ઘર નાં મુખ્ય દરવાજા પર આ ૩ વસ્તુઓ અવશ્ય લગાવવી પરિવારમાં રહેશે શાંતિ, આવકમાં થશે જબરદસ્ત વધારો

વાસ્તુશાસ્ત્રમાં ઘરની સકારાત્મક અને નકારાત્મક ઉર્જા માટે ઘણી જાણકારી આપવામાં આવી છે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવા માટે દરેક વસ્તુનો વાસ્તુ અનુસાર હોવી ખૂબ જ જરૂરી છે. એવામાં આજે અમે આપને ઘરનાં મુખ્ય દરવાજા સાથે જોડાયેલ વાસ્તુ શાસ્ત્ર નાં નિયમ બતાવી રહ્યા છીએ. ઘરનો મુખ્ય દરવાજો એવી જગ્યા છે જ્યાંથી ઘરમાં પોઝિટિવ અને નેગેટિવ એનર્જી અંદર આવે છે તેથી તેને બનાવતી વખતે આ વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
- જ્યારે પણ ઘરનો મુખ્ય દરવાજો બનાવો ત્યારે તેની નીચે ચાંદીનો તાર રાખવો જોઈએ. આવું કરવાથી વાસ્તુ શાસ્ત્ર મુજબ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાંદીનો તાર રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. એવી માન્યતા છે કે, ઘરનાં મુખ્ય દરવાજા માં જો ચાંદીનો તાર રાખવામાં આવે તો ઘરમાં પૈસા આવે છે અને આર્થિક તંગી રહેતી નથી.
- અને ચાંદીને શીતળતા નું પ્રતિક ગણવામાં આવે છે તેના ઉપયોગથી ઘરમાં સુખ શાંતિ અને પોઝિટિવ વાતાવરણ બની રહે છે. પરીવારમાં મતભેદ ઓછા થાય છે. પરિવારમાં પ્રેમની ક્યારેય કમી રહેતી નથી.
- જ્યારે ઘરનો મુખ્ય દ્વાર બનાવવામાં આવે ત્યારે તેનો ઉમરો લાકડાનો જ બનાવો એવી માન્યતા છે કે, લાકડા નો ઉબરો ઘરમાં આવનારી નેગેટિવ એનર્જીને રોકવાનું કામ કરે છે. તેથી તેને લગાવવાથી ઘરમાં નેગેટિવ એનર્જી પ્રવેશ થશે નહીં. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો ઉંબરો લાકડાનો લગાવો ખૂબ જ શુભ ગણવામાં આવે છે.
- ઘરના મુખ્ય દ્વાર ને સજાવવા માટે ઓમ, સ્વસ્તિક જેવા ધાર્મિકચિન્હો નો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ એવા ચિન્હો લગાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. અને જો ઘરના મુખ્ય દરવાજા પર તેને લગાવવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
- ઘરનું મુખ્ય દરવાજો બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, ઘરનાં મુખ્ય દરવાજાનો રંગ ભૂલથી પણ કાળો કરવો નહીં. કાળો રંગ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. એટલા માટે ઘરનાં મુખ્ય દરવાજા ને કલર કરતી વખતે આછા રંગનો ઉપયોગ કરવો જોઈએ. જો ઘરનો દરવાજો કાળા રંગનો કરવામાં આવે તો ઘરનાં વડીલો ટેન્શનમાં રહે છે આ ઉપરાંત ઘરમાં અશાંતિ રહે છે.