ગુરુ ગ્રહ નાં અશુભ પ્રભાવ થી શું થાય છે, જાણો તેને દૂર કરવાના ઉપાયો

નવગ્રહોમાં બૃહસ્પતિને ગુરુ અને મંત્રણા નાં કારક ગણવામાં આવે છે. પાંચ તત્વોમાં આકાશ તત્વ નાં અધિપતિ હોવાને કારણે તેનો પ્રભાવ ખૂબ જ વ્યાપક અને વિરાટ હોય છે. બ્રહસ્પતિ કમજોર હોય તો વ્યક્તિ નાં સંસ્કાર કમજોર થાય છે અને સાથે જ વિદ્યા ને ધન પ્રાપ્તિમાં વિઘ્નો આવી શકે છે. ગ્રહો માં બ્રહસ્પતિ સર્વાધિક શુભ અને પવિત્ર છે. માત્ર કુંડળીમાં તેનાં શુભ હોવા પર વ્યક્તિ પર ઈશ્વરની કૃપા બની રહે છે. તે એક જ ગ્રહ સંતાન, ઘન અને વિવાહ ની બાબતમાં ઉત્તમ ફળ આપે છે. તેની દ્રષ્ટિ ગંગાજળ સમાન પવિત્ર હોય છે. તેની દ્રષ્ટિ જે ગ્રહ અને જે ભાવ પર પડે છે તે તેના અશુભ પ્રભાવને પણ નષ્ટ કરી દે છે.
બ્રહસ્પતિ અશુભ પ્રભાવ પડવાથી શું થાય છે
બ્રહસ્પતિ નાં કમજોર હોવાથી વ્યક્તિ નાં સંસ્કાર કમજોર હોય છે. ધન અને વિદ્યા પ્રાપ્તિ માટે વિધ્ન આવે છે. વ્યક્તિને વડીલો નો સહયોગ મળવામાં મુશ્કેલી આવે છે. વ્યક્તિ નું પાચનતંત્ર પણ કમજોર થાય છે. કેન્સર અને લીવર સંબંધિત ગંભીર બીમારીઓ બ્રહસ્પતિ ગ્રહ દ્વારા થાય છે. સંતાન પક્ષ ની સમસ્યા પરેશાન કરી શકે છે. ક્યારેક ક્યારેક સંતાન સંતાન પ્રાપ્તિ પણ થતી નથી. જો ગ્રહ બ્રહસ્પતિ નો સંબંધ વિવાહ ભાવમાં બની જાય છે તો વિવાહ થવા અસંભવ થઇ જાય છે. શનિ ની અશુભ સ્થિતિ થી વ્યક્તિ ની સમસ્યાઓ નું નિવારણ થઈ શકે છે પરંતુ બૃહસ્પતિ નાં અશુભ પ્રભાવથી નિવારણ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે.
બ્રહસ્પતિ નાં અશુભ પ્રભાવને દૂર કરવા માટેના ઉપાયો
બ્રહસ્પતિ સ્વયં શિવ સ્વરૂપ ગણવામાં આવે છે. માટે શિવ ભક્તિથી બૃહસ્પતિ નો અશુભ પ્રભાવ દૂર થઈ શકે છે. નિત્ય સવારે શિવલિંગ પર જળ અર્પણ કરવું. સામાન્ય સ્થિતિમાં સવારે અને સાંજે ઓમ નમઃ શિવાય મંત્ર નાં જાપ કરવા. જો મારક સ્થિતિ બની રહી હોય તો મહામૃત્યુંજય મંત્ર નાં જાપ કરવા જોઈએ. આહાર, વ્યવહાર અને વિચારમાં પૂરી સાત્વિકતા રાખવી.