ગુરુવાર નાં દિવસે પર્સમાં આ વસ્તુઓ માંથી કોઈ એક વસ્તુ રાખવાથી થઈ શકાય છે માલામાલ માં લક્ષ્મીની કૃપા બની રહેછે.

આજકાલ નાં સમયમાં લોકો ને ધન સંબંધી પરેશાનીનો સામનો કરવો પડે છે. દરેક વ્યક્તિ ખૂબ જ પૈસા કમાવવા માટે દિવસ અને રાત મહેનત કરે છે. સનાતન હિંદુ ધર્મમાં ધનની દેવી માતા લક્ષ્મી ને ગણવામાં આવે છે તેની કૃપા કોઈ વ્યક્તિ પર થઈ જાય તો તે વ્યક્તિ ની ધન સાથે જોડાયેલ પરેશાની દૂર થઈ જાય છે. આ ઉપરાંત ગ્રહ દોષ અથવા તો તેનાં આશીર્વાદ પણ તમને ધનવાન કે ગરીબ બનાવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર અઠવાડિયા નો દરેક દિવસ કોઈને કોઈ ગ્રહ સાથે જોડાયેલ છે. જો દિવસ અનુસાર ગ્રહોની પૂજા કરવામાં આવે તો તેનાથી જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર બૃહસ્પતિ વાર એટલે કે ગુરુવાર નો દિવસ જગત નાં પાલનહાર ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. ગુરુવાર નાં દિવસે વિદ્યાની દેવી માં સરસ્વતી ની પણ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર જે લોકો વિદ્યા, ધન, વૈભવ પુત્ર, ધર્મ અને સૌભાગ્યની કમી હોય તેવા લોકોએ ગુરુવાર નાં દિવસે આ દેવતાઓની આરાધના જરૃર કરવી જોઈએ.ગુરુવાર નાં દિવસે આ ઉપરાંત એવી ઘણી વસ્તુઓ છે જેને તમારા પર્સમાં રાખવામાં આવે તો તેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થઈ શકે છે. આ વસ્તુઓ માંથી ફક્ત એક વસ્તુ તમારા પર્સમાં રાખવાથી તમે થઈ શકો છો માલામાલ
ગુરુવાર નાં દિવસે કરો આ ઉપાય
ગુરુવાર નાં દિવસે પીપળાનું પાન તોડીને તેને ગંગાજળથી ધોઈ અને પવિત્ર કરવું. ત્યારબાદ તે પાનને સારી રીતે સુકવી તેના પર સિંદુર થી ‘ઓમ શ્રી ઓમ શ્રી નમઃ’ લખી અને સૂકવી દેવું ત્યારબાદ પીપળા નાં પાનને પર્સમાં રાખવું. તેની સાથે ચાંદીનો સિક્કો પણ રાખવો જેના પર ધનની દેવી માતા લક્ષ્મી નું ચિત્ર બનેલું હોય આ ઉપાય કરવાથી તમારૂ પર્સ હમેશા ભરેલું રહે છે.
જો તમે આર્થિક પરેશાની થી છુટકારો મેળવવા ઇચ્છતા હોવ તો અને હંમેશા તમારું પર્સ ભરેલું રહે તેના માટે તાંબા નાં પત્ર પર ધન નાં દેવતા કુબેર અથવા શ્રીયંત્રને અંકિત કરાવી અને પર્સમાં રાખવાથી તમારી આર્થિક તંગી દૂર થાય છે. આ ઉપરાંત તમે ગોમતીચક્ર, કોડી, કેસર અને હળદર નો ટુકડો પણ પર્સમાં રાખી શકો છો તેનાથી પણ તમને લાભ મળશે.
આ વાતોનું રાખવું ધ્યાન
- ઉપર જણાવવામાં આવેલ વસ્તુઓ માંથી તમારા મુજબ તમને અનુરૂપ કોઈપણ એક વસ્તુ પર્સ માં રાખી શકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે તમારૂ પર્સ ચામડાનું હોવું જોઈએ નહીં અથવા પર્સ જૂનું કે જર્જરિત દશામાં પણ હોવું જોઈએ નહીં.
- તમે તમારા પર્સમાં ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખી શકો છો તેનાથી સકારાત્મક ઊર્જા નવો પ્રવાહ ઝડપથી થાય છે પરંતુ પર્સ માં મૃતક લોકો નો ફોટો રાખવાને અશુભ ગણવામાં આવે છે.
- તમારા પર્સ ફાલતુ વસ્તુઓ રાખવી જોઈએ નહિ. આ ઉપરાંત પર્સ માં સિક્કા અને નોટો બંને અલગ અલગ સ્થાન પર રાખવા.