ગુરુવાર નાં દિવસે આ ઉપાયો કરવાથી દરેક સમસ્યા થશે દૂર, વિષ્ણુજીની કૃપાથી મનોકામના થશે પૂર્ણ

આપણો દેશ ધાર્મિક દેશ માંનો એક દેશ ગણવામાં આવે છે. હિંદુ ધર્મને માનવા વાળા લોકો રોજ ઈશ્વરની ભક્તિ કરે છે. અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. ગુરુવાર નાં દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસ ને જગત નાં પાલનહાર ભગવાન વિષ્ણુની સાથે ગુરુ ગ્રહનો પણ ગણવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ ભગવાન વિષ્ણુજી નાં શરણમાં જાય છે તેની દરેક પરેશાનીઓ દૂર થાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિ નાં જીવનની દરેક પરેશાની નું સમાધાન થઈ શકે છે. અને તેને જીવનમાં દરેક સુખ તેને પ્રાપ્ત થાય છે.
જો તમારા જીવનમાં પરેશાનીઓ હોય અને ઘણી કોશિશો કરવા છતાં પણ તેનાથી તમને રાહત મળતી ન હોય તો, ગુરુવાર નાં દિવસે આ ઉપાયો કરવા એવું માનવામાં આવે છે કે, આ ઉપાયો કરવાથી વિષ્ણુજી ની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન નાં દરેક સંકટો દૂર થાય છે. ચાલો જાણીએ ગુરુવાર નાં દિવસે કરવામાં આવતા ઉપાયો
ભગવાન શ્રી વિષ્ણુને જગત નાં પાલનહાર ગણવામાં આવે છે. ગુરુવાર નો દિવસ તેમની પૂજા અર્ચના માટે વિશેષ ગણવામાં આવે છે. એ દિવસે સવાર નાં વહેલા ઉઠીને સ્નાન કરી અને દરેક કાર્યોમાંથી નિવૃત્ત થઈ તમારા ઘરની આસપાસ કોઈ વિષ્ણુજી નાં મંદિરે જઇને ભગવાન વિષ્ણુજી ની પ્રતિમા સમક્ષ ધૂપ-દીપ કરવા. ત્યારબાદ તમારે ભગવાનને પીળા રંગનાં ફૂલ અને પીળા રંગની માળા, ગંગાજળ, ચંદન વગેરે વસ્તુઓ અર્પિત કરવી. ત્યારબાદ ત્યાંજ બેસીને ભગવાન વિષ્ણુ ની સમક્ષ તુલસીની માળા લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નાં ૧૦૦૮ વાર જાપ કરવા. જાપ પૂર્ણ થયા બાદ વિષ્ણુજી ની આંખોમાં આંખો નાખીને પ્રાર્થના કરવી કે, હે પ્રભુ મારા જીવન નાં દરેક પ્રશ્નોનું નિવારણ કરો. ત્યારબાદ અવાજ કર્યા વિના કોઈની પણ સાથે વાતચીત કર્યા વિના ઘરે પરત ફરવું. તમને જણાવી દઇએ કે, આ ઉપાય તમારે સતત ૭ ગુરૂવાર સુધી કરવાનો છે આ ઉપાય કોઈપણ ગુરુવારથી શરૂ કરી શકાય છે. એવી માન્યતા છે કે, આ ઉપાયને કરવાથી જીવન નાં દરેક સંકટનું સમાધાન થાય છે અને વિષ્ણુજી ની કૃપા પ્રાપ્ત થાય છે.
સુખ-સમૃદ્ધિ ની પ્રાપ્તિ માટે તુલસી પાસે કરો દિવો
જો તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બનાવી રાખવા માંગતા હોવ તો ગુરુવાર નાં દિવસે તુલસી નાં છોડ ની પૂજા કરવી તમને જણાવી દઈએ કે, ભગવાન વિષ્ણુજી ને તુલસી અત્યંત પ્રિય છે. જો તમે આ ઉપાય કરો છો, તો તમારા જીવનની દરેક પરેશાની દૂર થાય છે. એટલું જ નહીં પરંતુ તમારી દરેક ઈચ્છા પણ પૂર્ણ થાય છે.
મનપસંદ જીવનસાથી અને જલ્દી લગ્ન માટે
જો કોઈ છોકરી નાં લગ્ન થવામાં વિધ્ન આવતું હોય અથવા તો લગ્ન થવામાં વાર લાગી રહી હોય તો ગુરુવાર નાં દિવસે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજી ની એક સાથે પૂજા કરવી. તમને જણાવી દઈએ કે, ભગવાન કૃષ્ણજી ભગવાન વિષ્ણુ નાં અવતાર છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજી ની એક સાથે પૂજા કરવાથી યોગ્ય અને મનપસંદ વર ની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં જો તમારા લગ્નમાં કોઈ વિઘ્ન આવી રહ્યા હોય તે પણ દૂર થાય છે.