ગુગલ પર ભૂલથી પણ ના કરશો આ વસ્તુઓને સર્ચ, નહીંતર ફસાઈ જશો

આજકાલ કોઈ પણ વસ્તુઓની શોધખોળ માટે ગુગલનો સહારો લેવાની દરેકને આદત પડી ગઈ છે. પરંતુ આડેધડ સર્ચ કરવાની કૂટેવ ક્યારેક ભયદાયક નિવડી શકે છે. આજે અહીં અમે એવી ખાસ જાણકારી શેયર કરી રહ્યા છીએ કે જે આપને ઉપયોગી નીવડશે.જો તમારી તબિયત ખરાબ હોય અને તબીબી લક્ષણોનાં આધારે તમે દવાઓ સર્ચ કરવા માટે ગુગલનો સહારો લેવાની ક્યારેય પણ ભૂલ કરશો નહીં. એનાથી તબિયત ખરાબ થવાની શક્યતા રહે છે. આનાં કરતાં તબીબી સલાહ લેવાનું વધુ હિતાવહ છે.ગુગલ પર ભૂલથી પણ બોમ્બ જેવાં સ્ફોટક પદાર્થો સર્ચ કરશો નહીં. બોમ્બ બનાવવાની ટેકનોલોજી સર્ચ કરવાની ભૂલ ખતરનાક સાબિત થઇ શકે છે. કેમકે આવો પ્રયોગ કરશો તો તમારું આઇપી એડ્રેસ સીધું જ સુરક્ષા એજન્સી પાસે પહોંચી જશે અને તમારે જેલમાં જવાનો વારો આવશે.જ્યારે તમને કોઈ એપ પ્લે સ્ટોર કે એપલ એપ ઉપર ના મળે તો આડેધડ ગુગલ પર સર્ચ કરવાની ભૂલ કરશો નહીં. એવું કરવાથી તમે બનાવટી એપના ચક્કરમાં ફસાઈ જશો. અને તમારાં ડીવાઈસ ને નૂકશાન થવાની શક્યતા રહે છે. ઉપરાંત તમારા ડેટા હેક થવાની સંભાવના રહે છે.
ખાસ યાદ રાખો કે, જો તમે પર્સનલ ઇ-મેઇલ લોગઇન ગુગલ પર સર્ચ કરશો તો તમારું એકાઉન્ટ અને પાસવર્ડ લીક થવાનું જોખમ વધી જશે.આપણે ક્યારેક કોઈ પણ પ્રોડક્ટ નો ઉપયોગ કરતાં હોઈએ ત્યારે તેમાં મૂશ્કેલી આવી પડે તો સીધાં કસ્ટમર કેરનો સંપર્ક કરવાનું વિચારીએ છીએ. એવામાં જો કસ્ટમર કેરનો નંબર તમારી પાસે ના હોય તો ગુગલ પર સર્ચ કરશો નહીં.જો એવી ભૂલ કરશો તો નૂકશાનકારક સાબિત થશે.સાઇબર ક્રાઇમ માં વધારો કરનાર હેકર કોઈ પણ કંપની નાં બનાવટી હેલ્પલાઇન નંબર ગુગલ પર ફલોટ કરશો તો તમારો નંબર હેકર પાસે પહોંચી જશે. અને તે નંબર પરથી ગઠીયા ગુનો કરશે તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે.