ગુગલ પર આવતાં વર્ષથી નહીં મળે અનલિમિટેડ ફ્રી સ્ટોરેજ, ૧૫ જીબી થી જ કામ ચલાવવું પડશે

ગુગલ દ્વારા એપ માં બદલાવ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુગલ દ્વારા આવતાં વર્ષથી ફોટો એપમાં બદલાવ કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગેની કંપની દ્વારાજાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ પહેલી જુન ૨૦૨૧ થી ગુગલ ફોટો યુઝર્સ ને નિરાશાજનક સમાચાર મળશે. આ નવાં નિર્ણય અનુસાર આગામી નવાં વર્ષથી ગુગલ ફોટો માટે ફ્રી સ્ટોરેજ સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મતલબ કે, પહેલી જુનથી એપમાં બેકઅપ થનારાં ફોટોઝ તથા વિડીઓ ગુગલ એકાઉન્ટ સાથે આવતી ૧૫ જીબી સ્ટોરેજ માં એડ નહી થાય.આમ ગુગલ કંપની એ જાહેર કરેલ નિર્ણય મુજબ હાઇ ક્વોલિટી ફોટોઝ માટે અનલિમિટેડ સ્ટોરેજ ઓફર કરવામાં આવેલ છે. કંપનીનાં જણાવ્યાં પ્રમાણે હમણાં સુધી ગુગલ ફોટોમાં ૪ ટ્લીયન ડોલર થી વધારે ફોટોઝ સ્ટોર થઇ ચૂક્યાં છે. દરેક અઠવાડીયા માં ૨૮ બિલિયન નવી તસવીરો તેમજ વિડીઓ અપલોડ કરવામાં આવે છે.
કંપનીના ફોટોઝ પ્રેસિડેન્ટ શિમરિત બેન અયર એ એક બ્લોગ પોસ્ટ માં કહયું છે ‘ ધણાંખરાં લોકો પોતાની યાદો સ્ટોર કરવા માટે ગુગલ ફોટો પર નિર્ભર હોય છે. એ પણ જરુરી હોય છે તે ફક્ત ઉત્તમ પ્રોડક્ટ જ નહી પરંતુ લાંબા સમય સુધી તમારી જરૂરિયાત પુરી કરે.ઉલ્લેખનીય છે કે, નવાં ફેરફાર ૧ જુન ૨૦૨૧ થી અપલોડ થનારાં ફોટોઝ તથા વિડીઓ માટે હશ. યુઝર્સ ગુગલ ફોટોઝ પરથી પોતાનાં ફોટોઝ અને વિડીયો નાં બેકઅપ લઇ શકેછે અને આગામી વર્ષની ડેડલાઇન સુધી માં યુઝર્સ ફ્રી અપલોડ કરી શકે છે. ગૂગલ ની ફ્રી ૧૫ જીબી સ્ટોરેજ જીમેઈલ, ડ્રાઇવ અને ફોટોઝ દરેક માટે છે. મતલબ કે, આપની પાસે ફોટોઝ અને વિડીઓનાં બેકઅપ લેવાં માટે મહિના નો સમય છે.
ગુગલ પાસે એક એવું ટુલ છે કે જેનાં દ્વારા યુઝર્સ ને જાણકારી મળશે કે તેનું ૧૫ જીબી સ્ટોરેજ ક્યાં સુધી ચાલશે. જે યુઝર્સ ને ૧૫ જીબીથી વધારે સ્ટોરેજની જરુરત હોય છે તેઓ ગુગલ વન પેડ સબસ્ક્રીપ્શન લઇ શકે છે . આગામી વર્ષ થી ગુગલ એક નવું ટુલ લોંચ કરશે કે, જેનાથી યુઝર્સ ને ફોટોઝ તેમજ વિડીઓ નાં બેકઅપ લેવા માં સરળતા રહે.આમ ગુગલ કંપની એ લીધેલા નિર્ણય ને કારણે ગુગલ યુઝર્સ નિરાશ થશે.