ગ્રહ-નક્ષત્ર થી બની રહ્યો છે અશુભ યોગ, આ આ રાશિનાં લોકોને થશે કષ્ટ

જ્યોતિષ અનુસાર આ આજે ૨ અશુભ યોગ બની રહ્યો છે અને આ યોગ સ્થિર કાર્ય હેતુ ઠીક છે પરંતુ કોઈપણ ભાગદોડવાળા કાર્ય અથવા યાત્રા વગેરે માટે આ યોગ અનુકૂળ રહેશે નહીં. આ યોગમાં કરવામાં આવેલ કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે નહિ. આ યોગનાં કારણે અનેક કષ્ટ સહન કરવા પડશે. આ રાશિના લોકો પર આ યોગનો અશુભ પ્રભાવ પડશે ચાલો જાણીએ આ રાશિનાં લોકો વિશે
મેષ રાશિ
મેષ રાશિવાળા લોકોને કાર્યભાર વધારે રહેશે અને લાભ ઓછો થશે. તમારા કામમાં સતત પ્રયાસ કરવાથી તમને પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. ગાડી ચલાવતી વખતે સાવધાની રાખવી. આર્થિક સ્થિતિમાં ચડાવ-ઉતાર આવશે. ભાગીદારી નાં કાર્યોમાં સમજી વિચારીને આગળ વધવું. ઘર નાં અનુભવી લોકોની સલાહ જરૂર લેવી. ભાગ્યથી વધારે તમારે મહેનત પર ભરોસો કરવાનો રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા લોકો પર આ અશુબ યોગ નો સામાન્ય પ્રભાવ રહેશે. કામકાજ માં જવાબદારી વધારે રહેશે જેનાં કારણે તમે શારીરિક થાક અને કમજોરી નો અનુભવ કરશો. તમારી વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. કોઇપણ પ્રકારનાં વાદવિવાદ ને વધારવો નહિ. કોઇ મોટો નિર્ણય લેતા પહેલાં સમજી વિચારીને આગળ વધવું સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. તમારા અધુરા કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરવી.
કર્ક રાશિ
આજ રાશિવાળા લોકો ને વધારે જવાબદારી મળી શકે છે. તેથી તમારી જવાબદારી માટે તૈયાર રહેવું. દાંપત્ય જીવન માં ઉતાર ચડાવ રહેશે. નુકસાન થવાની સંભાવના છે. તમારે કોઈ નવા કાર્ય ની શરૂઆત થોડા દિવસો માટે ના કરવી. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને સખત મહેનત કરવી પડશે.
કન્યા રાશિ
કન્યા રાશિવાળા લોકોને મિશ્રિત પરિણામ મળશે. ઓફિસમાં તમને તમારું મંતવ્ય આપવાની તક પ્રાપ્ત થશે. કારકિર્દીમાં સફળતા મળશે. ભાઈ-બહેનો સાથે કોઈ વાતને લઈને મતભેદ થવાની સંભાવના છે. તમારો આત્મ વિશ્વાસ કમજોર પડી શકશે. જીવનસાથી સાથે વધારે સમય વ્યતીત કરવાનો પ્રયાસ કરી શકો છો. ચિંતામાં વધારો થશે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું.
મકર રાશિ
મકર રાશિવાળા લોકો માટે સમય મુશ્કેલ રહેશે જૂની વાતને લઇ ને તમે ખૂબ જ બેચેની અનુભવશો. નાની-નાની વાતો પર ગુસ્સો આવી શકે છે. કોઈની સાથે વાદ-વિવાદમાં પડવું નહીં. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થઇ શકે છે. તમે ધન રોકાણ કરવા ઇચ્છતા હો તો ઘર નાં અનુભવી લોકોની સલાહ લઈને આગળ વધવું.