હેર કલર ને લાંબા સમય સૂધી વાળ માં ટકાવી રાખવા માટે, અજમાવો આ ચાર ઉપાયો

સફેદ વાળ ને લીધે વય પહેલાં જ આપણે ઉંમરલાયક દેખાવા લાગીએ છીએ. બદલાતી જીવનશૈલી નાં કારણે લોકો નાં વાળ સમય પહેલા સફેદ થવા લાગે છે. આજકાલ નાના બાળકો નાં વાળ પણ સફેદ થઈ રહ્યા છે. તેને છુપાવવા માટે લોકો નાની ઉંમરે જ વાળ માં કલર નો ઉપયોગ કરી રહ્યાં છે. ઉચ્ચ ગુણવત્તાવાળો હેર કલર કરવામાં આવે, તે પણ મહિના સુધી વાળમાં ટકતો નથી. વાળ પર ઝડપ થી કલર લગાવો સરળ નથી. સમય નાં અભાવ નાં કારણે ક્યારેક સફેદ વાળ સાથે જ રહેવું પડે છે. ચાલો આપણે જાણીએ લાંબા સમય સુધી વાળ પર કલર કઈ રીતે ટકાવી શકાય.
સોડિયમ લોરીલ સલ્ફેટ વાળા શેમ્પૂ નો ઉપયોગ કરશો નહીં
ઝડપથી રંગ કલર દૂર થઈ જવામાં શેમ્પૂ મહત્વ નો ભાગ ભજવે છે. શેમ્પુ નાં લીધે હેર કલર ઝડપથી જતો રહે છે. તેથી સોડીયમ ક્લોરીન સલ્ફેટ વાળા શેમ્પૂ નો ઉપયોગ કરવો ન જોઈએ. આ શેમ્પુ થી વાળ ધોવા સમયે વધારે ફીણ થાય છે. ફોર્મ શેમ્પુ ખૂબ ફીણ વાળા શેમ્પૂ માં ખૂબ ઓછું કુદરતી તેલ હોય છે. જેના કારણે વાળ નો રંગ નબળો પડે છે. તેથી વાળ પર સોડીયમ ક્લોરીન વાળા શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
વાળ ધોઈ ને સૂકવવા
વાળને ધોયા બાદ તેને હવા માંજ સૂકવો. હેર કલર વાળા વાળ માં હેર ડ્રાયર નો ઉપયોગ બને તેટલો ઓછો કરવો. આ બધાથી વાળ ને નુકસાન થાય છે. અને વાળનો કલર નબળો પડે છે.
ગરમ પાણીથી વાળ ધોશો નહીં
હેર કલર કરેલા વાળ માટે આ વાત નું પણ ધ્યાન રાખવું કે વાળ ધોતી વખતે ગરમ પાણી નો ઉપયોગ ના કરવો. ગરમ પાણી નાં ઉપયોગ કરવાથી વાળ માં કયુટિકલસ ખુલ્લા થઈ જાય છે જેના કારણે વાળ નો રંગ નબળો પડે છે. તેથી ઠંડી માં જ ગરમ પાણી નો ઉપયોગ કરવો.
પ્રદૂષણ અને સૂર્યપ્રકાશ થી બચવુ
જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારા વાળને કવર કરી દો. સૂર્યપ્રકાશ અને પ્રદૂષણ થી વાળનો કલર બગડે છે. તમે વાળ કલર કરીને તરત જ બહાર નીકળો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું.