ગુરુ નાં અસ્ત થવાથી આ ૪ રાશિના લોકોને થશે લાભ, ધનની થશે રેલમછેલમ

ગુરુ નાં અસ્ત થવાથી આ ૪ રાશિના લોકોને થશે લાભ, ધનની થશે રેલમછેલમ

૧૭ જાન્યુઆરી ગુરુ મકર રાશિમાં અસ્ત થશે. તે પહેલા ૭ જાન્યુઆરી આ રાશિમાં શનિ પણ અસ્ત થઇ ચૂક્યા છે. એવામાં હવે દસ દિવસ નાં અંતરમાં ગુરુનાં અસ્ત થવાનું ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવશે. આમ તો મકરસંક્રાંતિ પછી લગ્નની સિઝન શરૂ થાય છે પરંતુ આ વખતે ગુરુ નાં અસ્ત થવાના કારણે મકરસંક્રાંતિ પછી પણ લગ્નની સિઝન શરૂ થશે નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ અસ્ત થવાથી શું આ સમય પર વિવાહ થાય તો વૈવાહિક જીવનમાં સુખ મળતું નથી. તેથી ગુરુ નો ઉદય થશે ત્યારે વિવાહ માટે નાં શુભ મુહુર્ત  આરંભ થશે. ગુરુનાં અસ્ત થવાથી દરેક રાશિ પર તેનો પ્રભાવ પડશે ચાલો જાણીએ ગુરુનાં અસ્ત થવાથી કઈ રાશિ પર તેનો કેવો પ્રભાવ રહશે.

મેષ રાશિ

આ રાશિના લોકોના દશમા ભાવ માં ગુરુ અસ્ત થશે આવી સ્થિતિમાં તમારા વડીલો અને નાના સભ્યો સાથે વાતચીત કરવામાં સાવધાની રાખવાની રહેશે અન્યથા તમારા માન-સન્માનમાં કમી આવી શકે છે. ગુરુ નાં અસ્ત થવાથી તમારૂ કામકાજ પ્રભાવિત થશે અને તમને આર્થિક મુશ્કેલી નો સામનો કરવો પડશે.

વૃષભ રાશિ

ગુરુ તમારા ભાગ્ય ભાવ એટલે કે નવમાં સ્થાન પર અસ્ત થશે તેથી તમને ભગ્ય નો સાથ મળશે નહીં. તમારા કોઈ કામ અધૂરા ના છોડવા અન્યથા નુકસાન થઈ શકે છે. આવનાર દિવસોમાં પરેશાનીમાં વધારો થવાની સંભાવના છે તેથી સમજીને કામ લેવું. એવું કામ ક્યારેય ન કરો કે, જેનાથી પરિવારમાં આપત્તિ આવી શકે. આવકમાં કમી થશે તમારા પાર્ટનર સાથે મતભેદ થવાની સંભાવના છે.

મિથુન રાશિ

તમારે બિનજરૂરી ખર્ચથી બચવું. મોટું રોકાણ કરવા ઇચ્છતા હોય તો કોઈ જાણકારોની સલાહ લઈને આગળ વધુવું અન્યથા નુકસાન થઈ શકે છે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી. જીવનસાથી સાથે વાદ-વિવાદથી બચવું. મકાન કે વાહન ખરીદવા માટે આ સમય શુભ રહેશે નહીં.

કર્ક રશિ

ગુરુના અસ્ત થયા બાદ પરિવાર ની બાબતમાં સંભાળીને ચાલવાની જરૂર રહેશે. અન્યથા  પરિવાર નાં સભ્યો સાથે સંબંધ બગડી શકે છે. સામાજિક બાબતોમાં તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે તેથી સમજી-વિચારીને કામ કરવું. ખર્ચમાં વધારો થવાની સંભાવના છે.

સિંહ રાશિ

ગુરુનાં અસ્ત થવા પર તમારા દ્વારા રોકાણ કરવામાં આવેલ ધન ફસાઇ શકે છે. કામ માટે  નવા અવસર મળી શકે છે સાથે જ નાની યાત્રાનું આયોજન થઇ શકે છે. પરંતુ યાત્રા દરમિયાન કીમતી સામાન નું ધ્યાન રાખવું.

કન્યા રાશિ

તમને તમારા દરેક કાર્યમાં ઈચ્છા અનુસાર પરિણામ મળવામાં થોડો સમય લાગશે. જો કે પરેશાન થવાની જરૂર નથી આગળ જઇને શુભ યોગ જરૂર બનશે. તમારું રોકાયેલું ધન પરત આવવામાં લાંબો સમય લાગી શકે છે સાથે જ તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

તુલા રાશિ

તમારી રાશિના ચોથા ભાવમાં ગુરુ અસ્ત થશે તેથી તમારા કામકાજની ગતિ ધીમી થશે. પરિવાર નાં કોઈ સભ્ય નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. મકાન વાહન ખરીદવાની યોજના માં ઉતાવળ ના કરવી. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા લાવવાની કોશિશ કરવી.

વૃશ્ચિક રાશિ

આ સમય દરમ્યાન તમારી ભૂલો નો તમને અહેસાસ થશે અને તેમાં તમે સુધારો કરશો. ગુરુનાં અસ્ત થવાથી તમારા પાર્ટનર નાં સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. જો પાર્ટનરશીપમાં બિઝનેસ કરો છો તો સાવધાની રાખવાની જરૂરત છે.

ધન રાશિ

તમારી વાણી પર સંયમ રાખવાની જરૂર છે કોઈ સાથે વિવાદથી બચવું. તમારા ગુપ્ત શત્રુઓ સક્રિય થઇ શકે છે જેના કારણે તમને નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી બાબતમાં લાપરવાહી દાખવી નહીં. કામકાજને લઈને યાત્રા પર જવાનું થઈ શકે છે.

મકર રાશિ

ગુરુ નાં અસ્ત થવાના કારણે સામાજિક સ્તર પર વિવાદ કરવાથી બચવું. જે વિદ્યાર્થીઓ ઈચ્છા મુજબ પરિણામ ઈચ્છે છે તેને વધારે મહેનત કરવી જોઈશે. પ્રેમી જાતકો ના જીવનમાં ઉતાર-ચડાવ રહેશે. પરિવાર નાં સભ્યો સાથે અણબનાવ થઈ શકે છે જેનાથી તમારા સંબંધમાં દૂરી આવી શકે છે. વિવાહિત લોકોનું દાંપત્ય જીવન કષ્ટ માં રહેશ

કુંભ રાશિ

ગુરુ નાં અસ્ત થવાને કારણે તમારે યાત્રા નાં યોગ બની રહ્યા છે. ખર્ચમાં વધારો થશે જીવનની દરેક પરેશાનીમાં દૂર કરવા માટે કોઈની સલાહની અવશ્ય લેવી. આ સમય દરમિયાન સાવધાની રાખવી કારણ કે તમારા ગુપ્ત શત્રુ આ સમયે સક્રિય થશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું.

મીન રાશિ

ગુરુનાં અસ્ત થવાને કારણે આ રાશિના જાતકો પર આળસ નો પ્રભાવ રહેશે. પ્રતિ સ્પર્ધાત્મક પ્રતિયોગિતામાં સાક્ષાત્કાર દેતા સમયે આત્મવિશ્વાસ કમજોર રહેશે તમારે ધીરજથી કામ લેવાની જરૂર છે. તમારા અંગત સંબંધીઓ કોઇ વાતને લઇને નારાજ થઈ શકે છે. વેપાર માં કોઈ મોટી ડીલ કરવા માટે સમય યોગ્ય નથી એવામાં કોઈ જાણકારની સલાહ અવશ્ય લેવી.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *