ગોળને ગરમ પાણી સાથે પીવાથી ચપટી વગાડતા જ ઘટી જાય શકે છે વજન, જાણો તેને બનાવવાની રીત

શિયાળાની સિઝનમાં મોટે ભાગે લોકો ગોળ ખાવાનું પસંદ કરે છે ગોળની અંદર વિટામિન ઈ, બી, સી, સુક્રોઝ, ગ્લુકોઝ અને કેલ્શિયમ, ફોસ્ફરસ પોટેશિયમ, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સીડંટ હોય છે જે આપણા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખે છે. પરંતુ શું તમે જાણો છો ગોળ સાથે નવશેકુ પાણી મેળવીને પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. જે નીચે મુજબ છે
ઇમ્યુનિટી પાવર વધારે છે
ગોળ અને ગરમ પાણી પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે, ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે તેમાં મોજુદ મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ તમારી ઇમ્યુનીટી ને બુસ્ટ કરવાનું કામ કરે છે.
શિયાળામાં અંદરથી ગરમી જાળવી રાખે છે
ગોળની પ્રકૃતિ ગરમ હોય છે. જે શિયાળામાં એકદમ પરફેક્ટ વસ્તુ છે તેનું સેવન કરવાથી શરીરનું તાપમાન સ્થિર રહે છે જેનાથી લોહી પાતળું બને છે અને શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે.
વજન ઓછું કરવામાં મદદ
વજન ઓછું કરવા માટે ગોળ અને નવશેકુ પાણી ની જોડી બેસ્ટ ગણવામાં આવે છે. તે તમારી મેટાબોલિઝમ સિસ્ટમ ને વધારે છે અને શરીરને ડીટોકસ કરે છે સાથે સાથે જ વજન પણ ઓછુ કરે છે.
પેટને રાખે છે હેલ્ધી
ગોળ અને ગરમ પાણી સવારે ખાલી પેટે પીવાથી એસિડિટી, કબજિયાત અને ડાયજેશન જેવી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. તે પેટના દુખાવાને દુર કરવાનું કામ કરે છે.
ફ્લૂ નું રિસ્ક ઓછું કરે છે
શિયાળામાં ઘણા પ્રકાર નાં ફ્લુ તમારા શરીર પર કબજો બનાવી શકે છે એવામાં ગોળ અને ગરમ પાણી ઇમ્યુનિટી સિસ્ટમ ને બુસ્ટ કરીને બિમારી ફેલાવનારા કીટાણું સામે લડવામાં મદદ કરે છે તેમાં મોજુદ ફેનોલીક યોગિક ઓક્સીડેટીવ ઇન્ફેક્શન કીટાણું સામે લડવાની તાકાત આપે છે અને તણાવ ઓછો કરીને બોડીને રિલેક્સ કરે છે.
આ રીતે બનાવવુ આ ડ્રીંક
એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ગોળ પાઉડર ઉમેરવો. જો તમે ઇચ્છો તો તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો જેમાં સ્વાદ અને વિટામિન્સ સી બન્ને હોય છે તેને હંમેશા નવશેકા પાણી સાથે ઉમેરીને જ પીવું. વધારે ગરમ પાણી પીવાથી બચવું. સવારે ખાલી પેટ પીવાથી વધારે ફાયદો થાય છે. આમ તો ગોળ ખાંડ નો સારો વિકલ્પ છે પરંતુ ડાયાબિટીસ નાં પેશન્ટે તેનું સેવન કરવું નહીં. ગોળ માં મોજુદ હાઈ ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ અચાનક થી શુગર વધારી શકે છે.