હાડકા માંથી કટ કટ અવાજ આવે ત્યારે તેને અવગણવું નહિ, હાડકામાંથી આવતો આ પ્રકારનો અવાજ હોઈ શકેછે એક ગંભીર રોગ નો સંકેત

હાડકા માંથી કટ કટ અવાજ આવે ત્યારે તેને અવગણવું નહિ આ એક બીમારી નો સંકેત હોઈ શકેછે જો કોઈ વ્યક્તિ નાં હાડકામાંથી વારંવાર અવાજ આવતો હોઇ અને તે ભાગમાં દુખાવો થતો હોય તો તરત જ ડોક્ટર પાસે જઈ તેનો ઈલાજ કરાવવો જોઇએ. ડોક્ટર નાં કહેવા પ્રમાણે શરીરમાં જ્યારે ૨ હાડકાઓ એક જગ્યાએ મળે છે ત્યારે તે પરસ્પર ભટકયા વગર આરામથી મુવ કરે છે. હાડકા નું જોડાણ એક મજબૂત કાર્ટિલેજ થી ઢંકાયેલ રહે છે જેને કારણે તે સરળતાથી મુવ કરી શકે છે અને તેમાંથી અવાજ આવતો નથી. જ્યારે કાર્ટિલેજ કમજોર થવા લાગે છે. ત્યારે હાડકામાંથી અવાજ આવવા લાગે છે.
વારંવાર હાડકા માંથી આવતા અવાજ ને કેપિટસ રોગ કહેવામાં આવે છે. જો સમયસર આ રોગનો ઇલાજ કરવામાં ન આવે તો આ બીમારી આગળ વધી શકે છે અને હાડકામાંથી વધારે અવાજ આવવા લાગે છે. એટલું જ નહીં ઘણા લોકોને સોજા ની ફરિયાદ રહે છે. ઓસ્ટીયો આર્થરાઇટીસ એટલે કે વા ની સમસ્યા પણ થઈ શકે છે. આ સમસ્યા માં સામાન્ય રીતે હાથમાં, ગોઠણમાં અને કમર નાં હાડકામાં જોવા મળે છે ઓસ્ટીયો આર્થરાઇટીસ એટલે કે વા ની બીમારી આમ તો મોટી ઉંમર નાં લોકોમાં વધારે જોવા મળે છે. પરંતુ આજકાલ આ સમસ્યા યુવા પેઢીમાં પણ જોવા મળી રહી છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ ની સમસ્યા થવાના ઘણા કારણો છે. જે યુવા લોકો વધારે નશો કરે છે તેને આ સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત વધારે વજન હોવાને કારણે પણ આ રોગ થઈ શકે છે. માટે નશો કરવાથી બચવું અને તમારા વજન ને કન્ટ્રોલમાં રાખવું.
અજમાવો આ ઘરેલૂ ઉપાયો
- ઓસ્ટીયો-આર્થ્રાઇટીસ થાય ત્યારે હાડકા માંથી અવાજ આવે છે ત્યારે તમે તેલનું માલિશ કરી શકો છો સરસવનાં તેલને ગરમ કરી તેનું માલીશ કરવું.
- હાડકાને મજબૂત બનાવી રાખવા માટે ગોળ વાળા દૂધનું સેવન કરવું દરરોજ રાતે સૂતાં પહેલાં એક ગ્લાસ ગરમ દૂધમાં ગોળ નાંખીને આ દૂધનું રોજ સેવન કરવાથી હાડકાઓ મજબૂત બને છે.
- કેલ્શિયમ ને હાડકા માટે ઉત્તમ માનવામાં આવે છે. તેથી કેલ્શિયમ વાળી વસ્તુઓ નો તમારી ડાયટમાં સમાવેશ કરવો. તેનાથી હાડકા નાં રોગથી રક્ષણ મળે છે.