ઘરની આ દિશામાં આ ચીજ વસ્તુઓ રાખવાથી ધન સંપતિ વધે છે, અને વેપારમાં પ્રગતિ થાય છે

આજના સમયમાં તેનું જ સમાજમાં માન-સન્માન હોય છે જેની પાસે ધન- સંપતિ હોય છે જેની પાસે ધન નથી હોતું તેનું માન પણ હોતું નથી અને તેનું જીવન પણ સારી રીતે પસાર થતું નથી. જીવનમાં નાની નાની વસ્તુઓ માટે પણ તેમને પરેશાની નો સામનો કરવો પડે છે. કહેવત છે નાણાં વગરનો નાથીયો અને નાણે નાથાલાલ આમ દરેક વ્યક્તિ ધનવાન બનવા ઇચ્છે છે. તેના માટે તે દિવસ અને રાત મહેનત કરે છે. પરંતુ ઘણીવાર મહેનત કર્યા બાદ પણ આર્થિક પરેશાનીઓ દૂર થતી નથી. વ્યક્તિ દ્વારા જીવનમાં ઘણી ભૂલો થઇ હોય છે જેના કારણે તેના મહેનત કરવા છતાં પણ શ્રેષ્ઠ પરિણામ મળતાં નથી.
વાસ્તુશાસ્ત્ર નો વ્યક્તિ નાં જીવન પર પડતો પ્રભાવ
વાસ્તુશાસ્ત્ર ની દરેક વ્યક્તિનાં જીવન પર ખૂબ જ અસર પડે છે. વાસ્તુશાસ્ત્ર નાં આધારે ઘરની દિશા અને દશા નક્કી થાય છે ઘરમાં ઘણી એવી દિશાઓ હોય છે જ્યાં ચીજ-વસ્તુઓ રાખવાથી વ્યક્તિને આર્થિક પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. ઘણા લોકો વાસ્તુશાસ્ત્ર નાં નિયમો નું પાલન કરતા નથી, દરેક વ્યક્તિએ પોતાનાં ઘર અને દુકાનમાં વાસ્તુશાસ્ત્ર નાં નિયમો નું પાલન કરવું જોઈએ.
માં લક્ષ્મી નારાજ થાય છે
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉત્તર દિશા ધનનાં દેવતા કુબેર દેવની અને દેવી લક્ષ્મીની ગણાય છે. કોઈ પણ ઘરમાં કુબેર એટલે ઉત્તર દિશામાં થી જ પ્રવેશ કરવો જોઈએ આ દિશામાં કોઈ પણ વસ્તુનું સારી રીતે નિર્માણ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ માં વધારો થાય છે. આ દિશામાંથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રવેશ કરે છે. તેથી આ દિશામાં કોઈ એવી વસ્તુઓ ન રાખવી જેનાથી કુબેર દેવ અને માં લક્ષ્મી નારાજ થાય આજે ઘણી એવી વસ્તુઓ વિશે જણાવીશું કે જેને એ ઘરની દિશામાં રાખવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે.
ઘરની ઉતર દિશામાં આ વસ્તુઓ રાખવી
ઘરની આ દિશામાં ગંદકી રાખવી નહી. હંમેશા આ દિશાને સાફ રાખવી જ્યાં સાફ-સફાઈ હોય છે ત્યાં માં લક્ષ્મી નિવાસ કરે છે.આ દિશામાં લીલા રંગનો પ્રયોગ વધારે કરવો જેમકે પડદાઓ નું રંગ તે મુજબ કરવોઘરની આ દિશામાં તાંબાનાં વાસણમાં જળ ભરીને તેના પર પાણી વાળું નાળિયેર રાખવું આમ કરવાથી ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.ઘરની ઉત્તર દિશામાં લીલા રંગનું પિરામીડ રાખવું તેનાથી ઘરનાં દરેક વાસ્તુદોષ દૂર થાય છે. ઘર કે દુકાનમાં ઉત્તર દિશામાં લાલનાં કપડામાં ત્રણ સિક્કા બાંધીને રાખી દેવા સિક્કા રાખતી વખતે કોઈનું ધ્યાન તમારા પર પડે નહીં તે વાતનો ખાસ ખ્યાલ રાખવો.દરેક ઘરની ઉત્તર દિશામાં એક પાણીવાળું નાળિયેર પર હળદર અને કંકુ લગાવીને રાખવું. અને જુના નાળિયેર ને પાણીમાં પ્રવાહિત કરી દેવું.આ દિશામાં કાચબાની મૂર્તિ કે ફોટો રાખવાથી આર્થિક નુકશાનથી બચાવ થાય છે અને ઘરમાં ધન નું આગમન થાય છે. સૂતી વખતે ભૂલથી પણ તમારુ મસ્તક ઉત્તર દિશામાં રાખવું નહીં.