ગુપ્ત નવરાત્રિમાં આ ઉપાય કરવાથી માં લક્ષ્મી થશે પ્રસન્ન, કરશે ધનની વર્ષા

ગુપ્ત નવરાત્રિમાં આ ઉપાય કરવાથી માં લક્ષ્મી થશે પ્રસન્ન, કરશે ધનની વર્ષા

નવરાત્રિનો સમય માં દુર્ગાને ખૂબ જ પ્રિય છે. નવરાત્રી નાં દિવસોમાં માં દુર્ગા નાં નવ રૂપ ની અલગ અલગ દિવસે પૂજા કરવામાં આવે . એવું કહેવામાં આવે છે કે, જો નવરાત્રિમાં માં દુર્ગાની સાચા મનથી પૂજા આરાધના કરવામાં આવે અને વ્રત રાખવામાં આવે તો તેનાથી વ્યક્તિ નાં જીવન નાં દરેક કષ્ટો દૂર થઈ જાય છે. આપણા બધા નાં ઘરમાં વર્ષ માં બે વાર નવરાત્રી વિધિ-વિધાન પૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ વર્ષ માં બે વાર ગુપ્ત નવરાત્રિ પણ આવે છે ગુપ્ત નવરાત્રિમાં માં દુર્ગાની ગુપ્ત પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ નવરાત્રિ તંત્ર-મંત્રની સાધના માટે ખૂબ જ વિશેષ ગણવામાં આવે છે.

આ વખતે ગુપ્ત નવરાત્રી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ શરૂ થઈ ગઈ છે. આ સમય દરમિયાન માં  દુર્ગાની સાત્વિક અને તાંત્રિક વિધિથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાચા મનથી આ દિવસોમાં માં દુર્ગાની પૂજા કરવાથી માતા રાણી પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. મનોકામના સિદ્ધ કરવા માટે ગુપ્ત નવરાત્રિનો સમય ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે. આ સમય દરમ્યાન કેટલાક ઉપાયો કરવામાં આવે તો જીવનની દરેક પરેશાનીઓ દૂર થાય છે.

  • જો ગુપ્ત નવરાત્રિમાં ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન કરવા ઈચ્છતા હોવ તો માતા રાણી ને મન પસંદ કમળ નું ફુલ અર્પણ કરવું. જો આ સમય પર કમળનું ફૂલ ન મળે તો પરેશાન થવાની જરૂર નથી. આ ગુપ્ત નવરાત્રિમાં તમારા ઘરમાં કમળ નાં ફુલ નો ફોટો લગાવી શકો છો.
  • આજકાલના સમયમાં દરેક લોકો ઇચ્છે છે કે, તેની પાસે ધનની કમી ના રહે. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે અને તેની દરેક ઇચ્છા પૂર્ણ થાય. તો તેવા માં તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે ગુપ્ત નવરાત્રિ નાં શુભ દિવસોમાં ચાંદીનો કે સોના નો સિક્કો કરો ઘરે લાવવો આ ઉપાય કરવાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એટલું નહીં તમારા ઘરમાં બરકત બની રહે છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

  • હંમેશા જોવામાં આવે છે કે, ઘરમાં કોઈને કોઈ સભ્ય બીમાર હોય છે દવા અને સારવાર કર્યા બાદ પણ તબિયતમાં સુધારો આવતો નથી. જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો એવામાં ગુપ્ત નવરાત્રીનાં નવ દિવસો સુધી માં દુર્ગા ને લાલ રંગનું ફૂલ અર્પણ કરવું. માં દુર્ગા ને ફુલ અર્પણ કરતી વખતે  “ऊं क्रीं कालिकायै नम:” મંત્ર  નાં જાપ કરવા. આ ઉપાય કરવાથી  બીમારીમાંથી જલ્દી થી છુટકારો મળી શકે છે.
  • જો કોઈ વ્યક્તિ કર્જ નાં બોજ માં દબાયેલો હોય ને કોશિશ કરવા છતાં પણ કર્જ માંથી છુટકારો મળી શકતો ન હોય તો એવામાં ગુપ્ત નવરાત્રિ નાં નવ દિવસો સુધી માં દુર્ગા સામે ગુગળ નો ધૂપ કરવો તેનાથી કર્જ માંથી જલ્દી મુક્તિ મળી શકે છે.

  • જો તમારા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બનાવી રાખવા ઇચ્છતા હોવ તો નવરાત્રી નાં  દિવસો માં મોર પંખ ઘરમાં લાવવું તમને જણાવી દઈએ કે, માતા લક્ષ્મીજી ની સવારી માંથી એક સવારી મોર ની પણ છે નવરાત્રી નાં દિવસોમાં મોર પંખ ઘરમાં લાવવું શુભ ગણવામાં આવે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *