ગરુડ પુરાણ અનુસાર આ લોકો સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર ના કરવો જોઈએ, બાકી જીવનમાં થાય છે નુકસાન

ગરુડ પુરાણ અનુસાર આ લોકો સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર ના કરવો જોઈએ, બાકી જીવનમાં થાય છે નુકસાન

ગરુડ પુરાણ હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ પુરાણ માનવામાં આવે છે. આમાં ઘણી એવી વાર્તાઓ અને વાતો બતાવવામાં આવી છે, જે માણસ નાં જીવન માટે ખુબ જ ઉપયોગી છે. તેનું પાલન કરવાવાળા વ્યક્તિ નું જીવન મુશ્કેલી થી દૂર રહે છે. ગરુડ પુરાણમાં સ્વર્ગ-નર્ક, પાપ-પુણ્ય આ સિવાય પણ ઘણું બધું કહેવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમ અને ધર્મની ઘણી મહત્વપૂર્ણ વાતો વિષે પણ કહેવામાં આવ્યું છે. જીવન અને મૃત્યુનું રહસ્ય છુપાયું છે ગરુડ પુરાણમાં ગરુડ પુરાણમાં જ્યાં એક તરફ મુત્યુ વિશે બતાવવામાં આવ્યું છે ત્યાં જ બીજી તરફ જીવનનાં રહસ્યો પણ જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં થોડા કેટલાક લોકો વિશે પણ જણાવવામાં આવ્યું છે, જેમની સાથે વધારે નમ્રતાપૂર્વક વાત ના કરવી જોઈએ. આવું કરવા પર તેઓ તમારી વાત સાંભળશે જ નહીં અને તમારે જીવનમાં નુકસાન ઉઠાવવું પડે છે. આવો જાણીએ કોણ છે એ લોકો આ લોકો સાથે ન કરવો જોઈએ નમ્રતાપૂર્વક વ્યવહાર

 ખરાબ વ્યવહાર વાળી વ્યક્તિ સાથે

જ્યારે તમે કોઈ ખરાબ વ્યક્તિ સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરો છો તો તે તમારી સાથે તેના બદલામાં સારો વ્યવહાર નહીં કરે. તે તમારી નમ્રતા ને તમારી કમજોરી સમજશે અને તમારી સાથે ખરાબ વ્યવહાર કરવાની કોશિશ કરશે. જ્યારે તમે આવા વ્યક્તિ સાથે કઠોર વ્યવહાર કરશો ત્યારે તેને સમજાશે અને તે પણ તમારી સાથે સારો વ્યવહાર કરશે.

 શિલ્પકારો સાથે

 

ગરુડ પુરાણ અનુસાર શિલ્પકાર અને કલાકાર સાથે પણ નમ્રતાપૂર્વક વ્યવહાર ન કરવો જોઈએ. જોકે આ વખતે એવા શિલ્પકાર વિશે કહેવામાં આવ્યું છે કે, જેઓ આળસુ હોય છે અને પોતાનું કામ સારી રીતે કરતા નથી. જો આવા લોકો સાથે તમે નમ્ર વ્યવહાર કરશો તો તે વધારે આળસુ થઇ જશે અને પોતાનું કામ ક્યારેય પણ વ્યવસ્થિત નહીં કરે. આવા લોકો પાસેથી કામ કઢાવવા માટે કઠોર વ્યવહાર કરવો જ પડે છે.

 નોકર સાથે

જ્યારે તમે તમારા નોકર સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરવા લાગો છો ત્યારે તે તમારી વાત સાંભળવાનું બંધ કરી દે છે. તે પોતાને તમારા મિત્ર સમજવા લાગે છે અને તમારું અપમાન કરવાથી પણ ચૂકતા નથી. આવું ના થાય એટલા માટે પહેલેથી જ નોકર સાથે કઠોર વ્યવહાર કરો.

 ઢોલક સાથે

જ્યારે તમે ઢોલક સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરી અને તેને ધીરે ધીરે વગાડવાનો પ્રયત્ન કરો છો ત્યારે તેનો અવાજ સારો  નથી આવતો. જો તમે સારો અવાજ ઈચ્છતા હો તો તમારે ઢોલકને જોશ જોશ વગાડવો જ પડશે. આ માટે ઢોલક સાથે કઠોર વ્યવહાર ની જરૂર પડે છે.

 દૃષ્ટ સ્ત્રીઓ સાથે 

સ્ત્રીઓની ઈજ્જત કરવી ખુબ સારી વાત છે. પરંતુ દૃષ્ટ સ્ત્રીઓ સાથે કયારેક કઠોર વ્યવહાર કરવાની આવશ્યકતા પડે છે. તેમની સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરશો તો તે પોતાના સ્વભાવનાં કારણે તમને નુકસાન પહોંચાડવાની પૂરી કોશિશ કરે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *