ઘરમાં શંખ રાખતા પહેલા જરૂર જાણો આ વાતો વિશે, એક ભૂલ થી પણ નારાજ થઈ શકે છે ભગવાન વિષ્ણુ

હિન્દુ પૂજાપાઠ માં શંખનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. સનાતન ધર્મમાં શંખ નું મહત્વ બતાવવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે કે, જે ઘરની અંદર શંખ રાખવું એ શુભ વસ્તુ છે. આ શંખ રાખવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો વધારો થાય છે.એવું કહેવામાં આવે છે, જે ઘરમાં રોજ શંખ વગાડવામાં આવે છે ત્યાં ઘરની આસપાસ ખરાબ શક્તિઓ રહેતી નથી. શંખ માંથી નીકળતી ધ્વની ની શક્તિ એટલી હોય છે કે, તે દરેક નેગેટિવ ચીજને દૂર કરી દે છે.
ભગવાન વિષ્ણુ પણ પોતાની પાસે શસ્ત્ર રૂપે એક શંખ રાખતા હતા. અધ્યાત્મમાં શંખની ધ્વનિ ની તુલના ઓમ ની ધ્વનિ સાથે કરવામાં આવી છે. ઘરમાં શંખ રાખવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. શંખ ઘરમાં રાખવાથી ધન સંબંધિત પરેશાનીઓ સમાપ્ત થાય છે. માટે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં શંખ રાખવો જોઈએ. જો તમારા ઘરમાં શંખ રાખવા માંગતા હોવ તો આ વસ્તુઓ નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ વસ્તુનું ધ્યાન રાખશો નહીં તો શંખ રાખવાથી લાભ મળવાને બદલે નુકસાન થઈ શકે છે.
- જ્યારે પોતાના ઘરમાં શંખ લાવો ત્યારે એક નહીં પરંતુ બે શંખ ઘરમાં લાવવા. બે શંખ હોવાનું શુભ ગણવામાં આવે છે તેમજ ઘરમાં એક શંખ રાખવો અશુભ ગણાય છે.
- ઘરમાં બે શંખ લાવીને એક શંખનો ઉપયોગ પૂજામાં કરો બીજા શંખનો ઉપયોગ દરરોજ વગાડવામાં કરવો.
- પહેલા શંખ ને પીળા કપડામાં વીંટાળી અને પૂજા સ્થળ પર રાખવો જ્યારે પણ ભગવાનની પૂજા પાઠ કરો તો તેની પૂજા પણ અવશ્ય કરવી. તેનાથી ઘરમાં બરકત રહે છે.
- બીજા શંખને રોજ સવારે અને સાંજે વગાડવું તેનાથી તમારા ઘરની નકારાત્મક ઊર્જા દૂર થશે અને જ પરિવાર નું વાતાવરણ ધ્વનિ થી સકારાત્મક બનશે ઘર નાં લડાઈ-ઝઘડાઓ ખતમ થશે.
- ધ્વ્નીવાળા શંખ ને જ્યારે પણ વગાડો ત્યારે તેને પહેલાં ગંગાજળથી ધોઈ અને સાફ કરવો ત્યારબાદ તેનું કાર્ય પૂરું થઈ જાય ત્યારે તેને સફેદ કપડામાં લપેટીને પૂજા નાં સ્થાન પર રાખવો.આ રીતે ઘરમાં શંખ લાવતી વખતે આ વાતો નું ધ્યાન અવશ્ય રાખવું.