ગુપ્ત નવરાત્રી : દુર્ગા સપ્તશતી નાં પાઠ કરતા પહેલા જાણી લો આ નિયમ, અન્યથા નારાજ થઈ જશે દેવી

ગુપ્ત નવરાત્રી : દુર્ગા સપ્તશતી નાં પાઠ કરતા પહેલા જાણી લો આ નિયમ, અન્યથા નારાજ થઈ જશે દેવી

૧૨ ફેબ્રુઆરીનાં ગુપ્ત નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ ગુપ્ત નવરાત્રિ ૨૧ ફેબ્રુઆરી સુધી ચાલશે. ગુપ્ત નવરાત્રિ નું પોતાનું અલગ જ મહત્વ છે. આ દિવસોમાં ગુપ્ત સાધના કરવાથી સારું ફળ પ્રાપ્ત થાય છે. ધર્મગ્રંથો મુજબ ગુપ્ત નવરાત્રિ માં દુર્ગા સપ્તશતી નાં  પાઠ કરવાથી દેવી માં પ્રસન્ન થઈ અને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. જોકે દુર્ગા સપ્તશતી નાં પાઠ કરતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો ખોટી રીતે પાઠ કરવામાં આવે તો શુભ પરિણામ ની બદલે હાનિકારક પરિણામ મળી શકે છે તેવામાં આજે અમે તમને દુર્ગા સપ્તશતી નાં પાઠ સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • દુર્ગા સપ્તશતી નાં પાઠ કરતા પહેલા તન અને મનને શુદ્ધ કરવું અતિ આવશ્યક છે તેથી આ દિવસે સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું. આ ઉપરાંત પાઠ કરતી વખતે મનમાં કોઈ નકારાત્મક ભાવ લાવવો નહીં.
  • દુર્ગા સપ્તશતી નાં પાઠ કરતી વખતે ઉન  નાં આસન પર બેસવું ઉચિત રહેશે.
  • આ પાઠ કરતાં પહેલા સ્વચ્છ કપડાં ધારણ કરવા એવા કપડાં જે ધોયેલા હોય અને તેને તમે પહેર્યા નહોય.
  • પાઠ કરતા પહેલા મસ્તક પર ચંદનનું તિલક કરવું સાથે જ ગણેશજી અને અન્ય દેવતાઓને પ્રણામ કરી અને નમન કરવા.
  • પાઠ કરતાં પહેલા સંકલ્પ પણ લેવો જરૂરી છે એ સંકલ્પ તમે લાલ ફૂલ, ચોખા અને જળ માતા ને અર્પણ કરીને લઈ શકો છો.

  • પાઠ શરૂ કરતા પહેલા ઉત્ક્લીન મંત્રનો જાપ કરવો આ મંત્ર પાઠ શરૂ કરતા અને પાઠ પૂર્ણ કર્યા બાદ ૨૧ વાર આ મંત્ર નાં જાપ કરવા.
  • ઉપરોક્ત વિધિ બાદ ધ્યાન કેન્દ્રિત કરીને દુર્ગા દુર્ગા સપ્તશતી નાં પાઠ શરૂ કરવા. પાઠ કરવાથી તમારી દરેક ઈચ્છા જલ્દી થી પૂર્ણ થશે.
  • દુર્ગા સપ્તશતી નાં પાઠ કરતી વખતે તમારો અવાજ વધારે પણ ન હોવો જોઈએ કે બહુ ઓછો પણ ન હોવો જોઈએ.
  • કોશિશ કરવી કે, દુર્ગા સપ્તશતી નાં પાઠ નાં શબ્દોનો ઉચ્ચારણ સ્પષ્ટ રૂપથી થાય.

  • જો એક દિવસમાં પાઠ પૂર્ણ ન થાય તો એક અધ્યાય એકવારમાં સમાપ્ત જરૂર કરવો.
  • નવરાત્રિમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ અને તમારા વિચારોને સાત્વિક રાખવા.
  • નવરાત્રિમાં શાકાહારી ભોજન કરવું નોનવેજ ભોજન કરવું નહિ અન્યથા પાઠ નું ફળ પ્રાપ્ત થતું નથી.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *