ નહીં

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર ની અંદર ફાટેલા કપડાં રાખવા જોઈએ નહિ માનવામાં આવે છે કે, તેના કારણે દુર્ભાગ્ય તમારો સાથ છોડતું નથી. જો ઘરમાં જુના કપડા રાખવામાં આવે તો આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. તેથી ઘરની અંદર જૂના અને ફાટેલા કપડાં રાખવા જોઈએ નહી.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *