ગરદન અને છાતી પાસેની કાળાશ દૂર કરવા માટે અજમાવો આ ઉપાય એક જ અઠવાડિયામાં થશે ફાયદો

ઘણી મહિલાઓ ની ગળા અને છાતીની ત્વચા એકદમ કાળી પડી ગઇ હોય છે. જેના કારણે મહિલાઓ કાળાશને દૂર કરવા માટે ધણા પ્રકારની પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે પરંતુ તેનાથી ફરક પડતો નથી તેથી તે જો તમારી ત્વચા પર કાળાશ થઈ ગઈ હોય તો તેને દૂર કરવા માટે આ અસરદાર ઉપાયો અજમાવો જેની મદદથી સ્કિન ની કાળાશ એક સપ્તાહની અંદર જ દૂર થઈ જશે. ચાલો જાણીએ તે ઉપાયો વિશે
લીંબુ નો ઉપયોગ
ગળા અને છાતીની કાળાશને દૂર કરવા માટે લીંબુ ફાયદાકારક સાબિત થાય છે. લીંબુ ની મદદથી તમારી સ્કિન ની ચમક જલ્દી થી પાછી આવી શકે છે કાળાશને દૂર કરવા માટે લીંબુ નાં રસ ને કાઢીને રૂની મદદથી ત્વચા પર લગાવો. ત્યારબાદ ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી લગાવીને રાખવું. ૨૦ મિનિટ બાદ નવશેકા પાણીથી તેને બરાબર સાફ કરવું. લીંબુનો રસ લગાવવાથી એક અઠવાડિયાની અંદર કાળાશ દૂર થઈ જશે અને ત્વચાની રંગત પાછી આવી શકશે. જોકે લીંબુની ખટાશ રંગ ને સાફ કરવાનું કામ કરે છે અને સ્કિન પરનાં ટેન ને દૂર કરે છે. આ ઉપાય જરૂર થી અજમાવો.
સ્ક્રબ કરવું
સ્ક્રબની મદદથી ગળા અને છાતીને ચમકાવી શકાય છે. તમે ઘરે પણ આ સ્ક્રબ તૈયાર કરી શકો છો. સ્ક્રબ તૈયાર કરવા માટે ચોખા, મધ અને લીંબુ ની જરૂર પડે છે. બે ચમચી ચોખા ને સાફ કરી ત્યારબાદ તેને પીસી તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને આ લેપને સ્કિન પર હલકા હાથથી સ્ક્રબ કરવું. ઓછામાં ઓછી દસ મિનિટ સુધી તેને સ્ક્રબ કરવાથી અસર દેખાય છે. ત્યાર બાદ પાણી થી સાફ કરવું એક અઠવાડિયામાં ઓછામાં ઓછું ૨ વાર તેને લગાવવું. સ્ક્રબ તૈયાર કરવા માટે ચોખા ની જગ્યાએ બદામ નો પ્રયોગ પણ કરી શકો છો.
ચણાનો લોટ અને દહીં
જો સતત બે અઠવાડિયા સુધી ચણાનો લોટ અને દહીં સ્કિન પર લગાવવામાં આવે તો તેની કાળાશ સરળતાથી દૂર થઈ જાય છે. એક ચમચી ચણાનાં લોટ ની અંદર દહીં નાખી ને તેને સારી રીતે ગળા અને છાતી પર લગાવો. ત્યારબાદ ૨૦ મિનિટ સુધી તેને સૂકાવા દેવું. ત્યારબાદ તેને નવશેકા પાણીથી સાફ કરવું. આ ઉપાય ખૂબ જ લાભકારી સાબિત થાય છે. તેનાથી તમારી સ્કિન માં ચમક આવે છે.
એલો વેરા જેલ
સ્કિન માટે એલોવેરા જેલ ખૂબ જ મદદગાર સાબિત થાય છે અને તેને લગાવવાથી અગણિત લાભ સ્કિનને થાય છે. જો તમારા ઘરે એલોવેરાનો છોડ હોય તો તેમાંથી એલોવેરા જેલને કરી શકો છો તમે એલોવેરા ને વચ્ચેથી કાપીને ત્યારબાદ તેમાંથી જેલ કાઢીને એક બાઉલમાં રાખવું. આ લેપ ને નિયમિત લગાવાથી સ્કિનમાં ચમક આવે છે અને ત્વચા મુલાયમ બને છે.
મુલતાની માટી
મુલતાની માટીમાં બે ચમચી લીંબુનો રસ મેળવીને લેપ તૈયાર કરો. તે ને ગળા પર લગાવી પંદર મિનિટ બાદ તેને સાફ કરવું. મુલતાની માટી અને લીંબુ ની પેસ્ટ લગાવવાથી કાળાશ દૂર થાય છે. આ પેસ્ટ ચહેરા પર, હાથ અને પગ પર પણ લગાવી શકો છો.