ગંગાજળ નાં આ ઉપાયો થી દુર થઇ જશે બધી મુશ્કેલીઓ, ખુલી જશે તમારી કિસ્મત

હિન્દુ ધર્મશાસ્ત્રમાં ગંગાજળ નું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં કોઇપણ પાઠપૂજા ગંગાજળ વગર પૂર્ણ થતી નથી. માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ બધા ધર્મોમાં ગંગાજળ નું સર્વોચ્ચ સ્થાન છે. ગંગાજળ ને અમૃતની સમાન માનવામાં આવે છે અને માનવામાં આવેછે કે, તેનાથી જીવનની મુશ્કેલીઓ પણ દૂર થાય છે.ગંગાજળ ને લઈને થોડા ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. જો તમે આ ઉપાયોનું પાલન કરો તો તમારા જીવનની મુશ્કેલીઓ દુર થાય છે અને તમને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ શું છે આ ઉપાયો
ગંગા જળનાં આ ઉપાયોથી લાભ થશે
જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે, જો નિયમિત રીતે ભગવાન શંકરને ગંગાજળ ચઢાવવામાં આવે તો મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. ગંગાજળ ભગવાન શિવને અત્યંત પ્રિય છે. તેવામાં જો ભગવાન શિવજીને ગંગાજળ ચઢાવવામાં આવે તો તેઓ પ્રસન્ન થાય છે અને તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો જીવનમાં નોકરી અને ધન સંબંધી મુશ્કેલીઓ થઇ રહી હોય તો જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભગવાન ભોલેનાથને ગંગાજળ ચડાવવું જોઈએ. આ દરમિયાન એક ખાસ ધ્યાન રાખો કે, ગંગાજળ પીતળ નાં લોટા માં ભરી ને ચડાવવું. અને જો શક્ય હોય તો એક લોટામાં ગંગાજળ ભરી તેમાં બીલીપત્ર અને કમળનું પુષ્પ નાખીને ભોલેનાથ ને સમર્પિત કરો. માનવામાં આવે છે કે, આવું કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને નોકરી સંબંધી સમસ્યાઓ હોય તો દૂર થાય છે.
આજકાલના જમાનામાં મોટે ભાગે લોકો કર્જમાં ડૂબેલા રહે છે આવામાં જો તમે પણ કર્જથી પરેશાન હો અને તેનાથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોવ તો ગંગાજળ નો ઉપાય તમને કર્જથી રાહત આપશે. તેના માટે ગંગાજળ ને એક પીતળ નાં લોટા માં ભરી લો અને તેને તમારા શયન કક્ષમાં ઉત્તર-પૂર્વ ખુણામાં રાખી દો. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આવું કરવાથી કર્જથી રાહત મળે છે અને જલ્દીથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. માનવામાં આવે છે ગંગાજળ નાં આ ઉપાય થી ઘરની બીજી સમસ્યાઓ પણ દૂર થાય છે.
જો તમે કોઈ જાનલેવા બીમારીથી પીડિત હો અથવા તમારા ઘરનું કોઈ પણ સભ્ય હંમેશા બીમાર રહેતુ હોય તો ગંગાજળનો આ ઉપાય તમને આ મુશ્કેલીઓમાંથી મુક્તિ આપી શકે છે. જ્યોતિષશાસ્ત્રનાં જણાવ્યા પ્રમાણે જો તમારે બીમારીઓથી છુટકારો જોઈતો હોય તો નિયમિત ગંગાજળનું સેવન અવશ્ય કરો.
ગંગાજળ ની શુદ્ધતા વિશે તો બધાને ખબર જ છે. સાથે જ વૈજ્ઞાનિકો પણ તેની શુદ્ધતાને માનેછે. ગંગાજળનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જે લોકો બીમારીથી પીડાય રહ્યા હોય તેમને નિયમિત ગંગાજળ પીવડાવવું જોઈએ અને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. સાથે ગંગાજળને હંમેશા ઘરમાં રાખવાથી સુખ અને સમૃદ્ધિ પણ મળે છે. એક પાત્રમાં ગંગાજળ ભરીને હંમેશાં ઘરમાં રાખવું જોઈએ.