ગર્લફ્રેન્ડ સાથે ભુલથી પણ શેયર ના કરવી આ વાતો, નહીં તો થઈ શકે છે પરેશાની

આજના સમયમાં ગર્લફ્રેન્ડ બનાવી ખૂબ જ મુશ્કેલ કામ છે. તમે લોકો એ વાત સારી રીતે જાણતા હશો એક છોકરી ની પાછળ ૧૦ છોકરાઓ લાઈન લગાવીને ઉભા હોય છે છતાં જો કોઈ રીતે તે તમારી ગર્લફ્રેન્ડ બની જાય છે તો આ સંબંધ લાંબા સમય સુધી કાયમ રાખવો એ એક પડકારરૂપ કાર્ય છે. તમારી એક ભૂલ નાં કારણે જલ્દીથી બ્રેકઅપ થઈ શકે છે.આ બ્રેકઅપ ની પાછળ ઘણીવાર બોયફ્રેન્ડ ની વાતો જવાબદાર હોય છે.તમે જોયું હશે કે મહિલાઓ પોતાના સિક્રેટ છૂપાવવામાં એક્સપર્ટ હોય છે તેમજ પુરુષ ફટાફટ બધું જ કહી દે છે અહીંયા પ્રોબ્લેમ એ થાય છે કે, ઘણી ખાસ પ્રકારની વાતો જો તમે તમારી પ્રેમિકાને જણાવી દેશો તો તે તમારા સંબંધ માટે જોખમરૂપ બની શકે છે. આ વાતો જાણ્યા બાદ તે તમારી સાથે બ્રેકઅપ કરી શકે છે. માટે તમારી પ્રેમિકા સાથે ભૂલથી પણ આ વાતો શેયર ના કરવી.
મહિલા મિત્ર સાથે ફરવા જવું
જેલેર્સી ની ભાવના દરેક છોકરીઓ માં હોય છે. તે તમને કોઈ બીજી છોકરી સાથે એન્જોય કરતા જોઈએ છે તો તે જોઈ શકતી નથી પછી ભલે તમે તેની સાથે વફાદાર રહો પરંતુ તેના મનમાં ક્યાંય ને ક્યાંય શંકા નો કીડો બેસી જાય છે તેથી જ્યારે પણ તમારી ફીમેલ ફ્રેન્ડ સાથે મુવી જોવા કે ફરવા જાવ તો એ વાતને તમારી ગર્લફ્રેન્ડને જણાવવી નહીં અન્યથા તે વસ્તુ તમારી વચ્ચે નાં ઝઘડાનું કારણ બની શકે છે.
ગર્લફ્રેન્ડ ની માતા
એક છોકરી ને પોતાની માં ખૂબ જ વહાલી હોય છે તે કોઈનાં મોઢા માંથી તેના વિશે ખરાબ વાત સાંભળી શકતી નથી. તેવામાં જો તમને તમારી પ્રેમિકા ની માં સારી લાગતી ન હોય તો તે વાત તેને ક્યારેય જણાવી નહીં ભલે તેમની માતા તમારા બંને નાં સંબંધો વચ્ચે દખલ દઈ રહ્યા હોય. તમે પ્રેમિકાની માતા વિશે જો કઈ કહેશો તો તેની ભાવનાઓને ઠેસ પહોચશે. અને તેની નેગેટિવ અસર તમારા સંબંધ પર પડી શકે છે.
મેસેજ ના કરવો
ઘણા છોકરાઓ એવા હોય છે જેને મોબાઇલ પર મેસેજ કરવો પસંદ હોતું નથી મોબાઈલ પર વાતો કરતા રહેવું પણ પસંદ હોતું નથી. તે તેમની લાઈફમાંથી થોડોક સમય પોતાના માટે ઈચ્છે છે. તે આ વાત ખુલીને પ્રેમિકાને કઈ શકતા નથી જો તે વાત જણાવી દે તો બ્રેકઅપ થવાના ચાન્સ વધી જાયછે.
પ્રેમિકા ની ગર્લફ્રેન્ડ ની પ્રશંસા
દરેક છોકરાઓને બીજાને પ્રેમિકા પોતાની ગર્લફ્રેન્ડ કરતાં વધારે સુંદર લાગતી હોય છે કહેવત છે કે, બીજાની થાળીમાં લાડવો મોટો બસ છોકરાઓ નું એવું જ કંઈક છે. જો કે તમે તમારો સંબંધ સલામત રાખવા ઈચ્છતા હોવ તો ભૂલથી પણ પ્રેમિકા ની સામે તેની ફ્રેન્ડ ની પ્રશંસા કરવી નહીં તેનાથી તે નારાજ થઈ શકે છે.