ગુસ્સે થઈને કાળ ભૈરવ એ કાપી નાખ્યું હતું, બ્રહ્માજીનું શીશ પશ્ચાતાપ માટે ધરતી પર આવી અને કરી હતી તપસ્યા

૭ ડિસેમ્બરે કાળ ભૈરવ જયંતી આવી રહી છે. જેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ માગશર મહિનાની કૃષ્ણ પક્ષની આઠમ નાં દિવસ ની તિથિ એ કાળ ભૈરવ જયંતી આવે છે. કાળ ભૈરવ જયંતી નાં દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી દરેક ખરાબ શક્તિઓથી રક્ષણ મળે છે. કાળ ભૈરવ ની સાથે જોડાયેલી કથા અનુસાર કાળ ભૈરવ એ બ્રહ્માજી નું શીશ કાપી નાખ્યું હતું. જેનાં લીધે તેનાં પર શ્રાપ ચડ્યો હતો.શિવપુરાણ અનુસાર એકવાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વચ્ચે શ્રેષ્ઠ કોણ એ વાત ને લઈને વિવાદ થયો. આ વિવાદ દરમ્યાન બ્રહ્માજી એ ભગવાન શિવની નિંદા કરી. જેનાં કારણે શિવજી ખૂબ જ ક્રોધિત થયા આ ક્રોધ નાં કારણે શિવજીએ પોતાના રોદ્રરૂપ કાળ ભૈરવ ને જન્મ આપ્યો.
કાળ ભૈરવ એ ભગવાન શિવજી નાં અપમાનનો બદલો લેવા માટે પોતાના નખથી બ્રહ્માજી નું શીશ કાપી નાખ્યું. જે શીશ થી બ્રહ્માજી એ શિવજી ની નિંદા કરી હતી. જેથી કાળ ભૈરવ ને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યુ. આ પાપ થી મુક્તિ મેળવવા માટે કાળ ભૈરવ ને ભગવાન શિવજી એ કહ્યું કે, તે ધરતી ઉપર જાય અને પશ્ચાતાપ કરે .ભગવાન શિવજીએ કાળ ભૈરવને કીધું કે, જ્યારે બ્રહ્માજીનું કપાયેલું શીશ તેમના હાથમાંથી પડી જશે. ત્યારે તેને તે પાપમાંથી મુક્તિ મળશે. કાળ ભૈરવ એ પશ્ચાતાપ કર્યું. અને તેમનુ પશ્ચાતાપ કાશીમાં જઈને પૂરું થયું.
ત્યારબાદ કાળ ભૈરવ કાશીમાં સ્થાપિત થઈ ગયા. ત્યારથી જ તે શહેર નાં કોતવાલ તરીકે ઓળખાવા લાગ્યા. કાશીમાં જે લોકો રહેવા માટે જાય છે. તે સૌથી પહેલાં કાળ ભૈરવ નાં મંદિરે જઈને તેની પૂજા અવશ્ય કરે છે. દર વર્ષે કાળ ભૈરવ જયંતી નાં દિવસે મંદિર માં વિશેષ કાર્યક્રમનું આયોજન થાય છે. અને લોકો તેનાં મંદિરે જઈને પૂજા કરે છે. અને કાળ ભૈરવ ને તેલ અર્પણ કરે છે. એવી માન્યતા છે કે, તેની પૂજા કરવાથી ભય તેમજ દરેક ખરાબ શક્તિઓથી રક્ષણ થાય છે.