ગરદન અને માથા નાં દુખાવાથી થઈ શકે છે સર્વાઇકલ સ્પોન્ડીલોસિસ ની સમસ્યા, જાણો તેના વિશે

સર્વાઇકલ સ્પોન્ડીલોસિસ એક પ્રકાર નો વા છે. જેમાં સર્વાઇકલ એટલે કે ગરદન માં દુખાવો,ગરદન જકડાઈ જવી અને માથાના દુખાવાની સમસ્યા રહેછે સર્વાઈકલ સ્પોન્ડીલો સિસ ની તકલીફ એવા લોકોને વધારે પરેશાન કરે છે આખો દિવસ એક જગ્યાએ બેસીને કામ કરેછે. જે લોકો ડેસ્ક વર્ક કરે છે તે લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળેછે આજકાલ યુવાઓમાં આ સમસ્યા ખૂબ જ જોવા મળી રહી છે. આમ તો આ સમસ્યા સામાન્ય છે. પરંતુ બેદરકારી રાખવાથી આગળ જઇને આ સમસ્યા ગંભીર રૂપ લઈ શકે છે.આ સમસ્યા સ્ત્રી અને પુરુષો બંને માં જોવા મળેછે. ૪૦ વર્ષ પછી લગભગ ૬૦ ટકા લોકોને આ પરેશાની થઇ શકે છે.
આ કારણોથી થાય છે સમસ્યા
ખોટી રીતે બેસવાથી, સુતા સુતા ટીવી જોવાથી કે પથારીમાં સુતા સુતા વાંચવાથી આ સમસ્યા થાય છે. સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ ખોટી રીતે સૂવાથી, વધતી ઉંમર નાં કારણે ખોટી અવસ્થામાં વધારે ટાઈમ સુધી બેસવાથી, કામ કામના કારણે ગરદન પર વધારે તણાવ આવે તો, ગરદન પર વાગવાથી, સ્લીપ ડિસ્ક અને વધારે વજન પણ તેની પાછળ નું કારણ હોઇ શકે છે. જો તમારા પરિવારમાં કોઈને સ્પોન્ડીલાઈટીસ જેવી સમસ્યા છે તો નવી પેઢીમાં પણ આ સમસ્યા આવી શકે છે.
લક્ષણો
ગરદનમાં દુખાવો થવો ધીમે ધીમે દુખાવો વધતો જવો, ગરદન જકડાઈ જવી કાર્યક્ષમતામાં કમી મહેસૂસ થવી, સ્વભાવમાં ચીડ ચીડાપણું રહેવું, તણાવ અને ચિંતા રહેવી ખંભા નો દુખાવો થાક લાગવો અને હાથમાં ખાલી ચડવી વગેરે લક્ષણો છે.
ઉપચાર
ગરદન નાં દુખાવા ને અવગણવો નહીં ડોક્ટરની સલાહ લઇને એક્સરસાઇઝ કે સારવાર શરૂ કરવી. બોડીનું પોસ્ચર બરાબર રાખવું. નિયમિત વ્યાયામ અથવા યોગ કરવા અને લાંબા સમય સુધી બ્રેક વગર કામ કરવાથી પણ આ સમસ્યા થઈ શકે છે માટે થોડા સમય માટે કામ માંથી બ્રેક લેવી . ખોટી રીતે તકિયો રાખીને સુવાથી પણ આ સમસ્યા થઈ શકે છે માટે સુતી વખતે શરીરનું યોગ્ય સંતુલન રાખવું. ગરદન ખંભા અને હાથ માં દુખાવો તેનાં શરૂઆત નાં લક્ષણો છે. માટે તુરતંજ ડોક્ટરની સલાહથી રાહત મેળવી શકાય છે સાથે જ એક્યુપેશર થી પણ જલદીથી રાહત મળે છે.