ગુપ્ત નવરાત્રિમાં આ ખાસ મંત્ર નાં જાપ કરવાથી, થશે ધનની વર્ષા દરેક પરેશાની થશે દુર

૨૧ જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને ગુપ્ત નવરાત્રિ નો આજે પાંચમો દિવસ છે. દર વર્ષે પોષ મહિના માં શુક્લ પક્ષમાં ગુપ્ત નવરાત્રિ આવે છે અને તેને શાકંભરી નવરાત્રિ પણ કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ દરમ્યાન તાંત્રિક પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, આ સમય દરમ્યાન કરવામાં આવેલ પૂજા અર્ચનાથી દસ મહાવિદ્યાઓ ને પ્રસન્ન કરી શકાય છે. જોકે સામાન્ય નવરાત્રિમાં માં દુર્ગા નાં નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જ્યારે ગુપ્ત નવરાત્રિમાં તાંત્રિક દસ મહાવિદ્યાઓ નું પૂજન કરવામાં આવે છે. આ પૂજન રાત્રીનાં સમયે કરવામાં આવે છે અને ગુપ્ત રીતે કરવામાં આવે છે. જેના કારણે આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે.
ક્યાં સુધી રહે છે ગુપ્ત નવરાત્રી
પોષ માસની શુક્લ પક્ષની આઠમ થી શાકંભરી નવરાત્રી શરૂ થઈ જાય છે જે પોષ મહિનાની પૂનમ સુધી રહે છે. પુનમ નાં દિવસે માતા શાકંભરી ની જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ નવરાત્રિ ૨૧ થી ૨૮ જાન્યુઆરી સુધી રહેશે. તંત્ર મંત્ર કરનાર લોકો શાકંભરી નવરાત્રી નાં દિવસે શાકંભરી માતા ની વિશેષ આરાધના કરે છે.
જાણો નવરાત્રી નું મહત્વ અને પૂજન વિધિ
નવરાત્રી નાં દિવસે શાકંભરી દેવીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. દુર્ગા સપ્તશતી માં શાકંભરી દેવી નાં સ્વરૂપનું સુંદર ઉલ્લેખ મળે છે અને તેને વનદેવી પણ કહેવામાં આવે છે. તેનો ઉલ્લેખ કરતાં લખવામાં આવે છે કે, દેવી નાં કમળ સમાન નેત્ર છે અને તે ફૂલ પર વિરાજમાન છે. માં ના એક હાથમાં કમળ છે. બીજા હાથમાં તીર છે દેવી શાકંભરી વનસ્પતિ નાં દેવી છે. શાકંભરી માતા ની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જોકે આ પૂજા રાત્રી નાં સમયે કરવાની રહે છે અને આ પૂજા વિશે કોઈને જાણ થવી જોઈએ નહીં. પૂજાકરતી વખતે એક બાજોઠ પર માં નો ફોટો સ્થાપિત કરીને શાકંભરી દેવી નાં આ મંત્રો નાં જાપ કરવા.
મંત્રો
૧. ॐ ह्रीं श्रीं क्लीं भगवति माहेश्वरि अन्नपूर्णे स्वाहा
૨. ॐ ह्रीं श्रीं क्लीं भगवति अन्नपूर्णे नम:.
3. ॐ सर्वाबाधा विनिर्मुक्तो धनधान्य: सुतान्वित:. मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशय: